- પેટ્રોલના વધતા ભાવથી નાગરિકો ચિંતાનો માહોલ
- કેરળના પેટ્રોલ પંપના માલિકે 300 રિક્ષા ચાલકોને મફત પેટ્રોલનું વિતરણ કર્યું
- રિક્ષા ડ્રાઇવરોને ત્રણ લિટર પેટ્રોલ અને ડીઝલ વિના મૂલ્યે વિતરણ કરાયું
કસરાગોડ (કેરળ) : દેશમાં પેટ્રોલના વધતા ભાવથી (hike in petrol price) નાગરિકો ચિંતિત છે. આ લોકડાઉન (lockdown)માં પેસેન્જર ટ્રેનોની અવર-જવર બંધ હોવાને કારણે વાહન ચાલકોને ભારે ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે કેરળ (kerala)ના પેટ્રોલ પંપના માલિકે લગભગ 300 રિક્ષા ચાલકોને મફત પેટ્રોલનું વિતરણ કર્યું હતું. આ ઘટના કેરળના કસરગોડ(Kasargod) જિલ્લાની છે.
રિક્ષા ડ્રાઇવરોને મફતમાં પેટ્રોલ વિતરણ કરવાની જાહેરાત કરાઇ
ઇનમાકજે પંચાયતના પેરલામાં આવેલા કુથુકોલી પેટ્રોલ પમ્પ (Kuthukoli petrol pump)ના તરફથી રિક્ષા ડ્રાઇવરો (Auto Driver)ને મફતમાં પેટ્રોલ વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ઘણા રિક્ષા ડ્રાઇવરો (Auto Driver) તેમની રિક્ષા લઇને પહોંચી ગયા હતા. આખા દિવસમાં રિક્ષા ડ્રાઇવરો (Auto Driver)ને ત્રણ લિટર પેટ્રોલ અને ડીઝલ વિના મૂલ્યે વિતરણ કરાયું હતું.
દિવસમાં 313 રિક્ષા ડ્રાઇવરોને ત્રણ લિટર પેટ્રોલ અથવા ડીઝલનું વિતરણ કર્યું
પેટ્રોલ પંપના માલિક અબ્દુલ્લા મદુમૌલે(Abdullah Madumoule) છે. જે અબુધાબીમાં CA છે. તેમના ભાઇ સિદ્દિક માદુમૌલે (Siddique Madumoule) પેટ્રોલ પંપની જવાબદારી સંભાળી છે. તેમણે જણાવ્યું કે, એક દિવસમાં 313 રિક્ષા ડ્રાઇવરો(Auto Driver)ને ત્રણ લિટર પેટ્રોલ અથવા ડીઝલનું વિતરણ કરવામાં આવ્યું છે. કારણ કે લોકડાઉન સમયે, અમે નીચલા વર્ગની મુશ્કેલીઓને સમજીએ છીએ.
પેટ્રોલની કિંમતમાં વધારો થવાને કારણે મુશ્કેલી વધી
આ એક દિવસની ઓફર કોઈ પણ રીતે ગ્રાહકોને આકર્ષવા માટે ન હતી. પરંતુ તે સંપૂર્ણપણે દાન જ હતું. અહીં સારદુક્કા, બદડિયાદુક્કા, નીરચલ અને પેરલા જેવા સ્થળોએથી રિક્ષા ડ્રાઇવરો (Auto Driver) પેટ્રોલ માટે અહીં આવે છે. લોકડાઉનને કારણે તેઓ પહેલેથી જ મુશ્કેલીમાં છે.પેટ્રોલની કિંમતમાં વધારો થવાને કારણે તેમનું મુશ્કેલી વધી છે. તેથી અમે ઓટો ડ્રાઇવરોને પેટ્રોલ અને ડીઝલ દાન આપવાનું નક્કી કર્યું હતું. મફતમાં પેટ્રોલ લેનારા રિક્ષા ડ્રાઇવરે પેટ્રોલ પમ્પ માલિકના આ અનોખા દાનની પ્રશંસા કરી છે.
આ પણ વાંચો -
- Congress Protest: વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ
- પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસનું આંદોલન, નૌશાદ સોલંકી સહિતના કાર્યકર્તાઓની અટકાયત
- સુરત જિલ્લામાં મોંઘવારીને લઈ કોંગ્રેસનું પ્રદર્શન, કોંગી કાર્યકર્તાઓની અટકાયત
- પાલનપુરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન : 40 કાર્યકર્તાઓની અટકાયત
- petrol and diesel price effect: ઢસામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની ટ્રાન્સપોર્ટના ધંધા પર જોવા મળી અસર
- ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાના વહેતા થયા અહેવાલો, પણ સાચું શું?
- પેટ્રોલના ભાવ ફરી ભડકે બળ્યા, જાણો ગુજરાતમાં ક્યાં સૌથી સસ્તું અને સૌથી મોંઘુ પેટ્રોલ
- બનાસકાંઠામાં પેટ્રોલ ડીઝલના ભાવને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન