- એક માતાએ પગમાં 9 આંગળીઓવાળા બાળકને જન્મ આપ્યો છે
- બાળકના ડાબા પગમાં 9 આંગળીઓ છે
- બાળકના જમણા પગમાં સામાન્ય બાળકની જેમ પાંચ આંગળીઓ જ છે
બેંગ્લુરઃ કર્ણાટકના વિજયનગર સ્થિત હોસપેટમાં એક ખાનગી હોસ્પિટલમાં એક માતાએ પગમાં 9 આંગળીઓવાળા બાળકને જન્મ આપ્યો છે. જેણે બધાને હેરાન કરી દીધા છે.આ બાળકના ડાબા પગમાં 9 આંગળીઓ છે, જ્યારે જમણા પગમાં સામાન્ય બાળકની જેમ પાંચ આંગળીઓ જ છે.
આ પણ વાંચોઃ ઈન્ડિગોની દિલ્હી-બેંગલુરુની ચાલુ ફ્લાઈટમાં માતાએ બાળકને આપ્યો જન્મ, ફોટા થયા વાઈરલ
હાલ માતા અને બાળક બન્ને સ્વસ્થ છે
હાલ માતા અને બાળક બન્ને સ્વસ્થ છે. મહિલા હોસપેટ તાલુકાની રહેવાસી છે. આ સંબંધે ETV Bharat સાથે વાત કરતા ડોક્ટર બાલચંદ્રને કહ્યું હતું કે,નવ આંગળીઓવાળા બાળકનો જન્મ અત્યંત દુર્લભ છે.
આ પણ વાંચોઃ ભરૂચના શ્રોફ નર્સિંગ હોમમાં થયો મીલેનીયમ બેબીનો જન્મ
જન્મ પહેલા બાળકની આંગળીઓ કેટલી હશે એ વિશે ખબર નથી પડતી
આ ઉપરાંત અમે આ પહેલાથી જાણતા ન હતા તે જન્મ લેનાર બાળકની કેટલી આંગળીઓ હશે. એ જન્મ પછી જ ખબર પડે છે કે બાળકને કેટલી આંગળીઓ છે.