ETV Bharat / bharat

USનો દાવો: અલ કાયદાનો નેતા અલ ઝવાહિરી ઠાર મરાયો - અયમાન અલ ઝવાહિરી

અમેરિકાએ આતંકવાદી સંગઠન અલ કાયદાના લીડર અયમાન અલ-ઝવાહિરીને (ayman al zawahiri) મારી નાખવાનો દાવો કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને જાહેરાત (Ayman al Zawahiri killed in Kabul) કરી કે, અમેરિકાએ કાબુલમાં હવાઈ હુમલામાં અલ કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરીને ઠાર કર્યો છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર અલ-ઝવાહિરી 31 જુલાઈના રોજ એક હવાઈ હુમલામાં માર્યો ગયો હતો.

USનો દાવો: અલ કાયદાનો નેતા અલ ઝવાહિરી ઠાર મરાયો

author img

By

Published : Aug 2, 2022, 9:01 AM IST

વોશિંગ્ટનઃ અમેરિકાએ દાવો કર્યો છે કે, તેણે આતંકી સંગઠન અલ કાયદાના લીડર અયમાન અલ-ઝવાહિરીને (ayman al zawahiri) ડ્રોન હુમલામાં મારી નાખ્યો છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં CIAના ડ્રોન દ્વારા જવાહિરીને ઠાર કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં અલ-કાયદાના અગ્રણી નેતા અયમાન અલ-ઝવાહિરી સપ્તાહના અંતે યુએસ સ્ટ્રાઈકમાં માર્યા ગયા હોવાનો પણ (Ayman al Zawahiri killed in Kabul) અનેક મીડિયા અહેવાલો બહાર આવ્યા છે.

  • On Saturday, at my direction, the United States successfully conducted an airstrike in Kabul, Afghanistan that killed the emir of al-Qa’ida: Ayman al-Zawahiri.

    Justice has been delivered.

    — President Biden (@POTUS) August 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: અફઘાનિસ્તાનના કાબુલ ક્રિકેટ સ્ટેડિયમમાં T20 મેચ દરમિયાન બ્લાસ્ટ

સફળ-આતંકવાદ વિરોધી કામગીરી: વ્હાઇટ હાઉસે સોમવારે બપોરે જાહેરાત કરી હતી કે, જો બિડેન સોમવારે સાંજે "સફળ-આતંકવાદ વિરોધી કામગીરી" વિશે રાષ્ટ્રને સંબોધિત કરશે, પરંતુ વ્હાઇટ હાઉસે કોઈનું નામ લીધું નથી. જો કે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં યુએસ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ અલ-ઝવાહિરી તરીકે કરવામાં આવી છે. ઓસામા બિન લાદેન પછી અલ-જવાહિરી નંબર ટુ અલ-કાયદાનો નેતા હતો.

9/11ના હુમલામાં ઝવાહિરીએ મદદ કરી હતી: ઇજિપ્તના ડૉક્ટર અને સર્જન જવાહિરીએ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ યુ.એસ.માં ચાર વિમાનોને હાઇજેક કરવામાં મદદ કરી હતી. જેમાં બે એરક્રાફ્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC)ના બંને ટાવર સાથે અથડાયા હતા. જ્યારે ત્રીજું વિમાન અમેરિકી સંરક્ષણ મંત્રાલય એટલે કે પેન્ટાગોન સાથે ટકરાયું હતું. ચોથું વિમાન શેન્કવિલેના એક ખેતરમાં ક્રેશ થયું હતું. આ ઘટનામાં 3,000 લોકો માર્યા ગયા હતા. 11 સપ્ટેમ્બરના હુમલા બાદ 2001ના અંતમાં યુએસ દળોએ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને ઉથલાવી ત્યારે બિન લાદેન અને જવાહિરી બંને નાસી છૂટ્યા હતા. બાદમાં લાદેનને 2011માં પાકિસ્તાનમાં અમેરિકી દળોએ માર્યો હતો.

રવિવારે કરવામાં આવ્યો હતો ડ્રોન હુમલોઃ અમેરિકાના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું કે, રવિવારે CIAએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ડ્રોન હુમલો કર્યો હતો. વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં અલ-કાયદા વિરુદ્ધ આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું છે. ઓપરેશન સંપૂર્ણ સફળ રહ્યું હતું અને તેમાં કોઈ નાગરિક જાનહાનિ થઈ ન હતી. આ હુમલો અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી અભિયાનના ભાગરૂપે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: મંકીપોક્સનો કહેર જારી, બ્રાઝિલ અને સ્પેનમાં થયા મોત..

તાલિબાને કહ્યું હવાઈ હુમલાને કાયદા વિરુદ્ધઃ જવાહિરીની હત્યા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે, શું ઓગસ્ટ 2021માં કાબુલ પર કબજો કર્યા બાદ તાલિબાન આતંકવાદી નેતાને આશ્રય આપી રહ્યા હતા. આ પહેલા અફઘાનિસ્તાનમાં છેલ્લા 20 વર્ષથી અમેરિકી દળો તૈનાત છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે એક નિવેદનમાં આ હુમલાની પુષ્ટિ કરી અને સખત શબ્દોમાં વખોડી કાઢી, તેને "આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો"નું ઉલ્લંઘન ગણાવ્યું. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ પણ જણાવ્યું કે કાબુલમાં રવિવારે સવારે જોરદાર ધડાકો સંભળાયો. પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યું હતું કે, “શેરપુરમાં એક ઘર રોકેટથી અથડાયું હતું. ઘર ખાલી હોવાથી કોઈને ઈજા થઈ ન હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.