- 'બાબા કા ઢાબા' આવ્યું ફરી એક વખત લાઈમલાઈટમાં
- કાંતા પ્રસાદે ઉંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
- પ્રાથમિક તબક્કે ધંધામાં ખોટ જતા પગલું ભર્યું હોવાનું સામે આવ્યું
ન્યૂ દિલ્હી : 'બાબા કા ઢાબા' ચલાવનારા કાંતા પ્રસાદે ગુરૂવારે રાત્રે એક સાથે સંખ્યાબંધ ઉંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. જેના કારણે તેમની તબિયત લથડતા સારવાર માટે સફદરગંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રો મુજબ તેમની તબિયત હાલમાં ગંભીર છે. પ્રાથમિક તબક્કે ધંધામાં ખોટ જવાથી તેમણે આ પગલું ઉઠાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
જાણો કઈ રીતે બાબા થયા હતા ફેમસ
માલવીય નગરમાં 'બાબા કા ઢાબા' ચલાવતા કાંતા પ્રસાદ સૌપ્રથમ વર્ષ 2020માં લાઈમલાઈટમાં આવ્યા હતા. ગૌરવ વાસન નામક એક યુટ્યુબર દ્વારા તેમને લોકડાઉન દરમિયાન પડી રહેલી હાલાકી અંગેનો એક વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો થોડા જ સમયમાં વાયરલ થયો હતો. જ્યારબાદ લાખો લોકો દ્વારા બાબાની મદદ માટે રોકડ સહાય આપવામાં આવી હતી. જ્યારબાદ બાબાએ માલવીય નગરમાં જ એક રેસ્ટોરન્ટ ખોલ્યું હતું. જે સરખી રીતે ન ચાલતા તેઓ પોતાના ઢાબા પર પરત ફર્યા હતા.