મેષ: આજનો દિવસ શાંતિ અને ધીરજથી પસાર કરવાની સલાહ છે. શરદી, કફ, તાવના કારણે આરોગ્ય બગડી શકે છે માટે સાચવજો. સ્વજનો સાથે ઓછો સમય ફાળવી શકશો માટે મનોમન થોડી નિરાશા અથવા તેમના સંબંધિત કોઈ ચિંતા રહેવાની શક્યતા છે. બીજાની બાબતોમાં વધુ રસ લેવાના બદલે પોતાનું પલ્લું ઠીક રહે તેના પર ધ્યાન આપવું. માનસિક અસ્વસ્થતા દૂર કરવા માટે મેડિટેશન કરી શકો છો. ધાર્મિક અને સાંસારિક કાર્યો પાછળ વધારે ધન ખર્ચ થશે. આજે ખોટી જગ્યાએ મૂડીરોકાણ ન થાય તેનું ધ્યાન રાખવું. સૂર્યનું મીન રાશિમાં ભ્રમણ થવાથી આપની વિદેશ યાત્રાની સંભાવનાઓ પ્રબળ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે વિદેશ જવાની તકો પ્રાપ્ત થઇ શકે છે. તમારા ખર્ચને અંકુશમાં રાખવાની જરૂર પડશે અન્યથા આર્થિક સંકટની સ્થિતિ આવી શકે છે. પ્રણય જીવનમાં સંતુલન રાખવું પડશે. ઉપાય- સૂર્ય દેવના મંત્રનો જાપ કરવો.
વૃષભ: પરિવારમાં સુખશાંતિ જળવાશે. કુટુંબ અને મિત્રો સાથે આનંદની પળો માણશો, આપની આવક અને વેપાર ધંધામાં વૃદ્ધિ થશે. રમણીય સ્થળે પર્યટનનું આયોજન થાય. સ્ત્રી વર્ગ તરફથી લાભ અને આદર મળે. વેપારક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણોથી લાભ થાય. પુત્ર અને પત્નીથી આનંદદાયક સમાચાર મળે. શ્રેષ્ઠ દાંપત્યસુખની અનુભૂતિ થાય. મીન સંક્રાંતિના એક મહિના સુધી તમારી આવકમાં વધારો થઇ શકે છે જેથી તમારી ખુશીઓમાં પણ વૃદ્ધિ થશે. કેટલાક અટકેલા કાર્યો હવે પૂરાં થાય અને તમે ઘર માટે કોઇ નવી ખરીદી કરી શકો છો. નોકરિયાત લોકો તેમના સિનિયર્સ તરફથી પૂરતો સહકાર મેળવી શકશે જેથી તમારી સ્થિતિ વધુ મજબૂત રહેશે. સરકારી નોકરી મળવાની સંભાવના વધશે. ઉપાય- દરરોજ પિતાજીના ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા.
મિથુન: આજે આપનું દરેક કાર્ય સરળતાથી પાર પડશે. ઘર ઓફિસ તેમજ સામાજિક ક્ષેત્રે અનુકૂળ વાતાવરણ સર્જાતા પ્રસન્નતા અનુભવશો. માન સન્માનમાં વૃદ્ધિ થાય. ઉપરી અધિકારીઓના સહકારભર્યા વલણને કારણે આપની પ્રગતિનો માર્ગ મોકળો થશે. ગૃહસ્થજીવનમાં આનંદ છવાશે, અને ઉત્તમ સાંસારિક સુખ મેળવી શકશો. સરકારી કાર્યોમાં આવતા અવરોધો દૂર થઇ જશે અને માર્ગ આસાન બનશે. સૂર્યનું મીન રાશિમાં ભ્રમણ તમારા માટે કાર્ય ક્ષેત્રમાં ખૂબ જ અનુકૂળ પુરવાર થશે. નોકરીમાં પ્રમોશનની પ્રબળ સંભાવના છે. જો તમે કોઇ કામ હાથમાં લેશો તો, તે કામ યોગ્ય સમયે પાર પાડી શકશો અને તેના કારણે પ્રશંસા પામશો. તમને પોતાના કાર્ય બદલ પુરસ્કૃત કરવામાં આવે તેવી સંભાવના છે. તમારા મિત્રો તમારા બિઝનેસમાં અને કામમાં ઘણી મદદ કરશે. ઉપાય – કંકુવાળા પાણીથી સૂર્યને અર્ઘ્ય આપવું.
કર્ક: તન મનની સુખાકારી સાથે ભાગ્યવૃદ્ધિનો એકાદો પ્રસંગ આપની પ્રસન્નતામાં વધારો કરશે. વિદેશથી શુભ સમાચાર મળે. ધાર્મિક કાર્ય, દેવદર્શન અને યાત્રાધામની મુલાકાતથી આનંદ થશે. કુટુંબીજનો સાથે સારી રીતે સમય પસાર કરશો, વિદેશગમન કરવા ઇચ્છતા લોકોને સફળતા મળશે. આકસ્િમક ધનલાભની શક્યતા સાથે નોકરિયાતોને પણ લાભ થવાની સંભાવના જણાઈ રહી છે. મીન રાશિમાં સૂર્યનો પ્રવેશ થવાતી આવનારા એક મહિના સુધી તમને ભાગ્યનો સાથ મળે અને તમારા અટકેલા કાર્યો હવે પૂરાં થવા લાગશે. જોકે, તમારે પિતાના સ્વાસ્થ્યની ઘણી કાળજી લેવી પડશે કારણ તે તેમની તંદુરસ્તી ઝડપથી ઘટી શકે છે. લાંબા અંતરની મુસાફરીના યોગ બનશે. પૈતૃક વ્યવસાયમાં સફળતાના યોગ જણાઇ રહ્યાં છે. ઉચ્ચ અભ્યાસ માટે સારા યોગ બનશે. ઉપાય – ભગવાન સૂર્યની કૃપા મેળવવા માટે સૂર્યાષ્ટકનો પાઠ કરવો.
સિંહ: આપને તબિયતની બાબતમાં વિશેષ કાળજી લેવાની ચેતવણી આપવામાં આવે છે. માંદગીના કારણે દવાખાનામાં ખર્ચ કરવો પડે. આજે વર્તન અને કાર્યશૈલીમાં શાંતિ તેમજ ધીરજ રાખવી જેથી તમારું કામ બગડે નહીં અને વાણીની કુટતાના કારણે કારણે કોઈની સાથે સંબંધો પણ બગડે નહીં. બહારનું ખાવાપીવાથી તબિયત બગડે. આપના મન પર નકારાત્મક વિચારો દૂર કરીને મન પ્રફુલ્લિત થાય તેવા પ્રયાસો વધારવા. આ સમયે આધ્યાત્મિકતાનો સહારો મનને હળવાશ આપશે. મીનમાં સૂર્યની સંક્રાંતિના એક મહિના દરમિયાન તમારે સ્વાસ્થ્યની ઘણી કાળજી લેવી પડશે. પેટમાં બળતરા, હાથ-પગમાં મચકોડ, તાવની શક્યતા રહેશે. રોકાણ માટે અત્યારે અનુકૂળ સમય નથી. વિવાહિતોને સાસરી પક્ષ સાથે કોઇ વાતે વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવું પડશે. ધાર્મિક કાર્યોમાં તમે વધુ ભાગ લેશો. વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો. ઉપાય – દરરોજ સૂર્ય નમસ્કાર કરવા.
કન્યા: સામાજિક અને જાહેરક્ષેત્રે લાભ સાથે ખ્યાતિ મેળવશો. સ્ત્રી વર્ગથી વિશેષ લાભ થશે. દાંપત્યજીવનમાં પરમસુખની પળોનો અનુભવ થશે. નવા વસ્ત્રાલંકારની ખરીદી કરો તથા પહેરવાનો પ્રસંગ આવે. વિજાતીય પાત્રો સાથે ઓળખાણ થાય, મૈત્રી બંધાય. ભાગીદારી માટે અનુકૂળ સમય હોવાનું જણાઈ રહ્યું છે. પ્રવાસ- પર્યટનની શક્યતા રહે. સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ થવાથી તમને બિઝનેસમાં સારો લાભ થઇ શકે છે. વિદેશ વેપાર સંબંધિત કાર્યોમાં સફળતાના યોગ છે. કેટલાક નવા સંપર્કો સ્થાપિત થશે અને તેનાથી ફાયદો થાય. ગૃહસ્થ જીવન માટે આ સમય ચડાવઉતારનો જણાઇ રહ્યો છે. જીવનસાથી જોડે કોઇ બાબતે વિવાદ થઇ શકે છે. ઉપાય – રવિવારે ભગવાન સૂર્યને મીઠાઇ અથવા કોઇપણ ગળી વસ્તુનો ભોગ ધરાવવો.
તુલા: આજે નોકરિયાત વર્ગ માટે ખૂબ લાભકારી દિવસ છે. નોકરિયાત વર્ગને તેમના કામમાં યશ અને સફળતા મળે. કુટુંબનું વાતાવરણ સુમળભર્યું રહે. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળે. ઓફિસમાં સહકર્મારીઓનો સકાર મળે. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારું રહે. મનની પ્રસન્નતા પણ જળવાશે. સૂર્યના મીન રાશિમાં ભ્રમણના કારણે તમે વિરોધીઓ સામે વિજય પ્રાપ્ત કરી શકશો. તમારા આત્મસન્માનમાં વધારો થવાના સુંદર યોગ છે. ખર્ચમાં વૃદ્ધિ થશે. સરકારી ક્ષેત્રથી તમને ફાયદો થઇ શકે છે. જો કોર્ટમાં કોઇ કેસ ચાલતો હોય તો તમારી તરફેણમાં ચુકાદો આવી શકે છે. સરકાર અને પ્રશાસનનો સારો સહયોગ મળે. નવા લોકો સાથે સંપર્કો વધશે. ઉપાય – આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો.
વૃશ્ચિક: આરોગ્ય અંગે થોડી ફરિયાદો રહેશે માટે ખાવાપીવા પર ધ્યાન આપશો તો વાંધો નહીં આવે. સંતાનોની સમસ્યા આપને વ્યસ્ત રાખી શકે છે. શેર સટ્ટામાં ન પડવાની ખાસ આગ્રહભરી સલાહ છે. યાત્રા પ્રવાસ શક્ય હોય તો નિવારવો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. આર્થિક આયોજનો સફળતાપૂર્વક પાર પાડી શકશો. સૂર્યના મીન રાશિમાં ભ્રમણના કારણે સંતાન પક્ષ તરફથી તમને કોઇ પીડા થઇ શકે છે. તેમની ચિંતામાં સમય વિતશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. તમારી આવકમાં વધારો થશે અને આર્થિક સ્થિતિ સુધરશે. જો તમે કોઇ નવી તક શોધી રહ્યાં હોવ તો, તમને સફળતા મળી શકે છે. ઉપાય- ભગવાન સૂર્યને તાંબાના લોટામાં પાણીથી અર્ઘ્ય આપવું.
ધન: તન- મનમાં તાજગી સ્ફૂર્તિનું સ્તર અગાઉની તુલનાએ ઓછુ રહેશે. મનમાં કારણ વગરના વિચારો અને ચિંતા ના પ્રવેશે તેનું ધ્યાન રાખવું. પારિવારિક વાતાવરણ સૌહાર્દપૂર્ણ રાખવા માટે તમારે વધુ પ્રયાસો કરવા પડશે. માતા સાથે અત્યારે તમારે વધુ સૌમ્ય વર્તન કરવું પડશે અને શક્ય હોય ત્યાં સુધી તેમની દરેક જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. ખોટા કાર્યોથી દૂર રહેવું. વધુ ઊંઘ લેવી અને સમયસર ભોજન લેવું. અગત્યના દસ્તાવેજો ન કરવા સલાહ આપવામાં આવે છે. સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ થવાથી તમારું ધ્યાન પરિવારની જવાબદારી તરફ વધશે. ઘરના ઇન્ટિરિઅરમાં પરિવર્તન અંગે પણ તમે વિચારશો. જમીન- મિલકતને લગતા પ્રશ્નોમાં તમને સફળતા મળી શકે છે. કોઇ પોપર્ટી ખરીદવામાં પણ સફળતા મળે. ભાગ્ય ઘણું બળવાન રહેશે. કામમાં સફળતા મળે અને સુખ પ્રાપ્તિ પણ થાય. ઉપાય – રવિવારે ગાયત્રી મંત્રનો પાઠ કરવો.
મકર: રોજિંદા કાર્યોમાં અનુકૂળ પરિસ્થિતિ સર્જાતાં હળવાશનો અનુભવ કરશો. ગૃહસ્થજીવનના પ્રશ્નો હલ થતાં જણાય. સંપત્તિને લગતા કામકાજોનો ઉકેલ મળશે. વેપાર ધંધામાં આર્થિક લાભ થાય. ભાઇબહેનોનો સહકાર મળશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય હોવાનું જણાઈ રહ્યું છે. પ્રિયજનની મુલાકાત થાય. હરીફો સામે સફળતા મળશે. નવા કાર્યની શરૂઆત માટે અનુકૂળ દિવસ છે. સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ થવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. નવા લોકો સાથે તમારો સંપર્ક થશે. સમાજમાં તમારું સન્માન વધશે. મિત્રો તરફથી સહકાર મળે જેથી કામકાજમાં સફળતા મળે. બિઝનેસમાં તમે નવા રિસ્ક લઇ શકશો. જોકે, આ સમયમાં સંતાન સંબધિત કોઇ ચિંતા પરેશાન કરી શકે છે. ઉપાય – રવિવારના દિવસે ઘઉંનું દાન કરવું.
કુંભ: વાણી પર સંયમ રાખશો તો આજે ઘણી બધી સમસ્યાઓમાંથી ઉગરી જશો. વાદવિવાદમાં ઉંડા ન ઉતરવું. બિનજરૂરી ખર્ચ પર અંકુશ રાખવો. કાર્યમાં સફળતા માટે મહેનત વધારવી પડે. અસંતોષની લાગણીથી દૂર રહીને માત્ર કર્મના સિદ્ધાંત પર ધ્યાન આપવું. આરોગ્ય સાચવવાની સલાહ છે. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં બીજાની મદદ લેવી પડશે. ધંધાકીય ખર્ચની શક્યતા રહે. સૂર્યની મીન રાશિમાં સંક્રાંતિના કારણે આપના ખર્ચમાં વધારો થાય. આ સમયમાં તમને બીમારી થવાની શક્યતા પણ રહે માટે આવનારા એક મહિનામાં તમારે સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી જરૂરી છે. જો કોઇપણ બેદરકારી રાખશો તો તમને નુકસાન થશે. શત્રુઓ તમારા પર પ્રભાવી થવાનો પ્રયાસ કરશે. વિદેશ સંબંધિત વેપારમાં જોડાયેલા હોવ તો, તમારે ઘણું વધારે ધ્યાન આપવું પડશે. ઉપાય – દરરોજ સૂર્યના મંત્રની એક માળાનો જાપ જરૂર કરવો.
મીન: આજે આપ આનંદ ઉત્સાહ અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. નવા કામની શરૂઆત લાભદાયી નીવડશે. મિત્રો સ્વજનોના સંગાથમાં સુંદર ભોજનનો આનંદ ઉઠાવવાનો અવસર પ્રાપ્ત થાય. પ્રવાસયાત્રાનો યોગ છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. ધારેલા કાર્યો સફળ થાય. દાંપત્યજીવનમાં સુખ અનુભવાય. પરિવારમાં શાંતિનો માહોલ જળવાશે. સૂર્ય એક મહિના સુધી તમારી જ રાશિમાંથી ભ્રમણ કરશે. આ સમયમાં તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય પરંતુ તમે થોડા અહંકારી થઇ શકો છો. ખોટા અહંકારથી તમારું કામ બગડી શકે છે. બિઝનેસમાં પણ આ સમયમાં ચડાવઉતારની શક્યતા છે માટે સાવધાની રાખવી. જીવનસાથી અને બિઝનેસ પાર્ટનર સાથે વાતચીતમાં તમારે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. ઉપાય – સૂર્ય નમસ્કાર કરવાથી આપને ફાયદો થશે.