ETV Bharat / bharat

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Horoscope news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

author img

By

Published : Apr 4, 2021, 6:12 AM IST

મેષ: આજે દરેક કાર્ય આપ સારી રીતે પૂરા કરી શકશો, પરંતુ આપે જે દિશા પસંદ કરી છે તે યોગ્ય ન હોય તેવી પણ શક્યતા છે. આપ કોઇ ધર્મને લગતી શુભ પ્રવૃત્તિમાં જોડાઇ શકો. કોઇ યાત્રાધામની મુલાકાત લેવાનું થાય. સ્વભાવની ઉગ્રતાને અંકુશમાં રાખવી પડશે. આપના ઉગ્ર સ્વભાવને કારણે વ્યવસાય કે પરિવારમાં કોઇનું મન દુભાઇ શકે.

વૃષભ: આપ જે કામ હાથમાં લેશો તે સમયસર પાર ન પડતા મનમાં થોડી બેચેની આવી શકે છે. આવી સ્થિતિમાં ધીરજ રાખવી કારણ કે ઘણા કામ એવા હોય છે તેમાં સફળ થવામાં થોડી વાર લાગે. આહારમાં ધ્યાન ન રાખવાને કારણે તબિયત બગડી શકે માટે સાચવજો. કોઇ નવું કામ શરૂ કરવું હોય તો આયોજન કરી શકો છો પરંતુ અમલ કરવા માટે થોડી રાહ જુઓ. પ્રવાસમાં તમારા માલ-સામાનની કાળજી લેવી પડશે. નોકરી કે વ્યવસાયમાં કામનું અતિભારણ લેવાથી થાક અનુભવશો માટે સાચવવાની સલાહ છે. આપ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને યોગને કારણે મનની શાંતિ મેળવી શકશો.

મિથુન: આપનો આજનો દિવસ મોજશોખ અને ભોગવિલાસમાં પસાર થાય. વિજાતીય વ્‍યક્તિઓ સાથે મુલાકાત થાય. મિત્રો અને‍ પ્રિયપાત્ર સાથે મનોરંજક યાત્રાપ્રવાસ કે પર્યટન થાય. વાહનસુખ મળે નવા વસ્‍ત્રોની ખરીદી થાય તેમજ નવાં વસ્‍ત્ર પરિધાન માટેના પ્રસંગો બને. પ્રણય અને પરિણામ માટે શુભ દિવસ છે. મિષ્ટાન્‍ન સહિતનું ઉત્તમ સુરૂચિ ભોજન પ્રાપ્‍ત થાય. તંદુરસ્‍તી સારી રહે. જાહેર સન્‍માન અને ખ્‍યાતિ મળે. આજે ઉત્તમ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય.

કર્ક: આપનો આજનો દિવસ સારી રીતે પસાર થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. સુખદાયક બનાવો બને. આપ જે કોઇ કાર્ય કરો તેમાં યશની પ્રાપ્તિ થાય. આરોગ્‍ય સારું રહે તેથી ઘરમાં સુખ અને આનંદદાયક રીતે પરિવારજનો સાથે આરામથી સમય પસાર કરો. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ થાય. હાથ નીચેના માણસો અને નોકરિયાત વર્ગથી ફાયદો થશે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાતથી મન પ્રસન્‍ન રહેશે. શત્રુઓ પર વિજય મેળવી શકશો.

સિંહ: આજે આપનો દિવસ આનંદથી પસાર થાય. આજે આપ વધારે પડતા કલ્‍પનાશીલ બનશો. મૌલિક સાહિત્‍ય સર્જન કે કાવ્‍ય લખવાની પ્રેરણા થાય. પ્રિયજન સાથે રોમાંચકારી મુલાકાતનો પ્રસંગ બને અને ‍ આપને એ મુલાકાત હર્ષ‍િત કરે. સંતાનોની પ્રગતિના સમાચાર મળે. વિદ્યાર્થીઓને અભ્‍યાસ કરવા માટે ખૂબ સારો સમય છે. મિત્રવર્તુળ સાથે મિલન- મુલાકાત સંભવિત બને. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. આજે આપને હાથે કોઇ પરોપકારનું કાર્ય થાય.

કન્યા: આપનો વર્તમાન દિવસ આંશિક પ્રતિકૂળતાભર્યો રહેવાની સંભાવના જણાઈ રહી છે. આજે તનની સ્‍વસ્‍થતા રહે પરંતુ મન ચિંતાગ્રસ્‍ત રહેશે. પાણીજન્ય બીમારીઓ અને જળાશયથી સંભાળવાનું રહેશે. સ્‍ત્રી સાથે મનદુ:ખ કે અબોલા ટાળવા માટે વાણી અને વર્તનમાં પારદર્શકતા વધારજો. આપ્‍તજનો સાથે મનદુ:ખની ઘટના ટાળવી. માતાની સેવા કરવાથી ફાયદો થશે. જમીન- મિલકતના દસ્‍તાવેજો કરવામાં સાવચેતી રાખવી.

તુલા: આપનો આજનો દિવસ શુભફળદાયી હોવાનું જણાઈ રહ્યું છે. ભાઇભાંડુઓ સાથે સુમેળભર્યા સંબંધો રહે તેમજ તેમની સાથે બેસીને ઘરના પ્રશ્નોની ચર્ચા કરો. નાનકડા ધાર્મિક પ્રવાસનું સફળ આયોજન થાય. ધનલાભના યોગ છે. વિદેશથી સારા સમાચાર આવે. વહેવાર પ્રસંગે પણ બહારગામ જવાનું આયોજન થાય. નવા કાર્યોના આરંભ માટે શુભ દિવસ છે. તન અને મનનું આરોગ્‍ય જળવાશે. રોકાણકારો માટે સારો દિવસ છે. આજનો દિવસ ભાગ્‍યવૃદ્ધિનો છે.

વૃશ્ચિક: આજે આપનો દિવસ મધ્‍યમ નીવડશે. કારણ વગર ખર્ચ પર અંકુશ રાખવો. વાણી પર સંયમ રાખવાથી કુટુંબમાં કલેશ નિવારી શકશો. પરિવારના સભ્‍યો સાથે ગેરસમજ ટાળવી. અન્યથા મનદુ:ખ થશે. આજે આપને નકારાત્‍મક વિચારો સતાવશે. તેથી તેને નિવારવા. ધાર્મિક કારણસર ખર્ચ થાય. વિદ્યાર્થીઓ માટે સમય બહુ અનુકૂળ નથી

ધન: આજે એકાદ ધાર્મિક પ્રવાસનો સંકેત મળી રહ્યો છે. આજે આપ નિર્ધારિત કાર્યો પાર પાડી શકશો. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા જળવાશે. જેથી આપ સ્‍ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. પરિવારમાં મંગળ પ્રસંગો બને. સ્‍વજનો સાથેની મુલાકાત આનંદ પમાડે. દાંપત્‍યજીવન ખુશહાલ રહે. સુરૂચિપૂર્ણ ભોજન મળે. સમાજમાં આપની માન પ્રતિષ્‍ઠા વધે.

મકર: આજના દિવસે ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોમાં વધારે વ્‍યસ્‍ત હશો અને ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ પણ કરશો. આજે કોર્ટ કચેરીના કામકાજ ઉભા થાય. વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારી અવરોધો આવી શકે છે માટે દસ્તાવેજી કાર્યોમાં પારદર્શકતા વધારવી પડશે. સગાંસંબંધી સાથે તણાવ ટાળવો. શારીરિક અને માનસિક આરોગ્‍ય વધુ સાચવવું પડશે. ઓપરેશન, અકસ્‍માતથી સંભાળવું. પરિશ્રમ બાદ અપેક્ષા કરતા ઓછુ ફળ મળે તો નિરાશ ના થવું.

કુંભ: વર્તમાન સમયમાં મળનારા વિવિધ લાભોથી આપનો આનંદ દ્વિગુણિત બનશે. નવા કાર્યોના આયોજન કે કાર્યારંભ માટે શુભ સમય છે. ‍ ઉપરી અધિકારીઓ આજે આપના પર વિશેષ મહેરબાન રહે. વેપારીઓને વેપારમાં લાભ થશે. સામાજિક ક્ષેત્રે નામના મેળવો. સંતાનો સાથે સુમેળ રહેશે. આવકમાં વધારે થશે. પ્રવાસ- પર્યટનનું આયોજન થશે.

મીન: આપનો આજનો દિવસ અત્‍યંત શુભ ફળદાયી નીવડશે. આજે આપના માટે કાર્યસફળતા અને ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટ‍િના કારણે આપ અત્‍યંત પ્રસન્‍ન રહેશો. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ અને સફળતા મળે. ઉઘરાણીનાં નાણાં છૂટા થાય. પિતા તેમજ વડીલવર્ગથી લાભ થાય. આવકમાં વધારો થઈ શકે છે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. આરોગ્‍ય સારું રહેશે. સરકાર તરફથી ફાયદો થાય. માનસન્‍માન અને ઉચ્‍ચ હોદ્દો મળે. સાંસારિક જીવન આનંદમય રહે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.