મેષ:આજે આપ સાંસારિક બાબતો ભૂલીને આધ્યાત્મિકતા પ્રવૃત્તિઓમાં ગુંથાયેલા રહેશો, ગૂઢ રહસ્યમય વિદ્યાઓ અને ઉંડી ચિંતનશક્તિ આપના માનસિક ભારને હળવો કરશે. આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે સારો યોગ છે. બોલવા પર સંયમ રાખવાથી કોઈ અનર્થ નહીં સર્જાય. હિતશત્રુઓ હાનિ કરી શકે છે માટે સતર્ક રહેવું. નવા કાર્યની શરૂઆત ન કરવી. આજથી સૂર્ય વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. એક મહિના સુધી મેષ રાશિના જાતકોને ખર્ચ વધશે. મુસાફરીના યોગ વધશે. તમારા પદ અને સન્માનમાં વધારો થશે. જોકે, આ સમય દરમિયાન તમારે કોઇપણ કામમાં ઉતાવળ ટાળવી જોઇએ. ઉપાય- ગોળનું દાન કરો.
વૃષભ:આપ ગૃહસ્થજીવન અને દાંપત્યજીવનમાં સુખશાંતિનો અનુભવ કરશો. પરિવારના સભ્યો અને નિકટના દોસ્તો સાથે ઉત્તમ ભોજન લેવાનો અવસર મળે. એકાદ નાનકડા પ્રવાસનું આયોજન પણ થવાની શક્યતા છે. તંદુરસ્તી સારી રહે. ધનલાભ થાય. દૂર વસતા સ્નેહીજનોના સમાચાર આપને ખુશ કરશે. ભાગીદારીમાં લાભ તેમજ જાહેર જીવનમાં આપને માન મોભો મળશે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં આવતા વૃષભ રાશિના જાતકોને જીવનસાથીનો સહયોગ મળશે. જોકે, બાળકોના સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી લેવી પડશે. વેપારીઓને પાર્ટનરશીપના કામમાં પોતાની વાણી પર નિયંત્રણ રાખવાની સલાહ છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિશેષ લાભ મળી શકે છે. ઉપાય- ઓમ ઘૃણી સૂર્યાય નમ:ની 1 માળા કરો. ઘઉંનું દાન કરો.
મિથુન:આજે આપના અધુરાં કાર્યો પૂરા થશે, તેમજ કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આપના મનને પ્રસન્ન રાખશે. તંદુરસ્તી જળવાશે. આર્થિક લાભ થાય. નોકરીમાં વધારે રહે જેના પર લગામ રાખવી જરૂરી છે, નહીં તો મન દુ:ખના પ્રસંગો બનવાની શક્યતા છે. સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. તમે કોઇ નવું મકાન અથવા વાહન ખરીદવાની યોજના બનાવી શકો છો. તમારા અટકેલા કાર્યો પાર પડશે. ઉપાય- દરરોજ સવારે ભગવાન સૂર્યને અર્ઘ્ય આપો.
કર્ક:દિવસનો પ્રારંભ ચિંતા અને ઉદ્વેગ સાથે થશે પરંતુ કેટલાક કાર્યો પાર પડવાથી અને આપ્તજનો સાથે સમય વિતાવાવથી તમે થોડી વાર પછી માનસિક શાંતિ અને સંતોષ અનુભવશો. આરોગ્યની થોડી કાળજી લેવાની સલાહ છે. નવું કાર્ય શરૂ કરવા માટે હાલમાં ઉતાવળ કરવા જેવી નથી. આકસ્મિક ધનખર્ચની તૈયારી રાકવી. પ્રેમીજનોએ સંબંધોમાં સુલેહ જાળવવા માટે બાંધછોડની નીતિ અપનાવવી પડશે. યાત્રા પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળજો. સૂર્યના વૃશ્ચિક રાશિમાં ભ્રમણ દરમિયાન કર્ક રાશિના જાતકોને પોતાની વાણી પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ પુરવાર થશે. આ સમય તમને થોડી માનસિક ચિંતા આપી શકે છે. ઉપાય- દરરોજ માતા-પિતાના ચરણ સ્પર્શ કર્યા પછી કામની શરૂઆત કરો.
સિંહ:તન અને મનની સ્વસ્થતા ઓછી રહેવાથી કામકાજમાં તમારે એકાગ્રતા વધારવી પડશે. પરિવારજનો સાથે કોઈપણ બાબતે ચર્ચા કરવામાં હઠાગ્રહ છોડવાની સલાહ છે. માતા સાથે આત્મીયતા વધારવાની સલાહ છે. જમીન, મકાન વાહનની ખરીદી કે તેના દસ્તાવેજ કરવા માટે અનુકૂળ સમય નથી. નકારાત્મક વિચારો મનમાંથી દૂર કાઢીને ખુશ રહેવાનો પ્રયાસ કરવો. જળાશય નજીક જવાનું ટાળજો. પાણીજન્ય બીમારીથી પણ બચવાની સલાહ છે. નોકરીમાં સ્ત્રીવર્ગથી સંભાળવું. વૃશ્ચિક રાશિમાં સૂર્યના ભ્રમણના કારણે સિંહ રાશિના જાતકોને ધન ખર્ચ પર અંકુશ રાખવો પડશે. વેપારી વર્ગને પોતાના વેપારમાં આ સમય દરમિયાન ફાયદો થઇ શકે છે. ધાર્મિક કાર્યોમાં મન વધુ પરોવાશે. તમારે આ સમય દરમિયાન પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. ઉપાય- ઘઉં અને લાલ વસ્ત્રનું દાન કરવું.
કન્યા:આજે કોઇપણ અવિચારી પગલું ભરવાથી અટકજો. જો કે કાર્યમાં સફળતા તો તમને મળશે જ. હરીફોને પણ તમે હંફાવી શકશો. ભાઇભાંડુઓ અને પાડોશીઓ સાથેના સંબંધો ખૂબ સારા રહે. આર્થિક લાભ પણ થશે. પ્રિયતમાનો સંગાથ મળશે. જાહેર માન સન્માન મળશે. ચિત્તમાં પ્રસન્નતા રહેશે. સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર કન્યા રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ વધારશે. જોકે, સ્વાસ્થ્ય બાબતે તમારે થોડો ચિંતાજનક તબક્કો રહેશે. આ સમયમાં ખાસ કરીને ગળામાં પીડાની સમસ્યાનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. ઉપાય- સવારે સૂર્યના દર્શન કરીને ગાયત્રી મંત્રની એક માળાનો જાપ કરવો.
તુલા:આપની માનસિક હાલત આજે થોડી અસમંજસપૂર્ણ હોવાથી આપે કોઇ મહત્ત્વના નિર્ણય ન લેવા જોઇએ. આજે કોઈ નવું કાર્ય શરૂ ન કરવું જોઇએ. કુટુંબીજનો સાથે વિવાદ ટાળવા માંગતા હોવ તો વાણી પર સંયમ રાખજો. આપે જીદ છોડીને થોડું જતું કરવું પડશે. નાણાંકીય ફાયદો થઇ શકે. તબિયત સાચવવી પડશે. સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર તુલા રાશિના જાતકો માટે મધ્યમ ફળદાયી રહેશે. આ સમય દરમિયાન તમારે વાણી પર નિયંત્રણ રાખવું પડશે. પરિવારજનો સાથે વારંવાર વિવાદ થઇ શકે છે. જોકે, આવક વધારવા માટે તમે કરેલા પ્રયાસોમાં સારી સફળતા મળી શકે છે. ઉપાય- ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવું અને દરરોજ ભગવાન શિવજીને જળનો અભિષેક કરવો.
વૃશ્ચિક:આજનો દિવસ આપના માટે ઘણો સારો છે. આપનું શરીર અને મન પ્રફુલ્લિત રહેશે. પરિવારજનો સાથે સુખની પળો માણી શકશો. મિત્રો અને સ્નેહીજનો પાસેથી ભેટ સોગાદ મેળવી શકશો. પ્રિયજનને મળીને આનંદ માણી શકશો. શુભ પ્રસંગમાં હાજરી આપવાનું થાય. આર્થિક ફાયદો કે પ્રવાસ થવાની પણ શક્યતા છે. લગ્નજીવનમાં પણ આનંદ મેળવી શકશો. સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ થઇ રહ્યું હોવાથી વૃશ્ચિક રાશિના જાતકોમાં આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ દૂર થશે. આ સમયમાં ધર્મ, જાપ, તપ, વ્રત અને દાન કરવા માટે ઉત્તમ તબક્કો છે. આ સમય દરમિયાન યાત્રાના યોગ બની રહ્યાં છે પરંતુ તેમાં સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે. ઉપાય- પ્રજ્ઞાચક્ષુ લોકોની સેવા કરો. ભગવાન સૂર્યના નિમિત્તે ગોળ અેન ફળનું દાન કરો.
ધન:આજનો દિવસ આપના માટે થોડો કષ્ટદાયક રહેશે. ખાસ કરીને આરોગ્ય સાચવવું. કુટુંબના સભ્યો સાથે વધુ સમય વિતાવવો અને તેમની જરૂરિયાતો તેમજ લાગણીઓને સમજવાનો વધુ પ્રયાસ કરવો. તેમને જેટલો વધુ આદર આપશો એટલા સંબંધોમાં ઘનિષ્ઠતાનો અહેસાસ કરશો. ક્રોધથી દૂર રહીને દરેક સાથે હળવાશનો મૂડ રાખવો. અકસ્માતથી સંભાળવું. કોર્ટકચેરીના પ્રશ્નોમાં સાવધાની રાખવી. વધુ પડતો નાણાં ખર્ચ થતાં હાથ ભીડમાં રહે. સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ ધન રાશિના જાતકો માટે સામાન્ય રહેશે. જોકે, આ સમય દરમિયાન વિદેશ સંબંધિત વેપારમાં સારી વૃદ્ધિ થશે. તમારે તણાવ અને બિનજરૂરી ખર્ચ પર અંકુશ લાવવો પડશે. સ્વાસ્થ્ય બાબતે કોઇપણ બેદરકારી નુકસાન કરી શકે છે. ઉપાય – આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો.
મકર:સામાજિક ક્ષેત્રે નોકરી ધંધામાં અને અન્ય ક્ષેત્રોમાં આજનો દિવસ લાભદાયી રહેશે. મિત્રો, સગાં સંબંધીઓ સાથે મળવાનું અને બહાર જવાનું થાય. માંગલિક પ્રસંગોમાં હાજરી આપવાનું બને. સ્ત્રી મિત્રો તથા પત્ની અને પુત્રથી લાભ થશે. લગ્નોત્સુક યુવક યુવતીઓના લગ્નનો પ્રશ્ન નજીવા પ્રયત્નોથી ઉકલી જશે. પ્રવાસ પર્યટનનું આયોજન થશે. મકર રાશિના જાતકો માટે સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર ખર્ચ પર અંકુશ લાવવાનો સંકેત આપે છે. આ સમય દરમિયાન તમારા મિત્રોનું નેટવર્ક વધી શકે છે. સમાજમાં તમને વિશેષ સન્માન મળી શકે છે. ઉપાય- લાલ આસન પર બેસીને સૂર્યાષ્ટકનો પાઠ કરવો.
કુંભ:આપના દરેક કાર્યો વિના અવરોધે પાર પડશે, જેથી આપ ખુશ રહેશો. નોકરી- વ્યવસાયના સ્થળે પરિસ્થિતિ સાનુકૂળ રહેશે અને કાર્યમાં સફળતા મળશે. વડીલો અને ઉપરી અધિકારીઓનો કૃપાદૃષ્ટિ રહેવાના કારણે આપ માનસિક રીતે કોઇપણ પ્રકારના બોજથી મુક્ત હશો. ગૃહસ્થજીવનમાં આનંદ રહેશે. ધનપ્રાપ્તિ અને બઢતીના યોગ છે. સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર કુંભ રાશિના જાતકો માટે શુભ રહે તેવી શક્યતા છે. આ દરમિયાન તમારે થોડી મહેનત વધારવી પડશે. કાર્યક્ષેત્ર અથવા નોકરીમાં પરિવર્તનની શક્યતા છે. પિતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડશે. ઉપાય- ગાયત્રી ચાલિસાનો પાઠ કરો અને દરરોજ માતા-પિતાના આશીર્વાદ લો.
મીન:નકારાત્મક વિચારો મન પર હાવિ ન થઇ જાય તેનો ખ્યાલ રાખવાની સલાહ છે. માનસિક અસ્વસ્થતાથી બચવા માટે આજે મેડિટેશન અને યોગનો સહારો લઈ શકો છો. આરોગ્ય અંગે ફરિયાદ હોય તો માત્ર તમારી જીવનશૈલી અને ભોજનની આદતોમાં નજીવા ફેરફાર કરીને સ્વસ્થ થઈ શકશો. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ મહત્ત્વના કામકાજ પર ચર્ચા કરવાનું ટાળજો. સંતાનોની બાબતોમાં આપે વધુ ધ્યાન આપવું પડશે. પ્રતિસ્પર્ધીઓ તેમની ચાલમાં સફળ ના થાય તે માટે સતર્ક રહેવાની સલાહ છે. મહત્ત્વના નિર્ણય આજે ન લેવાની સલાહ છે. સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ મીન રાશિના જાતકો માટે કેટલીક પરેશાનીઓ ઉભી કરી શકે છે. આ સમય દરમિયાન તમારે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી પડશે. પરિવારમાં કલેશથી બચવાનો પ્રયાસ કરવો. જોકે, ધાર્મિક કાર્યોથી આપને લાભ થશે અને મહેનતનું યોગ્ય ફળ મળવાની પણ આશા રાખી શકો છો. ઉપાય- ભગવાન સૂર્યના મંત્રનો સતત જાપ કરવો.