આસામ: આસામના મુખ્યપ્રધાન ડો. હિમંતા બિસ્વા શર્માએ જાહેર કરેલા બાળ લગ્ન સામેના અભિયાનને લઈને મોટી કાર્યવાહી સામે આવી છે. રાજ્યભરમાંથી ગુરુવારે મધરાત સુધીમાં ઓછામાં ઓછા 50 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ બાળ લગ્ન કરેલ છે. ગુરુવારની મધરાત સુધી બટાદ્રાવા, મોરીગાંવ, ધિંગ, લહરીઘાટ, માજુલી, ચારિદુર અને અન્ય સ્થળોએથી લગભગ 50 પતિઓની ધરપકડ કરવામાં આવી હતી.

ટ્વિટર પર કરી સૂચિ શેર: ગુરુવારે સીએમ હિમંતા બિસ્વાએ ટ્વિટર પર એક સૂચિ શેર કરી જે આસામ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને જણાવ્યું હતું કે "આસામ સરકાર રાજ્યમાં બાળ લગ્નના જોખમને સમાપ્ત કરવાના તેના સંકલ્પમાં મક્કમ છે. અત્યાર સુધીમાં આસામ પોલીસે સમગ્ર રાજ્યમાં 4,004 કેસ નોંધ્યા છે અને વધુ આગામી દિવસોમાં પોલીસ કાર્યવાહી થવાની શક્યતા છે. કેસો પર કાર્યવાહી 3 ફેબ્રુઆરી (શુક્રવાર)થી શરૂ થશે. હું બધાને સહકાર આપવા વિનંતી કરું છું."

મોટી કાર્યવાહી: મીડિયા સાથે વાત કરતા તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં 3 ફેબ્રુઆરીથી હજારો બાળ લગ્ન કરનારની ધરપકડ કરવામાં આવશે. જેમણે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કર્યા છે અને તેમને જન્મ આપ્યો છે તેમની POCSO એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવશે. મુખ્યમંત્રીની જાહેરાત બાદ, પોલીસે 3 ફેબ્રુઆરીને બદલે ગુરુવારની સાંજથી ધમધમાટ શરૂ કર્યો હતો. ગુરુવારની મધરાત સુધી બટાદ્રાવા, મોરીગાંવ, ધિંગ, લહરીઘાટ, માજુલી, ચારિદુર અને અન્ય સ્થળોએથી લગભગ 50 પતિઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો Child marriage case in Assam: આસામમાં બાળ લગ્ન દર વધ્યો, 10 દિવસમાં 4004 કેસ નોંધાયા
લગ્ન પ્રતિબંધક અધિનિયમ, 2006 હેઠળ કેસ નોંધવામાં આવશે: મુખ્યમંત્રીએ ટ્વિટર પર શેર કરેલા અહેવાલ મુજબ સૌથી વધુ કેસ (370) ધુબરી જિલ્લામાં અને સૌથી ઓછા હિલાકાંડી જિલ્લામાં (1) નોંધાયા છે. આટલું જ નહીં રાજ્યમાં નવ વર્ષની બાળકી માતા બની હોવાના અહેવાલો સામે આવ્યા છે. સીએમ હિમંતા બિસ્વા સરમાએ પણ ચેતવણી આપી છે કે જે પણ બાળ લગ્નમાં સામેલ થશે તેને તરત જ જેલમાં મોકલી દેવામાં આવશે. જો કન્યા 14 થી 18 વર્ષની વચ્ચે હશે તો બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, 2006 હેઠળ કેસ નોંધવામાં આવશે.
આ પણ વાંચો Adani vs Hindenburg: RBIએ બેંકો પાસે અદાણી ગ્રુપના દેવા અને રોકાણની વિગતો માંગી
આસામમાં બાળ લગ્ન દર વધ્યો: આસામમાં 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓનો લગ્ન દર 31.8 ટકા છે. તેનાથી વિપરીત, NMHS-5 (2019-2020) મુજબ, 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓનો રાષ્ટ્રીય લગ્ન દર 23.3 ટકા હતો. આ દર્શાવે છે કે આસામમાં બાળ લગ્ન દર અખિલ ભારતીય સ્તર કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. 2015-2016 થી 2019-2020 સુધી, આસામમાં 18 વર્ષથી ઓછી ઉંમરના કિશોરોના લગ્નનો દર વધ્યો છે.