ETV Bharat / bharat

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Horoscope of Capricorn Today news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

rashifal
rashifal
author img

By

Published : Apr 3, 2021, 6:34 AM IST

મેષ : આજે આપ થોડા થાકેલા રહો અને શરીરમાં તાજગીનો અભાવ વર્તાશે જેથી આવી સ્થિતિથી બચવા માટે જે ટાળી શકાય તેમ હોય તેવા કાર્યો ટાળીને આરામ કરવા પર ધ્યાન આપજો અને મન પ્રફુલ્લિત કરવા માટે તમે ફિલ્મ, ફરવાનું અથવા આપ્તજનો સાથે રહેવાનું આયોજન કરી શકો છો. સ્વભાવમાં ઉગ્રતાને અંકુશમાં રાખવી હિતાવહ છે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ અને પરિવારના લોકો સાથે વધુ ચર્ચા અને વિવાદ ટાળવો જોઇએ. કોઇ ધાર્મિક કામથી બહાર જવાનું થાય તેવી પણ શક્યતા છે.

વૃષભ : આપના પર કામનું વધારે પડતુ ભારણ રહેવાને કારણે તેમજ ખાનપાનમાં સાવચેતી ન રાખવાને કારણે સ્વાસ્થ્ય કથળે માટે પહેલું સુખ તે જાતે નર્યા અનુસાર આજે તમારે પોતાની જાત પર વધુ ધ્યાન આપવું પડશે. પૂરતા પ્રમાણમાં ઊંઘ અને આહાર લેજો. આજે પ્રવાસ ન કરો તે વધુ હિતાવહ છે કારણ કે તેમાં વિઘ્નો આવી શકે છે. સમયસર કામ પાર ન પડે તો મન પર લેવાના બદલે શાંત ચિત્તે તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવો. આધ્યાત્મિક વાંચન તેમ જ ધ્યાન અને યોગ આપને માનસિક રાહત આપશે.

મિથુન : શારીરિક માનસિક તાજગી અને પ્રફુલ્‍લતાનો અનુભવ થશે. કુટુંબીજનો તેમજ મિત્રો સાથે પ્રવાસ પાર્ટીનું આયોજન થાય. મનોરંજન માટેની તમામ સામગ્રી આજે આપને ઉપલબ્‍ઘ થશે. સુંદર વસ્‍ત્ર પરિધાન, ઉત્તમ ભોજન અને વાહન સુખ પ્રાપ્‍ત થાય. દાંપત્‍યજીવનમાં રોમાંચક નિકટતા મહેસૂસ કરશો. વિજાતીય પાત્રો તરફ વધુ આકર્ષણ અનુભવાશે.

કર્ક : વર્તમાન દિવસે આપને ખુશી અને સફળતા મળશે. પરિવારના સભ્‍યો સાથે ઘરમાં સુખશાંતિથી દિવસ પસાર થાય. નોકરિયાત વર્ગને લાભ થાય. પ્રતિસ્‍પર્ધીઓને મ્‍હાત કરી શકો. કાર્યમાં યશ મળશે. સ્‍ત્રી મિત્રો સાથેની મુલાકાત આનંદ આપશે. હાથ નીચેના માણસો અને સહકર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકશો. આરોગ્‍ય જળવાશે.

સિંહ : આજે આપ શારિરીક-માનસિક સ્વસ્થતા જાળવી શકશો. આપની સર્જનશીલતામાં વધુ નિખાર આવશે. લેખન અને સાહિત્યમાં પણ કંઇક નવી રચના કરી શકશો. આપની પ્રિયજન સાથેની મુલાકાત આનંદ આપશે. બાળકોની પ્રગતિ વિશે જાણીને પણ આનંદ થશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધી શકશે. આપ ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ વધુ રસ લેતા થશો.

કન્યા : આજે આપના માટે સમય સંપૂર્ણપણે અનુકૂળ નથી. શરીર અને મનની સ્‍વસ્‍થતા ઓછી હોય તેવું લાગ્યા કરશે. મનમાં કારણ વગરની ચિંતા અને ઉપાધિઓના વાદળો ઘેરાયેલા રહેવાની પણ સંભાવના છે. આજે તાજગી અને સ્‍ફૂર્તિ ઓછી રહેવાથી કામકાજમાં મન ઓછુ લાગે. સ્‍વજનો સાથે વર્તનન સૌમ્ય રાખવું. માતાની તબિયતની વધુ કાળજી લેવાની સલાહ છે. જમીન મકાનના દસ્‍તાવેજો સંભાળીને કરવા. સ્‍ત્રી અથવા પાણીથી સાચવવું પડશે. જાહેરમાં અપમાનિત થવાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું.

તુલા : શુભ કે ધાર્મિક પ્રસંગે યાત્રા પ્રવાસનું આયોજન થાય. ભાઇ ભાંડુઓ સાથે સુમેળભર્યા વાતાવરણમાં ઘરના પ્રશ્નોની ચર્ચા થાય. વહેવાર પ્રસંગે બહારગામ જવાનું બને. વિદેશથી સારા સમાચાર આવે. નવા કાર્યોનો પ્રારંભ આજે કરી શકો છો. ધન લાભના યોગ છે. મૂડી રોકાણ માટે અનુકૂળ દિવસ છે. તન મનનું આરોગ્‍ય જળવાશે. ભાગ્‍યવૃદ્ધિ થાય.

વૃશ્ચિક : આજે પરિવારને કલેશયુક્ત રાખવા માટે આપે જીભ પર કાબૂ રાખવો પડશે. આપનું વર્તન પણ કોઇને મનદુ:ખ પહોંચાડી શકે છે. તેથી તે બાબત ખાસ ધ્‍યાન રાખવું. આપના મન પર નકારાત્‍મક વિચારો પ્રભુત્‍વ ન જમાવે તેનો ખ્‍યાલ રાખવો. શારીરિક તંદુરસ્‍તી પણ નરમ રહેવાની શક્યતા છે. ચિત્તમાં ગ્‍લાનિનો અનુભવ થઈ શકે છે માટે ધૈર્ય રાખવું. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં મહેનત વધારવી પડશે.

ધન : આજના દિવસે આપ આપનું શારીરિક અને માનસિક આરોગ્‍ય જળવાશો. આર્થિક લાભ મેળવી શકો. કોઇ યાત્રા ધામના પ્રવાસે જવાનું થાય. સગાં સ્‍નેહીઓ અને મિત્રોના આગમનથી મન ખુશ રહે. દાંપત્‍યજીવનમાં નિકટતા અને મધુરતા રહે. માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થાય. સ્‍વાદિષ્‍ટ ભોજનના આસ્‍વાદ માણવા મળશે.

મકર : આજના દિવસે સાવધાનીથી ચાલવાની સલાહ આપવામાં આવે છે. વધુ મહેનતે ઓછી સફળતા મળે તો પણ નિરાશ થયા વગર પ્રયાસો ચાલુ રાખજો કારણ કે તેમાંથી કંઈક નવું શીખવા તો મળશે જ. પરિવારમાં સૌહાર્દ જાળવવા માટે વધુ પ્રયાસ કરવા પડે. આરોગ્‍યમાં ચડાવઉતારની શક્યતા નકારી શકાય નહીં. અકસ્‍માતથી સંભાળવું. વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારી હસ્‍તક્ષેપ વધે. કોર્ટ કચેરીના કાર્યોમાં સંભાળીને પગલાં લેવા. ધાર્મિક સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું બને, તેમજ ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ પણ થાય.

કુંભ : આજનો દિવસ આપના માટે સમગ્રતયા લાભનો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. નોકરી વ્‍યવાસયના ક્ષેત્રે આપને લાભ થાય. મિત્રો સાથેની મુલાકાત આનંદ આપે. તેમની સાથે પ્રવાસ પર્યટને જવાનું થાય. નવા કાર્યની શરૂઆત આપના માટે લાભદાયી નીવડશે. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓના લગ્‍ન ગોઠવાય. સ્‍ત્રી મિત્રોથી ફાયદો થાય. દાંપત્‍યસુખ સારું રહે.

મીન : આપનો આજનો દિવસ શુભ ફળ આપનાર નીવડશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આપને સફળતા મળે અને ઉપરી અધિકારીઓ આપના પર ખુશ રહેશે. જેના કારણે આપ અત્‍યંત પ્રસન્‍ન રહેશો. વેપારમાં આવક વૃદ્ધિ થાય અને ઉઘરાણીના નાણાં છૂટા થાય. વડીલ વર્ગ અને પિતા તરફથી ફાયદો થાય. આર્થિક ધનલાભ થાય. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. ઉચ્‍ચ હોદ્દો મળે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.