ETV Bharat / bharat

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ...

rashi
બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : May 5, 2021, 6:45 AM IST

મેષ : આજે આપ સમાજ અને મિત્રો તેમજ તેમની સાથે સંકળાયેલા કામમાં વ્યસ્ત રહેશો. તેમાં રૂપિયાનો ખર્ચ પણ થઇ શકે છે. પણ આપને અચાનક નાણાંનો લાભ થતા આપ ખુશ થઇ જશો. સરકારી કામકાજ સારી રીતે પાર પડશે. આપ જેમને માન આપતા હોવ તેવી વ્યક્તિઓને મળવાનું થાય. સંતાનો તરફથી સારા સમાચાર આવશે. પ્રવાસ થઇ શકે છે. લગ્નવાંછુઓ લગ્નગ્રંથિથી જોડાય તેવી શક્યતા છે.

વૃષભ : આજે આપ નવા કામની શરૂઆત કરી શકશો. નોકરી કરનારા લોકો માટે દિવસ સારો છે, તેમની આવક વધે અને નોકરીમાં બઢતી મળે તેવી પણ શક્યતા છે. આપ સરકાર તરફથી પણ લાભ મેળવી શકશો. આપના લગ્નજીવનમાં સુમેળ જળવાઇ રહેશે. ઉપરી અધિકારીઓ આપના કામની સરાહના કરીને આપનો ઉત્સાહ વધારશે. જે કાર્યો વિલંબમાં પડ્યા હોય તે પુરા કરી શકશો. પતિ-પત્નીના સંબંધો વધુ ગાઢ બને.

મિથુન : આજે કોઇપણ નવા કાર્યોના શુભારંભ માટે દિવસ અનુકૂળ જણાતો નથી. મન ચિંતા અને વિષાદથી ઘેરાયેલું રહે માટે નિર્ણયો લેવામાં પણ તમે થોડા પાછા પડશો. થોભો અને રાહ જુઓની નીતિ બહેતર રહેશે. શરીરમાં થાક, આળસ અને અશક્તિ વર્તાય જેથી કામ કરવામાં ઉત્‍સાહ ઘટી શકે છે. ઉદરના રોગથી પીડિત જાતકોએ સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી. નોકરી- ધંધામાં પણ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવાની તૈયારી રાખજો. ઉપરી અધિકારીઓની નારાજગીના ભોગ બનો તે માટે કામમાં ચોક્કસાઈ વધરાવી. વધુ પડતો ધનખર્ચ થાય. સંતાનો સાથે મતભેદ ટાળવાની સલાહ છે. નસીબનો સાથ અપેક્ષા કરતા ઓછો મળે. આજે મહત્ત્વના કામ કે નિર્ણય ન લેવા. હરીફો અને વિરોધીઓથી ચેતતા રહેવું.

કર્ક : આજે આપે દરેક બાબતમાં સાવધાનીપૂર્વક વર્તવું પડશે. પરિવારના સભ્‍યો સાથે વાદવિવાદ નિવારવો. વાણી પર સંયમ અને ગુસ્‍સા પર કાબૂ રાખવાથી કેટલાક અનિષ્‍ટો નિવારી શકશો. આજે આપની માનસિક હાલત સ્‍વસ્‍થ નહીં હોય. વધુ પડતો ખર્ચ થવાથી નાણાંભીડ અનુભવાશે. સમયસર ભોજન ન મળે. અનૈતિક પ્રવૃત્તિઓ અને નિષેધાત્‍મક કાર્યોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આધ્યાત્મિકતા અને ઇશ્વરનું નામ સ્‍મરણ લાભકારક નીવડશે.

સિંહ : લગ્‍નજીવનમાં નજીવા ખટરાગથી પતિ- પત્‍ની વચ્‍ચે આજે સુમેળ જાળવી રાખવા માટે બંનેએ એકબીજાની વાત સમજવી પડશે અને પારસ્પરિક સહકારની ભાવના વધારવી પડશે. જીવનસાથીની તબિયતની પણ થોડી કાળજી લેવાની સલાહ છે. વ્‍યવસાય કરતા વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું. શક્ય હોય તો વ્‍યર્થ ચર્ચા કે વિવાદમાં ન પડવું. કોર્ટ કચેરીના મામલા શક્ય હોય તો. જાહેરજીવનમાં તેમજ સામાજિક જીવનમાં યશ ન મળે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાતમાં સાવધાની રાખવાની સલાહ છે.

કન્યા : વર્તમાન દિવસે આપ તનમનથી સ્‍ફૂર્તિ અને સ્‍વસ્‍થતાનો અનુભવ કરશો. ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહે. નોકરીમાં સહકાર્યકરોનો સાથ સહકાર મળી રહેશે. પ્રતિસ્‍પર્ધીઓ તેમની ચાલમાં નિષ્‍ફળ જશે. બીમાર માણસને તબિયતમાં સુધારો થતો જણાય. મોસાળ પક્ષ તરફથી કોઇ સમાચાર મળે. કાર્યમાં યશની પ્રાપ્તિ થાય. સામાન્‍ય ખર્ચ વધારે રહે.

તુલા : આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. સંતાનોની કોઇપણ બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે. મનમાં ચિંતા ઉદ્વેગ ના રહે તે માટે કામની સાથે મનોરંજનની પ્રવૃત્તિઓમાં રસ લેવો. વિદ્યાભ્‍યાસમાં વધુ મહેનત કરવી પડશે. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચામાં હઠાગ્રહ છોડવો પડશે. નવા કાર્યમાં શરૂઆતમાં નિષ્‍ફળતા મળે પરંતુ તમારા પ્રયાસો અને કર્મનિષ્ઠા છેવટે કામ કરી જશે. પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. માનભંગ થાય તેવા કાર્યોથી દૂર રહેવાની સલાહ છે. મુસાફરી ટાળવી.

વૃશ્ચિક : આપને આજનો દિવસ શાંત મગજથી પસાર કરવા માટે સલાહ આપવામાં આવે છે. ચિંતાતુર મન અને શરીરની અસ્‍વસ્‍થતા આપને બેચેન રાખશે. નિકટના આપ્‍તજનો સાથે મનદુ:ખ ના થાય તેની કાળજી પણ તમારે રાખવી પડશે. માતાની તબિયતની વિશેષ કાળજી લેવાની સલાહ છે. સ્‍ત્રી તેમજ પાણીથી સંભાળવું. આર્થિક નુકસાનની શક્યતા છે. વાહન‍ મિલકતના દસ્‍તાવેજો કરવામાં સાવચેતી રાખવી.

ધન : આપ ગૂઢ વિદ્યાઓ અને આધ્યાત્મમાં વિશેષ રૂચિ ધરાવશો, તેમ જ તે દિશામાં સંશોધનમાં પણ રસ લેશો. આપ માનસિક શાંતિ અને આનંદ મેળવી શકશો. સહોદરો સાથેનું જોડાણ વધુ ગાઢ બનશે. આજે આપ નવા કામનો પ્રારંભ કરી શકશો. આપને ત્યાં મહેમાન રૂપે મિત્રો અને સગા સંબંધી આવતા આનંદ અનુભવાશે. આપ ટૂંકી મુસાફરી પર જાઓ તેવી પણ શક્યતા છે. આપ વધુ નસીબદાર બનશો.

મકર : આજના દિવસે કુટુંબીજનો સાથે મનદુ:ખનો કોઇ પ્રસંગ ઉભો ન થાય તેનું ધ્‍યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. સંયમિત વાણી આપને ઘણી મુશ્‍કેલીઓમાંથી ઉગારી લેશે. શેરસટ્ટા વગેરેમાં પૈસા રોકવા માટે આપ આયોજન કરશો. આર્થિક લાભ થાય. આજે આપનું આરોગ્‍ય મધ્‍યમ રહે. આંખમાં તકલીફ ઉભી થવાની શક્યતા છે. નકારાત્‍મક વિચારોને દૂર હટાવી દેવા. વિદ્યાર્થીઓએ અભ્‍યાસમાં વધારે ધ્‍યાન આપવું પડશે.

કુંભ : આપનો આજનો દિવસ શુભ ફળદાયક હોવાનું જણાઈ રહ્યું છે. આજે ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે આપનો સારો અનુભવ થાય. શારીરિક અને માનસિક પ્રસન્‍નતાથી આપ ખુશખુશાલ રહેશો. કુટુંબીજનો અને દોસ્‍તો સાથે બહાર ફરવા જાઓ તેમજ સુરૂચિપૂર્ણ ભોજન લો. તેમના તરફથી ભેટ ઉપહાર મળતાં આનંદ અનુભવશો. આજે કોઇ વિચારો અંગે ઉંડું ચિંતન કરી શકો. આધ્યાત્‍િમકતા પણ આજે આપને સ્‍પર્શી જાય. દાંપત્‍યજીવનનો આનંદ માણી શકશો.

મીન : આજે આપને ટૂંકાગાળાના લાભની લાલચમાં ન ફસાવાની ચેતવણી આપવામાં આવે છે. આર્થિક બાબતમાં ખુબ જ સંભાળપૂર્વકનું પગલું લેવું. રોકાણકારોએ પણ મૂડી રોકાણ સાચવીને કરવું. અગત્યના કાગળો પર સહી-સિક્કા કરતા પહેલા ધ્‍યાન રાખવું. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. કોર્ટ-કચેરીના મામલામાં સંભાળીને કામ કરવું. આપના મનની એકાગ્રતા ઓછી રહેશે. સ્‍વાસ્‍થ્‍યની પણ વધુ કાળજી લેવાની સલાહ છે. સ્‍વજનો સાથે મતભેદ ટાળી સૌહાર્દ વધારજો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.