ETV Bharat / bharat

Weekly Horoscope : જાણો સાપ્તાહિક રાશિફળ, કેવું રહેશે આપનું સપ્તાહ - Weekly Horoscope for 16 to 22 July

Weekly Horoscope for 16 to 22 July કેવું રહેશે આપનું અઠવાડિયું અભ્યાસ, પ્રેમ, લગ્નજીવન તેમજ વેપાર જેવા ક્ષેત્રોમાં કેવી રહેશે ગ્રહદશા. શું વૈવાહિક જીવનમાં મળશે રાહત. અભ્યાસમાં બાળકોનું મન નથી લાગી રહ્યું? શું આવનારા સમયમાં વિદેશ યાત્રાના યોગ છે. જાણો જીવનસાથી સાથે કેવું રહેશે આગામી સપ્તાહ.

Etv BharatWeekly Horoscope
Etv BharatWeekly Horoscope
author img

By

Published : Jul 16, 2023, 4:32 AM IST

મેષ: શરૂઆતના ચરણમાં તમે મિત્રો, પરિવારજનો સાથે આનંદ માણો, પિકનિક પર જાઓ અથવા કોઈ સામાજિક કાર્યમાં ભાગ લો જેના કારણે મન પ્રફુલ્લિત થઈ જશે. કેટલીક જૂની યાદો તાજી થવાથી તમને મનોમન કંઈક અલગ જ અહેસાસ થશે. તમારી આવક પણ વધશે અને તમારી હિંમત પણ વધશે, જેથી તમે પડકારોનો સામનો કરીને આગળ વધશો અને આ એક વિજેતાની ઓળખ છે. તમે દરેક ક્ષેત્રે પ્રગતિ કરશો. તમારા આરોગ્યમાં સુધારો થશે. જૂની સમસ્યાઓથી મોટા પ્રમાણમાં છૂટકારો મળશે. નોકરી કરવામાં પરિસ્થિતિ વધુ સારી રહેશે, પરંતુ કોઈની સાથે ઝઘડો કરવાનું ટાળવું અને કોઈ વિજાતીય સહકર્મીઓ સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવો નહીં. વ્યવસાયમાં સારી સફળતા મળવાના યોગ બની રહ્યા છે. તમારા પ્રયત્નો સફળ થશે અને તમારા માટે કેટલાક નવા લાભોના દરવાજા ખુલ્લા કરશે. પરણિત લોકો તેમના પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને અવગણવાનો પ્રયત્ન કરશે અને આગળ વધશે. તમારી વચ્ચે કોઈપણ ગેરસમજ હોય તો સ્પષ્ટ ચર્ચા કરીને તેનો ઉકેલ લાવી શકશો. પ્રેમ જીવનમાં, રોમાંસ સાથે મીઠા ઝઘડાની સ્થિતિ રહેશે. કોઈ ખાસ વ્યક્તિ તરફ તમે આકર્ષિત થાઓ તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત સાથે આગળ વધવાનું છે અન્યથા તેમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વૃષભ: સપ્તાહની શરૂઆતથી તમે પ્રોફેશનલ જીવનમાં વધુ સક્રીય રહેશો અને તમારા સફળતામાં તે દેખાઈ આવશે. કાર્યક્ષેત્રમાં જબરદસ્ત સફળતા મળવાથી તમે ચારેબાજુથી પ્રશંસા મેળવશો. ઓટોમોબાઈલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વધુ ફાયદો થશે. વ્યવસાય કરતા લોકો પણ તેમના કામને આગળ વધારવા માટે કેટલાક નવા રસ્તાઓ અજમાવશે, જેનાથી તેમને સારો નફો મળશે. તમે તમારી નવી ઓફિસ બનાવી શકો છો. આ ધંધામાં નફો મેળવવાનો સમય આવી ગયો છે. તમારી યોજનાઓ સફળ થશે. પૈસાના રોકાણથી પણ સારો ફાયદો થશે અને ધંધામાં નફો વધશે. જો તમે નોકરિયાત છો, તો તમે તમારા કામની મજા માણી શકશો અને તમે તમારા કાર્યને સંપૂર્ણ પ્રામાણિકતા અને કાર્યક્ષમતા સાથે પૂર્ણ કરશો, જેથી તમારું કાર્ય સમય કરતાં પહેલાં અને સારી રીતે પૂર્ણ થશે. વિવાહિત લોકો તેમના ગૃહસ્થ જીવનમાં ખુશ અને રોમેન્ટિક રહેશે. નવી પ્રોપર્ટી ખરીદવામાં તમને સફળતા મળશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકોની વાત કરીએ તો તમે તમારા પ્રિયની વધુ નજીક આવી શકશો અને તેમની સાથે સારો સંબંધ જળવાઈ રહેશે. તમે એકબીજા સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરશો, જેનાથી તમારા સંબંધો વધુ સારા બનશે. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ઘણું સારું રહેશે. તમારી મહેનત સફળ થશે અને તમને અભ્યાસ કરવાનો આનંદ પ્રાપ્ત થશે. મુસાફરી કરવાના હેતુથી આ અઠવાડિયું સારું રહેશે. અસંતુલિત આહાર તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે તેથી આહારનું ધ્યાન રાખવું.

મિથુન: વેપાર કરતા લોકોને પણ બજારમાંથી સારું વળતર મળતું જોવા મળશે. તમને નિષ્ણાતો સાથે કામ કરવાની તક મળશે અને તેમની સલાહ તમારા માટે ઘણી મદદરૂપ થશે. નોકરી માટે આ સમય સાનુકૂળ રહેશે. તમે તમારા અનુભવ અને કૌશલ્યનો ભરપૂર લાભ ઉઠાવીને કામનો મહત્તમ લાભ લેશો. માનસિક તણાવને દૂર કરવાનો પ્રયાસ કરવો. મનોમંથન અને ધીરજથી તમારા કાર્યો પાર પડશે. પરણિત લોકોને ગૃહસ્થ જીવનમાં નીકટતા પ્રાપ્ત થશે. એકબીજાની સમજણમાં વધારો થશે અને તમે તમારા ઘરને વધુ સારું બનાવી શકશો. તમે જીવનસાથી જોડે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવી શકશો. તમારા જીવનસાથી પણ તમારા સમર્થનમાં ઉભા જોવા મળશે અને તમને આગળ વધવાની પ્રેરણા આપશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સારો રહેશે. તમે તમારા પ્રિયને લગ્ન માટે પ્રપોઝ કરી શકો છો. વિવાહિત લોકોને સંતાન પ્રાપ્તિનું પરિણામ મળી શકે છે. તમારા સંબંધોમાં આત્મીયતા જળવાઈ રહેશે. કેટલાક મતભેદો પણ બહાર આવી શકે છે. અઠવાડિયાના છેલ્લા 2 દિવસ મુસાફરી કરવાના હેતુથી સારા રહેશે, જ્યારે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ખંતપૂર્વક ધ્યાન આપવું પડશે. તમારો આત્મવિશ્વાસ સારો રહેશે, જેનાથી તમને ફાયદો થશે.

કર્ક: આ સમયમાં તમારા વિચારોની ગતિ ઘણી તેજ રહેશે. તમારું મગજ ખૂબ જ ઝડપી ગતિએ કામ કરશે, જે કામ અન્ય લોકો માટે મુશ્કેલ હશે તેને તમે સરળતાથી ઉકેલી શકશો. આના કારણે તમે નોકરી અને વ્યવસાયમાં સારું પ્રદર્શન કરી શકશો અને તમને તમારા મનમાં સંતોષ પણ મળશે. તમે નોકરીમાં બઢતી પણ મેળવી શકો છો. શરૂઆતથી તમારી આવકમાં ધરખમ વધારો થશે. ધંધામાં તમારે તમારી યોજનાઓ કોઈને કહેવાનું બંધ કરવું જોઈએ કારણ કે કોઈ તમારી વાતનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. વિદેશ જવાની સંભાવના રહેશે. ઘણા બધા ખર્ચ થશે, પરંતુ તે ખર્ચા તમને સંતોષ અપાવનારા હશે કારણ કે તે ખર્ચા તમે યોગ્ય કાર્યો કરવા પાછળ કર્યા હશે. વિવાહિત લોકોનું વિવાહિત જીવન શાંતિપૂર્ણ રીતે આગળ વધશે અને એકબીજા વચ્ચે સમજણ જળવાઈ રહેશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય થોડો નબળો રહેશે. પરસ્પર વિવાદ થવાની સંભાવના ઉભી થઈ શકે છે. અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે, વિદ્યાર્થીઓએ કેટલીક અન્ય પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપવું પડશે, જેથી તમે કામ વધુ સારી રીતે કરી શકો. તમારું સ્વાસ્થ્ય નબળુ થઈ શકે છે. તમે બીમાર પડી શકો છો, તેથી તમારા આહાર પર વિશેષ ધ્યાન આપવુ. વિકેન્ડમાં ક્યાંક ફરવાનું પ્લાનિંગ થઈ શકે છે.

સિંહ: આ સપ્તાહ તમારા જીવનમાં નવી ખુશીઓ લાવનારું રહેશે. આવકમાં વધારો થવાથી તમે મોજશોખ અને પરિવારની ખુશીઓ માટે દિલ ખોલીને ખર્ચ કરશો. આમ કરવાથી તમારું મન આનંદથી ખીલી ઉઠશે અને પરિવારમાં તમારું માન-સન્માન પણ વધશે. આર્થિક ખેંચતણાનું ટેન્શન દૂર કરશે. નોકરિયાત લોકો તેમના કામમાં તટસ્થ રહેશે. તમને તમારા બોસનો સહયોગ મળશે. વેપાર માટે આ સમય સાનુકૂળ રહેશે. કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરીને તમને કામને આગળ વધારવામાં ફાયદો થઈ શકે છે. તમને દૂરના વિસ્તારોમાં અથવા વિદેશમાં રહેલી કંપનીઓ સાથે કામ કરવાની તકો મળશે, જેથી તમે ખૂબ ખુશી અનુભવશો. વિવાહિત લોકોના વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. સંબંધમાં પ્રેમ અને આકર્ષણ રહેશે સાથે તમે એકબીજાને સમાન મહત્વ આપવાનો પ્રયાસ કરશો. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય ચડતી-પડતીથી ભરેલો રહેવાનો છે. તમારા અને તમારા પ્રિય વચ્ચે ઘણી ગેરસમજણો ચાલી રહેલી છે, જે દૂર થવામાં થોડો સમય લાગી શકે છે, તેથી ધીરજપૂર્વક કામ લેવું અને સાથે ધીમે ધીમે તમારા સંબંધને આગળ વધારવો અને તેમને દરેક બાબતની સમજૂતી આપવી. ભગવાનની કૃપાથી તમારું કાર્ય સમયસર પૂર્ણ થશે. જો તમે વિદ્યાર્થી છો તો તમે દરેક વિષયના શિક્ષણમાં જબરદસ્ત સફળતા મેળવી શકો છો. સપ્તાહના પ્રથમ બે દિવસ મુસાફરી કરવાના હેતુથી સારા રહેશે.

કન્યા: તમારા માટે અત્યારે થોડો પડકારજનક સમય કહી શકાય. ચિંતાનું કોઈ મોટું કારણ નથી પરંતુ તમારે સ્વભાવમાં સંયમ અને કામમાં સતર્કતા રાખવી જરૂરી છે. ઘણા કાર્યો સમયસર પૂરા કરવા માટે તમારે વધુ પરિશ્રમ કરવો પડે અને વધુ સમય પણ આપવો પડે જેથી તમે વધુ વ્યસ્ત રહેશો અને એકસાથે ઘણા કાર્યોને સંભાળવાને કારણે તમારી ઘણી ઉર્જા ખર્ચાશે. જો કે, તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે અન્યથા તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નોકરિયાત લોકો સખત મહેનત કરશે, પરંતુ કોઈને કોઈ કારણસર તેમના કામમાં કમી આવી શકે છે. વ્યવસાય કરનારા લોકોને કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનો સહયોગ મળી શકે છે, જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. વિવાહિત લોકો ગૃહસ્થ જીવનમાં પ્રેમ અનુભવશે, તેથી તમારા સંબંધો ખાટા અને મીઠા પ્રસંગો સાથે આગળ વધશે. તમારા જીવનસાથી તમને કામમાં મદદ કરશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય મધ્યમ રહેશે. કાર્યસ્થળે વિજાતીય વ્યક્તિઓ સાથે સંબંધોમાં નીકટતા વધી શકે છે. જેઓ પહેલાંથી સંબંધોમાં હોય તેમણે પોતાના પ્રિયપાત્રની ઈચ્છાને માન આપતા શીખવું પડશે. રોમાંસ, ડેટિંગ, ડીનર વગેરેની તક મળશે, જેથી તમે ખૂબ જ ખુશ રહેશો. વિદ્યાર્થીવર્ગ અભ્યાસ કરવામાં સારી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. તમારે આ સમયનો સદુપયોગ કરવો જોઈએ. સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સફળતા મળવાની સારી તકો રહેશે.

તુલા: હાલમાં મોટાભાગના સમયમાં તમે પ્રોફેશનલ કાર્યોમાં વ્યસ્ત રહેશો અને તમારા વ્યક્તિગત જીવન તેમજ પ્રોફેશનલ જીવન વચ્ચે સંતુલન સાધવામાં મોટાભાગનો સમય વિતાવશો. જો કે, તમે ઘણી હદ સુધી સફળ પણ થશો. તમે નોકરીમાં પણ ખૂબ જ સક્રિય રહેશો અને તમારા બધા કામ સમયસર પૂરા કરી શકશો, જેનાથી તમારી ઈમેજમાં સુધારો થશે. નોકરી સંબંધિત તમને કેટલીક સારી બાબતોની જાણકારી મળશે, જેને સાંભળીને તમારામાં હિંમત વધશે. વેપાર કે બિઝનેસમાં વિસ્તરણ કરવા અથવા નવું સાહસ ખેડવા માટે તમને મોટી તક મળી શકે છે. તમે કોઈ મહાન વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો તેથી તમારા આર્થિક લાભમાં વધારો થશે. શરૂઆતમાં મુસાફરી કરવામાં તમને આનંદ અને લાભ પણ પ્રાપ્ત થશે. પરણિત લોકોનું વિવાહિત જીવન સારું રહેશે અને તે લોકો એકબીજાને પૂરો સહયોગ આપશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે સમય મીઠો અને ખાટો રહેવાનો છે. સંબંધમાં પ્રેમની લાગણી રહેશે, છતાં થોડો વિવાદ થવાની શક્યતા રહેશે. તમારા પિતા કોઈ રોગની ઝપેટમાં આવી શકે છે. તો તેમનું ખાસ ધ્યાન રાખવુ. તમે તમારા કામ માટે સખત મહેનત કરશો. વિદ્યાર્થીઓ માટે આ સમય ચડ-ઉતર ભરેલો રહેશે, પરંતુ તમે તમારા અભ્યાસને આગળ વધારવા માટે સમય કાઢશો.

વૃશ્ચિક: તમારા ગૃહસ્થ જીવન વિશે વાત કરીએ, તો મુખ્યત્વે તમે પારિવારિક અને સામાજિક બાબતોમાં વધુ વ્યસ્ત રહેશો. વિવાહિતોને શરૂઆતમાં સાસરિયાઓને મળવાનું થાય. તમારા જીવનસાથી અંગે થોડા ચિંતિત થઈ શકે છે, પરંતુ તમે તેમને શાંત પાડવામાં સફળ રહેશો. એંકદરે ઘરનો માહોલ સકારાત્મક રહેશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકોને આ અઠવાડિયે તેમને તેમના પ્રિયને મળવામાં તકલીફ પડી રહી છે તેનું થોડું ટેન્શન રહેશે. તમે પ્રત્યક્ષ મુલાકાતના બદલે કમ્યુનિકેશન દ્વારા સંપર્કમાં રહીને સંબંધો જીવંત રાખી શકો છો. વ્યવસાય કરતા લોકોએ ક્લાયન્ટ અને કામમાં વધારો કરવા માટે નવું પ્લાનિંગ કરવું પડશે, માર્કેટિંગ માટે નવી સ્ટ્રેટેજી બનાવીને તેનો અમલ પડશે અન્યથા હરીફાઈમાં ટકી રહેવામાં મુશ્કેલી પડે. નોકરી કરતા લોકો માટે આ સમય સારો રહેશે. તમે તમારા બધા કામ મક્કમતાથી કરશો અને એસાઈનમેન્ટ પર સમયસર કામ કરીને સારી સ્થિતિમાં રહેશો. તમારી કાર્યક્ષમતાથી તમે બોસને પ્રભાવિત કરી શકશો. તમારા દરેક કાર્ય ખૂબ જ સરળતાથી પાર પાડીને તમે ઘણો સમય બચાવી શકશો અને તે સમય પરિવારને આપશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી રહેશે. અઠવાડિયાનો મધ્યભાગ મુસાફરી કરવાના હેતુથી સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. સ્પર્ધામાં તમને સફળતા મળી શકે છે.

ધન: પ્રોફેશનલ મોરચે તમારા કામમા વધારો થશે અને ધીરે ધીરે પરંતુ ચોક્કસપણે તમે આગળ વધશો. તમને તમારા વ્યવસાયમાં મિત્રોનો સહયોગ મળી શકે છે, તેનાથી તમારો વ્યવસાય સારી રીતે આગળ વધશે. આવક વધારવા માટે આ સમય સાનુકૂળ રહેશે. તમને ગમે ત્યાંથી મોટો ફાયદો મળી શકે છે. આકસ્મિક ધનલાભથી તમારી અસ્વસ્થતા દૂર થશે. નોકરીમાં પરિસ્થિતિ ચડ-ઉતરથી ભરેલી રહેશે, તેથી કામ પર વધુ ધ્યાન આપીને કામ કરવું જરૂરી રહેશે. તમારા ખર્ચા નિયંત્રણમાં રહેશે, આવકમાં વધારો થશે. તમારે આત્મવિશ્વાસ જાળવી રાખવો પડશે અને કોઈની લાગણી દુભાય તેવું બોલવું નહીં. જો પરસ્પર સંવાદિતા સારી રહેશે તો પરિવારનો માહોલ પણ સારો રહેશે. સંતાન તરફથી તમને સુખ પ્રાપ્ત થશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સામાન્ય રીતે ચાલશે. તમારા જીવનસાથી સાથે વધુ વિવાદ કરવાનું ટાળવું. પ્રેમ જીવન માટે આ સમય સાનુકૂળ રહેશે. જો કે, તમારા પ્રિયએ એ વાત સમજવી પડશે કે તમારી પોતાની પણ અંગત જિંદગી છે અને તેમનો વધુ પડતો હસ્તક્ષેપ તમારી વચ્ચે તણાવ લાવી શકે છે. તમે શાંતિથી ચર્ચા કરીને તેમને આ વાત સમજાવી શકો છો. જેઓ એકલા હોય તેમના જીવનમાં નવા પાત્રનું આગમન થઈ શકે છે. પ્રિયપાત્ર સાથે કોઈ નવા સ્થળે ફરવા જવાનું પ્લાનિંગ કરી શકશો. શરૂઆત અને અંતિમ ચરણ મુસાફરી કરવા માટે સારું છે. વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે. રિસર્ચ, ટેકનિકલ વિષયો, આઇટી વગેરેમાં તમે વધુ સારો અભ્યાસ કરી શકશો.

મકર: આ સપ્તાહે જીંદગી તમને રોલર-કોસ્ટર રાઇડ જેવી લાગશે. ક્યાંક સુખ, તો ક્યાંક દુઃખ તમને જીવનના ઘણા સત્યો સમજાવશે. નાણાકીય દૃશ્ટિએ આ સમય મિશ્ર પરિણામો આપનારો રહેશે. આર્થિક લાભ થશે, પરંતુ વ્યવહારિક અને અણધાર્યા ખર્ચાઓના કારણે તમારા હાથમાં સિલક વધશે નહીં. નોકરિયાતો તેમનું કામ સારી રીતે પાર પાડી શકે પરંતુ કેટલાક લો તમારી પીઠ પાછળ તમને પછાડવાના પેંતરા કરશે. આવી સ્થિતિમાં સતર્ક રહેવાની સલાહ છે. પ્રોફેશનલ કાર્યોમાં વધુ પડતા ઇમોશનલ ન થવું. કાર્યસ્થળ પર તમારી છબીને મજબૂત થશે. વેપારી લોકો માટે સમય સાનુકૂળ રહેશે, તેથી તમારે તેનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. તમારા હાથમાં નવા સોદો પણ આવી શકે છે. શરૂઆતમાં, તમે પરિવારમાં કોઈ સભ્યના લગ્ન, સગાઇ અથવા અન્ય કોઈ શુભપ્રસંગનું આયોજન થશે. તમારી ધાર્મિકવૃત્તિ પણ વધારે રહેવાથી તમે દેવસ્થાનની મુલાકાત લો અથવા ધાર્મિક અને સેવા કાર્યોમાં ભાગ લો તેવી શક્યતા છે. પરિવારના માહોલમાં ઉર્જા અને સકારાત્મકતા રહેશે. તમારા જીવનસાથી સાથે તમારું સારું ટ્યુનિંગ જળવાઈ રહેશે. જોકે, તેમના વિચારો સાથે તાલમેલ ઓછો રહેવાથી તેઓ તમારા દિલની વાત ન સમજતા હોય તેવું લાગશે. અહંનો ટકરાવ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. પ્રેમ જીવનમાં ઘનિષ્ઠતા વધશે. વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવામા વધું ધ્યાન આપવું પડશે અન્યથા પરિણામ પર તેની અસર પડી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પ્રત્યે સાવધાન રહેવું જરૂરી રહેશે અન્યથા તમે બીમાર પડી શકો છો.

કુંભ: નોકરી કરતા લોકો માટે આ અઠવાડિયું ચડતી-પડતી ભરેલું રહી શકે છે. તમે નોકરી બદલવાનું વિચારી શકો છો. અત્યારે ઇન્ટરવ્યુ આપો અથવા નવી નોકરી શોધો તો તેમાં સફળતા મળી શકે છે. વ્યાપારમાં મોટી સફળતા મળવાની સંભાવના રહેશે. શરૂઆતથી જ વ્યવસાયમાં તેજી રહેશે. તમે પૂરા ઉત્સાહ સાથે કાર્યના અંત સુધી પહોંચશો અને તમારી આવકમાં પણ વધારો થશે. નફાનું પ્રમાણ પણ વધશે અને લોકો સાથેના તમારા સંબંધમાં થયેલો સુધારો કામમાં સારાં પરિણામ આપશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન પણ સાનુકૂળ રહેશે. તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો. સંતાન તરફથી ચાલી રહેલી ચિંતાઓનો પણ અંત આવશે. પ્રેમ જીવન જીવતા લોકોએ તેમની માનસિક ચિંતાઓને દૂર કરવા માટે તેમના પ્રિય સાથે બેસીને વાત કરવી જોઈએ. પ્રથમ દિવસ મુસાફરી માટે સારો રહેશે. વિદ્યાર્થીઓને અગાઉ આપેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પરિણામ મળે. તમે અત્યારે અભ્યાસમાં પ્લાનિંગ સાથે આગળ વધવાનું વિચારશો. જેઓ વિદેશમાં અભ્યાસનું પ્લાનિંગ કરી રહ્યાં હોય તેમને એડમિશન અને વિઝા બાબતે કોઈને મળવાનું થાય અથવા આ દિશામાં કરેલા પ્રયાસોમાં સફળતા મળે.

મીન: આ સપ્તાહે તમારા બેંક બેલેન્સમાં વધારો થશે. ધંધામાં તમે વિસ્તરણ માટે થોડો ખર્ચ પણ કરશો પરંતુ તેનો કોઈ અફસોસ નહીં હોય કારણ કે લાંબાગાળાનું પ્લાનિંગ તમને મોટી કમાણી કરાવશે. નોકરિયાત લોકોને તેમના કામમાં સફળતા મળશે પરંતુ તમારે તમારા વિરોધીઓથી પણ થોડું સાવધાન રહેવું પડશે. વેપારી લોકોએ પોતાનો ધંધો કરચોરીની આદતથી દૂર રહેવું તેમજ કાયદા અને સરકાર વિરોધી કાર્યો ન કરવા. આવા રસ્તાઓ અપનાવવાથી તમને થોડો ફાયદો તો થશે પરંતુ લાંબાગાળે પ્રતિષ્ઠા અને કામકાજમાં નુકસાન થઈ શકે છે. તમે પારિવારિક જવાબદારીઓ પણ સંભાળશો. મનમાં પ્રસન્નતા રહેશે. બધા લોકો સાથે મળીને તમે વાતો કરશો. મિત્રો સાથે પણ વાત કરવાની તમને તક મળશે. પરસ્પર સંબંધો વધુ મજબૂત બનશે. તમે ગૃહસ્થ જીવન પર પણ ધ્યાન આપશો. તમારા જીવનસાથી તમને ખુશ રાખશે સાથે તમે પારિવારિક જવાબદારીઓ પણ સંભાળશો. તમારા સંબંધોમાં સમજદારીની ભાવના રહેશે અને તમારા જીવનસાથી તમારી સમસ્યાઓ અને ખુશીઓ વીશે જાણી અને તે જ પ્રમાણે વર્તન કરશે, જે તમને ગમશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન આ સમય દરમિયાન મજબૂત રહેશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકોને પ્રેમ જીવનમાં ખુશીની ક્ષણો પ્રાપ્ત થશે. તમારા પ્રિયને ખુશ રાખવા માટે, તમે તેમને એક સરસ ભેટ આપશો. વિદ્યાર્થીઓને મિત્રોમાં વધુ સમય ન વેડફવાની સલાહ છે. મેડિટેશન કરવાથી એકાગ્રતા વધારી શકશો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.