ETV Bharat / bharat

ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Daily Horoscope news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરૂવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

author img

By

Published : Apr 8, 2021, 6:50 AM IST

મેષ: સામાજિક પ્રસંગોમાં સગાંસ્‍નેહીઓ અને મિત્રો સાથે આપનો સમય ખૂબ આનંદથી વીતશે. મિત્રો પાછળ ધનખર્ચ થશે અને તેમના થકી લાભ પણ થશે. પ્રકૃતિના સાનિધ્‍યમાં પર્યટન પર જવાનું બને. સરકારી અને અર્ધસરકારી કાર્યોમાં સફળતા મળશે. સંતાનોના શુભ સમાચાર મળે. દાંપત્‍યજીવનમાં સંવાદિતા રહે. આવકના નવા સ્‍ત્રોત દેખાય. અણધાર્યો ધનલાભ થવાની શક્યતા હોવાનું જણાઈ રહ્યું છે.

વૃષભ: નવા કાર્યોનું આયોજન કરવા ઇચ્‍છતા લોકો માટે અનુકૂળ દિવસ છે. નોકરીમાં વ્‍યવસાયમાં લાભદાયક પરિણામો મળે. હોદ્દામાં બઢતી મળે, વેપારમાં નવી દિશાઓ ખુલતી જણાય. સરકાર દ્વારા લાભના સમાચાર મળે. માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થાય. અટવાઇ ગયેલાં કાર્યો પૂરા થાય. ગૃહસ્‍થ જીવનમાં મધુરતા વ્‍યાપે.

મિથુન: આજે આપને થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. તબિયતમાં થોડી બેચેની અને અશક્તિ વર્તાય. જેના કારણે કોઇપણ કામ કરવાનો ઉત્‍સાહ મંદ રહે. નોકરી -ધંધાના સ્‍થળે પણ સાથી કર્મચારીઓનું અને ઉપરી અધિકારીઓનું વલણ સહકાર ભર્યું ન હોતાં માનસિક હતાશા ઉદભવે. સંતાનોની સમસ્‍યાઓ થોડા વધુ પ્રયાસો સાથે ઉકેલી શકશો. વિરોધીઓ સાથે વાદવિવાદમાં ઉતરવું યોગ્‍ય નથી. પિતાને હેરાનગતિ થાય.

કર્ક: આજના દિવસે તમારે નકારાત્‍મક વલણ છોડવાનું રહેશે. અન્યથા માનસિક દ્વિધા વચ્ચે તમે અગત્યના કાર્યોમાં ધ્યાન નહીં આપી શકો. ક્રોધને અંકુશમાં રાખવો. આરોગ્‍ય અંગેની સંભાળ પણ વધારવાની સલાહ છે. અતિ કામથી દૂર રહેવું અને ખોટા કાર્યોથી દૂર રહેવું. આજે વાણી પર સંયમ રાખવો પડશે. કુટુંબીજનો સાથે ઝઘડો કે વિવાદની નોબત ટાળવી પડશે. કોઈપણ વિપરિત સ્થિતિથી બચવા માટે શક્ય હોય તો મૌન રહેવું અને ઉગ્ર દલીલોથી દૂર રહેવું. નાણાંભીડ રહી શકે છે. આ સમયે તમે આધ્‍યાત્મિકતાનો સહારો લઈ શકો છો.

સિંહ: આજના દિવસે આપ મનોરંજન તેમજ હરવાફરવામાં સમય પસાર કરશો. જોકે છતાં પણ સાંસારિક બાબતો વિશે આપનું વલણ થોડું ઉદાસીન રહેશે. જીવનસાથીનું આરોગ્‍ય બગડે તેવી સંભાવના છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું પડે. જાહેરજીવન તથા સામાજિક જીવનમાં ઓછી સફળતા મળે.

કન્યા: આજે આપના પરિવારમાં આનંદ ઉત્‍સાહનું વાતવારણ પ્રવર્તતું હોવાથી આપનું મન પણ પ્રસન્‍ન રહેશે. આરોગ્‍ય જળવાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતાં રાહત અનુભવે. કાર્યમાં સફળતા અને યશ મળે. ઓફિસમાં સહકર્મચારીઓ સહાયરૂપ થાય વેપાર ધંધામાં પ્રતિસ્‍પર્ધીઓ અને વિરોધીઓના હાથ હેઠા પડે. મોસાળમાંથી શુભ સમાચાર મળે.

તુલા: આજે આપ આપની કલ્‍પનાશક્તિ અને સર્જનશક્તિને શ્રેષ્‍ઠ રીતે કામે લગાડી શકશો. બૌદ્ધિક પ્રવૃત્તિઓ કે ચર્ચામાં ભાગ લેવાનું આપને ગમશે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે, તેમની પ્રગતિ થાય. સ્‍ત્રી મિત્રોનો સહકાર મળશે. પ્રિયપાત્ર સાથેનું મિલન સુખદ રહેશે. વધુ પડતા વિચારોથી મન વિચલિત બને. એકંદરે શારીરિક માનસિક સ્‍વસ્‍થતાથી આજના તમામ કાર્ય કરશો.

વૃશ્ચિક: આપને આજનો દિવસ શાંતિથી પસાર કરવાની સલાહ છે. શરીરનું આરોગ્‍ય સાચવવું પડશે તેમજ માનસિક શાંતિ અને ધીરજ જાળવવાની પણ સલાહ છે. માતાના સ્વાસ્થ્યની આજે વધુ સંભાળ લેવાની સલાહ છે. પરિવારના સભ્‍યો સાથે ખટરાગ થતાં મનદુ:ખ થાય. સ્‍થાવર મિલકત વાહન વગેરેના દસ્‍તાવેજો કરવામાં કાળજી રાખવાની જરૂર છે. સ્‍ત્રી વર્ગથી નુકસાન થવાની સંભાવના છે. જળાશયથી ભય રહે.

ધન: ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ અને આધ્‍યાત્‍મ તરફ આપનું વિશેષ આકર્ષણ રહે. નવા કામની શરૂઆત માટે શુભ સમય છે. મિત્રો અને સગાં સ્‍નેહીઓના આગમનથી ઘરમાં પ્રસન્‍નતા રહે. હાથમાં લીધેલું કાર્ય સફળતાથી પૂર્ણ થાય. ટૂંકો પ્રવાસ થાય. ધનલાભના યોગ છે. નાના ભાઇ- બહેનો સાથે સુમેળ રહે. માન પ્રતિષ્‍ઠામાં વધારો થાય. પ્રિયપાત્ર સાથે મુલાકાત સંભવિત બને.

મકર: ન બોલ્‍યામાં નવ ગુણ એ કહેવતની યથાર્થતાને સમજીને આપજે વાણી પર સંયમ રાખશો તો ઘણા અનર્થ થતાં અટકી જશે. પરિવારજનો સાથે મનદુ:ખ ન થાય તે માટે દરેક બાબતોમાં સ્પષ્ટતા રાખવી અને તેમની સાથે વર્તનમાં વિનમ્ર રહેવું. વિદ્યાર્થીઓએ અભ્‍યાસમાં વધારે મહેનત કરવી પડે. નકારાત્‍મક વિચારો પર સ્‍વસ્‍થતાથી કાબૂ રાખવાની સલાહ આપવામાં આવે છે. આરોગ્‍ય મધ્‍યમ રહે. જમણી આંખમાં તકલીફ થવાની સંભાવના છે.

કુંભ: શારીરિક, માનસિક તેમજ આર્થિક દરેક રીતે આજનો દિવસ આપના માટે સારો નીવડશે. પરિવારજનો સાથે સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્‍વાદ માણશો, મિત્રો સાથે બહાર ફરવા જવાનું આયોજન થાય. તો બીજી તરફ આજે આપની ચિંતન‍શક્તિ અને આધ્‍યાત્મશક્તિ પણ સારી રહે. દાંપત્‍યજીવનની મધુરતા માણી શકો. ભેટ સોગાદો અને ધન પ્રાપ્તિ થાય. પ્રફુલ્‍લતાથી સમગ્ર દિવસ પસાર થાય.

મીન: ટૂંકાગાળાના લાભો લેવાની લાલચ છોડવાની અને મૂડી રોકાણમાં ધ્‍યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. આજે આપના મનની એકાગ્રતા ઓછી રહે. સ્વાસ્થ્યની પણ વધુ કાળજી લેવાની સલાહ છે. સંતાનો પર વધુ ધ્યાન આપવું પડશે. સ્‍વજનો સાથે મુલાકાતમાં વિલંબ થાય અથવા કોઈપણ કારણથી ટળી શકે છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. અગત્‍યના દસ્‍તાવેજો કે કોર્ટ કચેરીની બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. પૈસાની લેવડદેવડ માટે સમય અનુકૂળ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.