મેષઃ આપનો આજનો દિવસ મિશ્ર ફળ આપનાર હશે. આજે આપ તબિયતમાં થોડી અસ્વસ્થતા અને બેચેની અનુભવી શકો છો માટે સ્વાસ્થ્યપ્રદ ખોરાક, પુરતી ઊંઘ અને નિયમિત જીવનશૈલીના આગ્રહી બનજો. ગુસ્સાનું પ્રમાણ વધારે રહેતું હોય તો અત્યારે સંભાળજો જેથી સંબંધોમાં તણાવ ટાળી શકાય. જો કે, વ્યાપક રીતે જોવામાં આવે તો આજે આપનું વલણ ન્યાય ભરેલું રહે. નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઇ શકો. ધાર્મિક પ્રવાસનું આયોજન થઇ શકે છે. આજે આપ જે પ્રયત્નો કરો છો તે ખોટી દિશામાં થતાં હોય તેવું બને.
વૃષભઃ આજના દિવસે સાવચેતીપૂર્વક ચાલવાની આપને સલાહ આપવામાં આવે છે. આજે કોઇપણ પ્રકારના નવા કાર્યની શરૂઆત ન કરો તો વધુ સારું છે. આજે આપની તબિયતની વધુ કાળજી લેવી પડશે. ખાવાપીવામાં વિશેષ કાળજી રાખશો તો ઘણી સમસ્યાઓ આવતા પહેલાં જ નિવારી શકશો. શક્ય હોય એટલો વધુ પૌષ્ટિક આહાર લેવો. ઓફિસ કે વ્યવસાયમાં વધારે પડતા કાર્યબોજના પ્રમાણમાં પુરતી ઊંઘને મહત્વ આપવું. મુસાફરીમાં બહુ મોટો લાભ થવાની શક્યતા ઓછી હોવાથી ટાળી શકો છો. બને તેટલો સમય આધ્યાત્મિકતામાં પસાર કરવો.
મિથુનઃ આપના દિવસની શરૂઆત તાજગી અને સ્ફૂર્તિ સાથે થશે. આપ મિત્રો અને મહેમાનો સાથે ભોજન કે પિકનિકની મજા માણી શકશો. આપ નવા પરિધાન, આભૂષણો અને વાહન ખરીદો તેવી પણ શક્યતા છે. આપ ઘણો આનંદ અનુભવશો. વિજાતીય પાત્ર તરફ આકર્ષણમાં વધારો થશે. સમાજમાં આપને માન-પાન અને લોકપ્રિયતા મળશે. ધંધામાં ભાગીદારીથી ફાયદો થઇ શકે. સારું સાંસારિક સુખ માણી શકશો.
કર્કઃ આજે આપની ચિંતાઓ દૂર થશે અને આપ ખુશી અનુભવી શકશો. પરિવારજનો સાથે સમય ગાળીને આનંદ મેળવી શકશો. આપને કામમાં સફળતા અને કિર્તી મળશે. નોકરીમાં લાભ મેળવી શકશો. સાથે કામ કરતા લોકોનો સહકાર મળી શકશે. સ્વાસ્થ્ય સારું રહેશે. હરીફો આપની સામે જીતી શકશે નહીં.
સિંહઃ આપ શરીર અને મનની સ્વસ્થતા સાથે કામ કરી શકશો. આપ સર્જનાત્મક કાર્યોમાં રૂચિ કેળવશો. આપ સાહિત્ય ક્ષેત્રે કંઇક નવું લખવાની પ્રેરણા મેળવશો. પ્રેમીઓ પોતાના પ્રિયજનને મળી શકશે. આપના સંતાનો આપને સારા સમાચાર આપશે. ધર્મ અને સેવા સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ કરવામાં આપ ઘણો આનંદ અનુભવશો.
કન્યાઃ આપે થોડી મુશ્કેલ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. આપનું સ્વાસ્થ્ય થોડુ કથળે અને માનસિક અજંપો અનુભવાય. માતા સાથે આત્મીયતાપૂર્વક સંબંધો રાખવાની તેમજ તેમની જરૂરિયાતો પૂર્ણ કરવાની સલાહ છે. સંબંધીઓ સાથે ઉગ્ર દલીલો અને મતભેદો ટાળવા માટે બાંધછોડની નીતિ અપનાવવી પડશે. આપનું માન ઘવાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું અને અતિ માનની ઝંખના રાખવી નહીં. વાહન કે ઘરના ખરીદ-વેચાણ માટે હાલમાં થોડી રાહ જોવાની સલાહ છે. પાણીથી સાચવવું પડશે.
તુલાઃ નવું કામ શરૂ કરવું હોય તો દિવસ ઘણો સારો છે. આપ વધુ ભાગ્યશાળી બનો અને આર્થિક લાભ થાય તેવી પણ શક્યતા છે. કોઇ સામાજિક પ્રસંગમાં હાજરી આપવા બહાર જવાનુ થાય. આપ કોઇ ધાર્મિક સ્થાનકની મુલાકાત લઇ શકશો. વિદેશથી સારા સમાચાર મેળવી શકશો. સહોદરો સાથેનો સંબંધ વધુ સારો બનશે. આપને શારીરિક માનસિક સ્વસ્થતા અનુભવાશે.
વૃશ્ચિકઃ આપના કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે. સંબંધીઓ અને મિત્રોને મળવાનું થાય. સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. ધર્મને લગતી પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ થઇ શકે. આપ ઘરેણાં અને સુવાસિત વસ્તુઓની ખરીદી કરી શકશો. આપની વાણીથી આપ લોકોને આકર્ષી શકશો. આર્થિક ફાયદો થઇ શકે. પારિવારિક પ્રશ્નોને સારી રીતે ઉકેલી શકશો. વિદ્યાર્થીઓ ચોક્કસ સફળતા મેળવી શકશે.
ધનઃ લગ્ન અને સંતાન તેમ જ સુખ, સ્વાસ્થ્ય અને વિદ્યાભ્યાસમાં સફળતા માટે સમય ઘણો અનુકૂળ છે. દરિયાપાર વેપાર ધંધાથી લાભ થઇ શકે છે. આપ ધાર્મિક અને શુભ કાર્યો કરી શકશો. સંબંધીઓ અને મિત્રોને મળીને આપ ખુશ થશો. નાણાંકીય લાભ થઇ શકશે. જીવનસાથી સાથે મળીને આનંદની પળો માણી શકશો. સમાજમાં આપના માન-પાન વધે. આપ સારું ભોજન માણશો અને આપનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
મકરઃ આપને સ્વાસ્થ્યને લગતી ફરીયાદ રહેતી હોય તેવા જાતકોએ આજે થોડુ સાચવવું પડશે. માનસિક અજંપો ટાળવા માટે તમે પરિવાર સાથે વધુ સમય વિતાવો અથવા એકાંતમાં રહેવાનું પસંદ હોય તો તેમ કરી શકો છો. વ્યવસાયમાં સરકારની દખલગીરી ટાળવા માટે કાયદા વિરોધી કાર્યોથી દૂર રહેવું. ધર્મ અને સમાજને લગતા કાર્યો પાછળ નાણાંનો ખર્ચ થઇ શકે. ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો તરફ આપનો ઝોક વધશે. સંતાનોના કાર્યોમાં વધુ વ્યસ્ત ધ્યાન આપવાની સલાહ છે. આપે અકસ્માતથી ખાસ સાચવવુ પડે.
કુંભઃ આજનો દિવસ શુભ માંગલિક કાર્યો માટે સારો છે. અપરીણિતોના લગ્નના યોગ છે.સંતાન અને પત્ની તરફથી સારા સમાચાર મળશે. પારિવારિક અને દાંપત્યજીવનમાં આપ આનંદ અને સંતોષ મેળવી શકશો. મિત્રો અને વડીલો તેમ જ નોકરી ધંધામાં ઘણાં લાભ મેળવી શકશો. આપની આવકમાં વધારો થશે.
મીનઃ આપનું દરેક કામ સરળતા અને સફળતાથી પાર પડશે. વ્યવસાયમાં પદોન્નતિ કે વૃદ્ધિ થઇ શકે. વેપારમાં આપના નાણાં છૂટા થશે. પિતા તેમ જ વડીલો તરફથી ફાયદો થઇ શકે. આપ આર્થિક અને પારિવારિક સુખ મેળવી શકશો. આપ સરકારી બાબતોમાં પણ લાભ મેળવી શકશો. સમાજમાં પ્રતિષ્ઠા વધશે અને પરિવારમાં સુખ શાંતિ જળવાશે.