ETV Bharat / bharat

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં નિધન

author img

By

Published : May 15, 2022, 7:29 AM IST

ક્રિકેટ જગતે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રુ સાયમન્ડ્સના રૂપમાં એક મોટો ક્રિકેટર ગુમાવ્યો (Andrew Symonds dies in car crash) છે. શનિવારે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં તેનું નિધન થયું (Aussie cricket legend passes away) હતું. ક્રિકેટ પ્રેમીઓ માટે આ ખૂબ જ દુઃખદ સમાચાર છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં નિધન
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં નિધન

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું 46 વર્ષની વયે નિધન થયું (Andrew Symonds dies in car crash) છે. શનિવારે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં તેણે જીવ ગુમાવ્યો (Aussie cricket legend passes away) હતો. મળતી માહિતી અનુસાર, એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં કાર અકસ્માતમાં નિધન થયું હતું. તેને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. આ તેના પરિવાર તેમજ ક્રિકેટ પ્રેમીઓ માટે દુઃખદ સમાચાર છે. વિશ્વભરમાં તેના ચાહકો છે. અનુભવી ઓલરાઉન્ડર એન્ડ્રુ સાયમન્ડ્સ વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સભ્ય હતા.

  • Tragic news surrounding the former Australia all-rounder and our thoughts are with his friends and family.https://t.co/6eXiz8Mb5O

    — ICC (@ICC) May 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: મેક્કુલમની સામે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમને જીતના પાટા પર લાવવાનો પડકાર

કાર અકસ્માતમાં તેનું મોત: ક્રિકેટ જગતમાં ફરી એકવાર શોકનું મોજુ ફરી વળ્યું છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં નિધન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે ઓસ્ટ્રેલિયાના ટાઉન્સવિલેમાં એક કાર અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. ક્વીન્સલેન્ડ પોલીસે જણાવ્યું હતું કે, શહેરથી લગભગ 50 કિલોમીટર પશ્ચિમમાં હર્વે રેન્જમાં ઝડપભેર કાર પલટી ગઈ હતી. આ કારમાં એન્ડ્ર્યુ સાયમન્ડ્સ સવાર હતા.

આ પણ વાંચો: IPL 2022 points: પંજાબની જીત સાથે જ પ્લેઓફની લડાઈ થઇ રસપ્રદ, હવે આવી છે પોઈન્ટ ટેબલની સ્થિતિ

ભારતીય ક્રિકેટ પ્રેમીઓમાં ખૂબ જ લોકપ્રિય: 2003 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવવા માટે એન્ડ્ર્યુ સાયમન્ડ્સને હંમેશા યાદ કરવામાં આવશે. મેદાનમાં તેની શાનદાર ફિલ્ડિંગને કારણે તેની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરોમાં થાય છે. તેની સરખામણી રિકી પોન્ટિંગ અને માઈકલ ક્લાર્ક જેવા દિગ્ગજ ક્રિકેટરો સાથે કરવામાં આવે છે. 2008માં ભારતીય ક્રિકેટર હરભજન સિંહ સાથે એન્ડ્ર્યુ સાયમન્ડ્સની ટક્કર થઈ હતી. આ ઘટના બાદ સાયમન્ડ્સ ભારતીય ક્રિકેટ પ્રેમીઓમાં ખૂબ જ લોકપ્રિય બની ગયા હતા. સાયમન્ડ્સ ઓસ્ટ્રેલિયા માટે 198 ODI રમ્યા હતા અને તે ટીમના મહત્વપૂર્ણ સભ્ય હતા. તેમના નેતૃત્વમાં ટીમે 2003 અને 2007માં સતત બે વખત વર્લ્ડ કપ જીત્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.