નવી દિલ્હી સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી (budget news) શરૂ થઈ શકે છે. સંસદનું બજેટ સત્ર 6 એપ્રિલ સુધી ચાલુ રહી શકે છે. સત્રની શરૂઆત લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રથી થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોને સંબોધિત કરશે. સંસદના બંને ગૃહોને આ તેમનું પ્રથમ સંબોધન હશે. બજેટ સત્ર અંગે પ્રાપ્ત માહિતી મુજબ બજેટ સત્રના પહેલા દિવસે બંને ગૃહોમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. જયારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ કેન્દ્રીય બજેટ પરની ચર્ચાનો જવાબ આપશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2023 પહેલા નિવેદન આપ્યું છે. કહ્યું કે હું મધ્યમ વર્ગમાંથી છું અને હું તેમના પ્રેશર સારી રીતે જાણું છું. એટલા માટે મોદી સરકાર સતત તેમના ફાયદા માટે ઘણી વસ્તુઓ કરી રહી છે, જે ભવિષ્યમાં પણ ચાલું રહેશે. એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે આ વાત કહી.
-
Middle class uses public transport the most & we brought metro in 27 places. Lot of middle-class people are shifting to cities in search of jobs & we’re focusing on the goal of ‘smart cities’.We will continue our work for middle class: Nirmala Sitharaman, Finance Minister (15/01) pic.twitter.com/YZz10EcFrA
— ANI (@ANI) January 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Middle class uses public transport the most & we brought metro in 27 places. Lot of middle-class people are shifting to cities in search of jobs & we’re focusing on the goal of ‘smart cities’.We will continue our work for middle class: Nirmala Sitharaman, Finance Minister (15/01) pic.twitter.com/YZz10EcFrA
— ANI (@ANI) January 16, 2023Middle class uses public transport the most & we brought metro in 27 places. Lot of middle-class people are shifting to cities in search of jobs & we’re focusing on the goal of ‘smart cities’.We will continue our work for middle class: Nirmala Sitharaman, Finance Minister (15/01) pic.twitter.com/YZz10EcFrA
— ANI (@ANI) January 16, 2023
આવકવેરાના સ્લેબ કાર્યક્રમને સંબોધતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે તેથી મધ્યમ વર્ગ પર કોઈ નવો કર લાદ્યો નથી. તમને જણાવી દઈએ કે તારીખ 1 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન લોકસભામાં કેન્દ્ર સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કરશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, કે નાણાકીય વર્ષ 2023-24માં સરકાર આવકવેરાના સ્લેબમાં પણ ફેરફાર કરશે. જેના કારણે સામાન્ય લોકોને રાહત મળશે.
આ પણ વાંચો 31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર અને કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ થશે રજૂ
નવો કર નથી આરએસએસના મુખપત્ર પંચજન્ય પત્રિકાના કાર્યક્રમમાં સરકારે કોઈ નવો કર લાગુ કર્યો નથી, નાણાપ્રધાન સીતારમણે કહ્યું કે 'વર્તમાન સરકારે મધ્યમ વર્ગ પર કોઈ નવો ટેક્સ લાગુ કર્યો નથી. ઉપરાંત, તેમણે કહ્યું કે 5 લાખ રૂપિયા સુધીની આવકને આવકવેરામાંથી મુક્તિ છે. જોકે, આ વખતેના બજેટમાં મધ્યવર્ગને સારી એવી આશા છે.
આ પણ વાંચો નિર્મલા સીતારમણે વારાણસીમાં બાબાના આશીર્વાદ લીધા
મધ્યમ વર્ગ માટે વધુ નાણાપ્રધાનએ આ પ્રસંગે જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકારે જીવનની સરળતાને પ્રોત્સાહન આપવા માટે 27 શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક વિકસાવવા અને 100 સ્માર્ટ સિટી બનાવવા જેવા અનેક પગલાં લીધા છે. નિર્મલા સીતારમણએ ખાતરી આપી હતી કે સરકાર મધ્યમ વર્ગ માટે વધુ કરી શકે છે કારણ કે તેની વસ્તી સતત વધી રહી છે અને હવે આ વર્ગ ઘણો મોટો થઈ ગયો છે.
ટેક્સ સિસ્ટમમાં શું ફેરફાર થશે મોદી સરકારનું આ બજેટ 2024ની લોકસભા ચૂંટણી પહેલાનું છેલ્લું અને સંપૂર્ણ બજેટ હશે. આ પછી, સરકાર આવતા વર્ષે ફેબ્રુઆરી 2024માં જે બજેટ રજૂ કરશે તે વચગાળાનું બજેટ હશે. આવી સ્થિતિમાં સરકાર લોકોને ઘણી રાહતો આપી શકે તેવી અપેક્ષા છે.