ETV Bharat / bharat

Weekly Horoscope : જાણો સાપ્તાહિક રાશિફળ, કેવું રહેશે આપનું સપ્તાહ - ASTROLOGICAL PREDICTIONS

કેવું રહેશે આપનું અઠવાડિયું અભ્યાસ, પ્રેમ, લગ્નજીવન તેમજ વેપાર જેવા ક્ષેત્રોમાં કેવી રહેશે ગ્રહદશા શું વૈવાહિક જીવનમાં મળશે રાહત અભ્યાસમાં બાળકોનું મન નથી લાગી રહ્યું શું આવનારા સમયમાં વિદેશ યાત્રાના યોગ છે. જીવનસાથી સાથે કેવી રીતે વીતશે આગામી સપ્તાહ. જાણો સાપ્તાહિક રાશીફળ.

Etv BharatWeekly Horoscope
Etv BharatWeekly Horoscope
author img

By

Published : Jun 25, 2023, 5:32 AM IST

મેષ: તમે તમારા તમારા દિલની વાત સાંભળશો અને કોઈ રચનાત્મક કાર્ય કરશો. તમે તમારી કોઈ ખાસ ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરશો, જે તમને શાંતિ આપશે. સંપત્તિ સંબંધિત બાબતોમાં તમને સફળતા મળી શકે છે. અચાનક નાણાકીય લાભ થઈ શકે છે અથવા તમારી ઇચ્છા પૂર્ણ થવાની સ્થિતિ પણ ઉભી થઈ શકે છે. નોકરી કરતા લોકો તેમના કામ પ્રત્યે સજાગ રહેશે અને સખત મહેનત કરશે જેથી તમારું કામ વધુ સારું થઈ શકે. તમને કોઈ નવા કામની સોંપણી થઈ શકે છે. તમારે તમારા બોસ સાથે થોડા પ્રેમથી વાત કરવી પડશે. વેપારી લોકો તેમની બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કરશે અને આનાથી તમને મોટો સોદો મળી શકે છે, જેના કારણે તમે તમારી આર્થિક સ્થિતિમાં પણ ખૂબ સારી વૃદ્ધિ જોશો. પરણિતલોકો પારિવારિક જીવનમાં આનંદ માણશે અને પાતોના જીવનસાથીને ખુશ કરવા માટે ઘણું બધા પ્રયત્ન કરશે. તમે સાથે શોપિંગ કરવા જવાનો, મૂવી જોવા કે ક્યાંક ફરવા જવાનું પણ પ્લાનિંગ કરી શકો છો. ઘરમાં હળવી ચિંતા વચ્ચે પ્રેમ પણ ખીલશે. પ્રેમી યુગલ માટે આ અઠવાડિયું સારું રહેશે. તમને તમારા મિત્રો અને સંબંધીઓનો સહયોગ મળી શકે છે અને તમારું પ્રેમ જીવન વધુ સુખદ બનશે. તમારા પ્રિય તમારી પાસેથી કંઈપણ વસ્તુની માંગણી કરી શકે છે. અઠવાડિયાના મધ્યમાં મુસાફરી ટાળવી. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું રહેશે. સ્વાસ્થ્યમાં ચડતી-પડતીના ચાન્સ છે.

વૃષભ: નોકરી કરતા લોકો માટે તેમના કામ માટે પ્રશંસા અને સન્માન બંને મેળવવાની સારી તક રહેશે અને તમને આ સમય દરમિયાન ઇન્ક્રીમેન્ટ પણ મળી શકે છે. જો તમે કોઈ વ્યવસાય કરો છો, તો આ અઠવાડિયું તમને મુસાફરી દ્વારા કેટલાક નવા સંપર્કો સાથે જોડશે, જે તમારા માટે ઉપયોગી થશે. શરૂઆતમાં તમે પારિવારિક જરૂરિયાતો પર ધ્યાન આપશો. ઘરના કામકાજમાં તમને ઘરના સભ્યોની મદદ મળી શકે છે. તમારી માતા સાથે વિશેષ સ્નેહપૂર્ણ મુલાકાત અને વાતચીત થશે. અઠવાડિયાના અંતિમ દિવસોમાં, તમે પરિવારના સભ્યો સાથે સમય પસાર કરશો અને તમારી જવાબદારીઓને સમજી શકશો અને તમારી ફરજને સીરી રીતે નિભાવશો. વિવાહિત લોકો તેમના ગૃહસ્થજીવનની ચિંતામાંથી બહાર આવશે અને તે દરમિયાન પ્રેમ સુસંગતતા અને નિકટતામાં વધારો થશે. પ્રેમ સંબંધી બાબતો માટે આ અઠવાડિયું સારું રહેશે. તમારા સંબંધોમાં પ્રેમ વધશે અને તમે જે સંબંધોને જોડી રહ્યા છો તે તમારા માટે ખૂબ જ ખાસ હશે. વિવાહિત લોકોએ તેમના લગ્ન જીવનને મધુર બનાવવા માટે તેમના જીવનસાથી માટે સારી ભેટ લાવવી જોઈએ. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તમને તમારી ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ મળશે અને તમને પરીક્ષામાં સારા માર્ક મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે.

મિથુન: વ્યવસાયમાં તમારે નાની-મોટી મુસાફરી કરવાની રહેશે અને તેમાં સારા ઓર્ડર પ્રાપ્ત થઈ શકે છે. પ્લાનિંગ પ્રમાણે બધુ પાર પડવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. મિત્રોના સહયોગથી મનમાં પ્રસન્નતાની લાગણી રહેશે. નોકરિયાત લોકો માટે પણ અઠવાડિયું સારું રહેશે. તમારો અનુભવ અને તમારી કાર્યક્ષમતા તમારી તરફેણમાં ચુકાદો આપશે. તમારા બોસ તમારાથી ખુશ રહેશે. મેનેજમેન્ટમાંથી કોઈ વ્યક્તિ એવું હશે, જે તમને વધારે પસંદ કરતુ ન હોય, તેમની સાથે સારા સંબંધ બનાવવાનો પ્રયાસ કરવો. પરણિતલોકોનું ગૃહસ્થ જીવન સુખમય રહેશે અને પ્રેમ જીવનમાં પણ ખુશીની ક્ષણો આવશે. તમને એકબીજા સાથે સમય વિતાવવાની પુષ્કળ તકો મળશે, પરંતુ તમારા બંને વચ્ચે કોઈ ઝગડો ન થાય તે માટે પ્રયાસ કરવો. તમારા ખર્ચમાં વધારો થશે. તમારી આવક સારી રહેશે. તમારે પરિવારની જવાબદારીઓ ઉઠાવવા માટે કેટલાક ખર્ચા કરવા પડશે. સ્વાસ્થ્યમાં ચડતી-ઉતરતું રહેશે. ખાનપાનની સારી આદતો પર ધ્યાન આપવું. અઠવાડિયાની શરૂઆત મુસાફરી કરવાના હેતુથી સારી રહેશે. કોઈના વિશે ખરાબ બોલવું નહીં, તમને આ અઠવાડિયે તમને વધારે અભ્યાસ કરવાનું મન થશે. ટેકનિકલ અભ્યાસમાં જોડાયેલા જાતકો અત્યારે કંઈંક નવું નોલેજ મેળવી શકશે.

કર્ક: હાલમાં ગ્રહોનો સાથ મળી રહ્યો હોવાથી તમારી આવકમાં વધારો થશે, જેના કારણે આર્થિક સ્થિતિ સારી રહેશે. કામમાં સફળતા પ્રાપ્ત કરવાથી તમે માનસિક રૂપે હળવા રહેશો અને સર્જનાત્મક વિચારો આવશે. તમારી પોઝિટીવિટીથી કાર્યક્ષમતા પણ વધશે. નોકરિયાત લોકો તેમના કાર્યમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને તેથી સારાં પરિણામ પ્રાપ્ત થશે. નોકરીમાં તમે પોતાના વિચારો વધુ દૃઢતા સાથે રજૂ કરશો અને લોકો તેને માનવા તૈયાર થશે. વ્યવસાય કરનારા લોકોને તેમના કામમાં સફળતા મળશે અને તમને ભૂતકાળમાં કરેલી ખામીઓને જાણવાની તક મળશે, જે આગળની સ્થિતિને મજબૂત બનાવશે. તમારા કામમાં વેગ આવશે અને તમે નફો પ્રાપ્ત કરી શકશો. તમારા બિનજરૂરી ખર્ચાને અંકુશમાં રાખવા કારણ કે તેનાથી નાણાકીય પરિસ્થિતિ પર ભારણ વધી શકે છે. વિવાહિત જીવનમાં ચિંતામાં ઘટાડો થશે અને સંબંધમાં પ્રેમ વધશે. તમારા જીવન સાથી તમને કોઈ નવું કામ શરૂ કરવા માટે આગ્રહ કરી શકે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકોની વાત કરીએ તો આ સમય તમારા માટે ઘણો સારો રહેશે. તમારી સાથેની તેમની સમજણ તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે. મુસાફરી કરવાના હેતુથી આ અઠવાડિયું સારું રહેશે, પરંતુ અઠવાડિયાના છેલ્લા બે દિવસોમાં મુસાફરી કરવાનું ટાળવું. જો તમે વિદ્યાર્થી છો, તો તમારે ખંતપૂર્વક અભ્યાસ કરવો જોઈએ, તો જ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. તમારું સ્વાસ્થ્ય ચડ-ઉતરતું રહેશે, તેથી પોતાના સ્વાસ્થ્યની સંપૂર્ણ સંભાળ રાખવી.

સિંહ: તમે પ્રોફેશનલ મોરચે પૂરા ઉત્સાહ સાથે નવા કાર્યની શરૂઆત કરશો અને તેમાં આગળ વધવાથી ઈચ્છિત સફળતા પણ મળશે. અત્યારે તમારો આત્મવિશ્વાસ તમારી જીતનું કારણ બનશે. ઇનોવેટીવ આઇડિયાના કારણે નોકરિયાત લોકોને નવી જવાબદારી મળી શકે છે. હાલમાં કામ માટે ઘણી દોડધામ કરવી પડશે પરંતુ આ બધાથી તમને મોટો આર્થિક લાભ થવાનો છે તે વાત તમે જાણતા હશો માટે તમારો ઉત્સાહ એકધારો વધશે. તમારા વિદેશ જવાના ચાન્સ પણ દેખાઈ રહ્યા છે. તમારી આવકમાં વધારો થશે, જેનાથી તમારા ચહેરા પર ખુશી આવશે અને તમારી જીવનશૈલી પણ વૈભવી થશે. વ્યવસાય માટે ઘણી મુસાફરી કરવી પડી શકે છે અને તમે વ્યાપાર કરવામાં નવી યુક્તિઓ વિચારવાનો પ્રયાસ કરશો. વિવાહિત જીવન માટે સમય થોડો ચિંતાપૂર્ણ રહેશે. જીવનસાથીને શક્ય હોય ત્યાં સુધી વધુ સમય આપવો. તમારા જીવનસાથી કંઈપણ સાંભળવા તૈયાર હશે નહીં પરંતુ તમારે તમારી ભૂલો સ્વીકારવી જોઈએ અને તેમની સાથે પ્રેમથી વાત કરવી જોઈએ. તમારા જીવનસાથીની કોઈ સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. પ્રેમ જીવનમાં સ્થિતિ ઘણી સારી રહેશે અને તમારા પ્રિય સાથેની તમારી નિકટતામાં વધારો થશે, જેના કારણે તમારા સંબંધો પણ વધુ પરિપક્વ બનશે. તમે એકબીજા સાથે ગિફ્ટની આપ-લે કરો, લોંગ ડ્રાઇવ પર જાઓ વગેરે શક્યતા છે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે. અભ્યાસને લગતી થોડી દોડધામ પણ રહેશે.

કન્યા: નોકરિયાત લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું રહેશે. તમને કોઈ મોટું પદ મળી શકે છે અને તમારા પદ તેમજ પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. સરકારી નોકરી કરનારા લોકોને વધુ લાભ મળી શકે છે. સરકારી કાર્યોથી મોટો ફાયદો થાય, ટેક્સ લાભ મળે તેવા ચાન્સ છે. તમારા ભાગ્યનો વિજય થશે. નાણાકીય સ્થિતિ સારી રહેવાથી તમે પરિવારની ખુશી અને મોજશોખમાં ખર્ચ કરવામા પાછા નહીં પડો. તમે રોકાણ માટે પણ વિચાર કરશો. ધંધામાં કેટલીક નવી તકો મળી શકે છે. પરણિતલોકો ગૃહસ્થજીવનમાં તેમના જીવનસાથીના વર્તનને સમજીને તેમના દિલમાં ચાલી રહેલી વાતો તેમની સાથે શેર કરશે. તમે તમારા જીવનસાથી સાથે કોઈ સારી જગ્યા પર ફરવા જવાની યોજના બનાવી શકો છો. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકોને સંબંધોમાં ઘનિષ્ઠતા વધારવા માટે થોડા પ્રયાસો કરવા પડશે. તમારી વચ્ચે વિશ્વાસનો પ્રશ્ન ઉભો થાય તેવું કંઈપણ કરવું નહીં. તમે તમારા પ્રિયને સારી રેસ્ટોરન્ટમાં લઈ જઈને પ્રપોઝ કરી શકો છો. તમારી કોઈ ઈચ્છા પૂરી થશે ત્યારે તમારા પિતાને ઘણી ખુશી થશે અને તેઓ ખરા દિલથી અભિનંદન આપશે. તમે પૂરા આત્મવિશ્વાસ સાથે બધું જ સારી રીતે કરી શકશો. કોઈની સાથે ખોટું બોલવાનું ટાળો કારણ કે તેનાથી કામ અને સંબંધો પર ખરાબ અસર પડશે. પારિવારિક અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન રાખીને તમે આગળ વધી શકશો. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાનો લાભ મળશે અને તે લોકો સખત મહેનત કરશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા: આ સમય તમારા માટે આશાઓથી ભરેલો રહેશે. તમારી ઘણી ગુપ્ત યોજનાઓ પૂર્ણ થશે, જેનાથી તમને આર્થિક લાભ પણ મળશે અને તમારી ઈચ્છા શક્તિ પ્રબળ રહેશે. તમારા ચહેરા પર ખુશી દેખાશે. તમારું લાંબાગાળાનું પ્લાનિંગ લગભગ તમામ ક્ષેત્રોમાં તમને લાભ અપાવશે. નોકરિયાતો સખત મહેનત કરશે અને તમારો મૂડ પણ સારો રહેશે. વેપારમાં પણ આ સમય તમારા માટે ફાયદાકારક રહેશે. તમારી યોજનાઓ આગળ વધશે. વિવાહિત લોકો પોતાના ગૃહસ્થજીવનમાં થોડી સમસ્યાઓ અનુભવશે. તેના માટે તમારે પોતાના જીવનસાથી સાથે અલગથી વાતચીત કરવાની જરૂર પડશે. લવ લાઈફમાં જીવતા લોકો માટે આ સમય ધીરજપૂર્વક પસાર કરવાનો રહેશે કારણ કે તમારી વચ્ચે ચાલી રહેલી કેટલીક સમસ્યાઓને ઉકેલવાનો સમય આવી ગયો છે. પરસ્પર સમસ્યાઓ દૂર કરવાથી સંબંધ હળવો થશે અને તમે તમારા પ્રેમ જીવનનો આનંદ માણી શકશો. તમારે તમારા સંબંધને કાળજીપૂર્વક સંભાળીને રાખવો પડશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી રહેશે. અઠવાડિયાની શરૂઆત મુસાફરી કરવાના હેતુથી સારી રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ સંબંધિત સામાન્ય પરિણામ મળશે. તમારે અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડશે. આ અઠવાડિયે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી રહેશે.

વૃશ્ચિક: શરૂઆતમાં ધન પ્રાપ્તિના કારણે મનમાં ખુશીની લહેર રહેશે. તમે મનમાં ધાર્મિક પણ રહેશો અને પરિવાર સાથે ફરવા પણ જઈ શકો છો. તમારા જીવનસાથી અને બાળકો સાથે ફરવા જવાની પ્રબળ તકો ઉભી થઈ શકે છે, જેના કારણે ઘરનું વાતાવરણ હળવું અને ખૂબ જ સરસ બનશે. પારિવારિક જીવનમાં ખુશીઓનું આગમન થશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ અઠવાડિયું સારું રહેશે. તમે તમારા પ્રિયને ખુશ કરવા માટે ઘણા પ્રયાસ કરશો. અઠવાડિયાના પ્રારંભમાં મોટા ખર્ચાથી ચેતીને રહેવું અને કોઈ મોટું કામ હાથમાં ન લેવું. આવા કાર્યો માટે અઠવાડિયાનો મધ્યભાગ સારો રહેશે. કામના સંબંધમાં તમારામાં ગજબનો ઉત્સાહ રહેશે. નોકરી કરતા લોકોને તેમના કાર્યનું ફળ મળશે અને પ્રગતિની સંભાવનાઓ રહેશે. વેપાર કરતા લોકોને મુસાફરીથી ફાયદો થશે, પરંતુ થોડી સતર્કતા રાખવી. તમે જેને મળવા ઈચ્છો છો તેમના સિવાય બીજા કોઈની સાથે અંગત અથવા વ્યવસાય સંબંધિત વાત કરવી નહીં અન્યથા તમને નુકસાન થઈ શકે છે. નવા કરારો, સંયુક્ત સાહસો, ભાગીદારી વગેરે માટે મીટિંગ અને કરારો થઈ શકે છે. વિદ્યાર્થીઓ મેનેજમેન્ટના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશે. સ્વાસ્થ્યની કાળજી લેવી. પોતાના અથવા પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લગતો ખર્ચ આવી શકે છે.

ધન: આ સપ્તાહે તમે શરૂઆતથી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. મોટાભાગના સમયમાં તમારા મનમાં પ્રગતિ, કંઈક નવું કરવાના વિચારો અને પ્લાનિંગ ચાલતા રહેશે. તમારા કામમાં અડચણ આવવાની શક્યતા ઓછી રહેશે. કાર્યસિદ્ધિના કારણણે તમારી પ્રશંસા થશે. નોકરિયાતો પ્રમોશનની પ્રતિક્ષામાં હોય, તો આ સમયે તમને પ્રમોશન મળી શકે છે અને તમારા કામનો ભાર અને પગાર વધી શકે છે. ઈચ્છિત બદલી માટે પણ અત્યારે પ્રયાસ કરી શકો છો. ઉપરીઓની કૃપા રહેશે. વેપારમાં તમારી સ્થિતિ સારી રહેશે. તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને સારી સ્થિતિ બનાવી શકશો અને તમારા વેપારમાં વૃદ્ધિ થશે. હરિફાઇનો સામનો કરવાની તૈયારી રાખવી. પરણિતલોકો પોતાના ગૃહસ્થ જીવનમાં જીવનસાથીના સૂચનોને સ્વીકારશે અને તેમની બુદ્ધિથી તમને કોઈ મોટો ફાયદો મળી શકે છે. પ્રેમ જીવન માટે આ સમય ચડતી-પડતીથી ભરેલો રહેશે. સ્પષ્ટ સંદેશાવ્યવહારના અભાવને કારણે, કેટલીક ગેરસમજ થઈ શકે છે. અઠવાડિયાની શરૂઆત મુસાફરી કરવાના હેતુથી સારી રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સામાન્ય રહેશે અને તમારે વધુ પ્રયત્નો કરવા પડશે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વધુ ખોરાક ખાવાથી અથવા વધુ પાર્ટીઓ કરવાથી અથવા તળેલા અને શેકેલા ખોરાક ખાવાથી અથવા બહારનો ખોરાક ખાવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.

મકર: આ સપ્તાહ એકંદરે તમારા માટે સારું રહેશે. નોકરિયાત લોકો માટે આ સમય સાનુકૂળ રહેશે. તમારું પરફોર્મન્સ અપેક્ષા કરતાં સારું રહેશે જેના કારણે તમે આરામથી સમય પસાર કરશો. કાર્યસ્થળ પર તમારું પ્રભૂત્વ વધશે. વેપારની દૃશ્ટિએ પણ આ સમય સારો રહેશે. તમે તમારા જીવન સાથી સાથે ફરવા જઈ શકો છો. પરસ્પર તાલમેલ સારો રહેશે. ગૃહસ્થ જીવનમાં ખુશીઓનું આગમન થશે. તમારા જીવન સાથી સાથેની નિકટતામાં વધારો થશે. ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે. કોઈ ધાર્મિક કાર્યોમાં ભાગ લઈને તમે માનસિક શાંતિ અનુભવશો. તમારા સંતાન તરફથી તમને સુખ પ્રાપ્ત થશે. પરિવારમાં નાના બાળકો અંગે થોડી ચિંતા રહે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય રહેશે. તમે તમારા પ્રિયને પણ થોડો સમય આપશો જેથી તેના અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને સમજી શકશો, અને તેને દૂર કરવાનો પ્રયાસ કરશો. તમારું સ્વાસ્થ્ય સુધરશે પરંતુ નાની સમસ્યાઓ તમને વ્યથિત કરી શકે છે. તમારા ખભામાં દુખાવો થઈ શકે છે અથવા સાંધાના દુખાવાની સમસ્યા તમને તકલીફ આપી શકે છે. મુસાફરી કરવાના હેતુથી આ અઠવાડિયું સારું રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સાનુકૂળ રહેશે, તેથી તે લોકોએ આ સમયનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ અને અભ્યાસમાં વધુ મહેનત કરવી જોઈએ.

કુંભ: પ્રોફેશલ મોરચે તમે સારા પ્લાનિંગ અને ઉત્સાહ તેમજ આત્મવિશ્વાસ સાથે આગળ વધશો. ટીમ વર્કમાં તમારું વર્ચસ્વ બનશે. નોકરી કે ધંધામાં તમારા હાથ નીચે કામ કરનારા લોકો તમને સહકાર અને આદર આપશે. તમે ટીમની કદર કરશો અને ઈચ્છિત પરિણામો મેળવીને તમારા પદ અને પ્રતિષ્ઠાને મજબૂત બનાવી શકશો. કાર્યસ્થળે કોઈપણ પ્રકારનું સેલિબ્રેશન થાય તેમાં તમે વિશેષ આનંદ માણી શકશો. નોકરીમાં તમારી બઢતી થઈ શકે છે. તમારા વિરોધીઓની સામે તમારો વિજય થશે. વેપારમાં સારી સફળતા મળવાની સંભાવનાઓ બની રહેશે. તમને રોકાણ કરવાનો લાભ મળશે અને શેરબજારમાંથી નફો મળવાની સંભાવના રહેશે. વિવાહિત લોકો તેમના ગૃહસ્થજીવનથી સંતુષ્ટ દેખાશે. તમારા જીવનસાથીની પ્રગતિ થશે. તમે બંને સાથે મળીને એકબીજાની જરૂરિયાતો પૂરી કરશો. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો સમજદારીપૂર્વક સંબંધોનું સિંચન કરશે. જીવનસાથીની શોધમાં હોય તેમના માટે આશાસ્પદ સમય છે. મુસાફરી કરવાના હેતુથી અઠવાડિયાનો મધ્યભાગ શ્રેષ્ઠ રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડશે, તો જ તેઓ સફળતા મેળવી શકશે. તમને અભ્યાસમાં તમારી કુશાગ્ર બુદ્ધિથી લાભ મળી શકે છે.

મીન: નોકરિયાત લોકોને કામનું સારું પરિણામ મળશે. તમારે સખત મહેનત કરવી પડશે અને લાંબી મુસાફરી પર પણ જવું પડશે પરંતુ એકંદરે તેનાથી તમારા કામમાં પ્રગતી થશે. ફ્રેશર માટે અત્યારે ઉત્તમ સમય ચાલી રહ્યો છે. વિદેશમાં નોકરી-ધંધા માટે જવું હોય તો અત્યારે પ્રયાસ કરવાથી ફાયદો થઈ શકે છે. વેપારી વર્ગ ઉત્તમ પ્લાનિંગ સાથે આગળ વધશે. નવી મશીનરી અથવા નવી જગ્યાની ખરીદી થવાની શક્યતા છે. તમે લાગણીશીલ રહેશો જેથી પરિવારની જવાબદારીઓને સમજી શકશો. તમને ગૃહસ્થકામમાં તમારા જીવનસાથીનો સહયોગ મળશે. તમે પરિવારના સભ્યો પર પોતાનો પ્રાણ ન્યોછાવર કરશો જેથી તમે બધાનું દિલ જીતી શકશો. વિવાહિત લોકોનું ગૃહસ્થજીવન પ્રેમથી ભરેલું રહેશે અને તમે તમારા સંબંધને વધુ મજબૂત બનાવવાની કોશિશ કરશો પરંતુ કેટલાક એવા લોકો તમારી ખુશીઓ પર ગ્રહણ લગાવવાનો પ્રયાસ કરશે. આવા લોકોથી સાવધાન રહેવું. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકોને તેમના સંબંધમાં ચડતી-પડતીનો સામનો કરવો પડી શકે છે. એકબીજા વચ્ચે મતભેદો ઉભા થઈ શકે છે. ઉત્તેજિત થઈને કોઈ પણ ખોટી વસ્તુનો સહારો ન લેવો, અન્યથા મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અઠવાડિયાનો મધ્યભાગ મુસાફરી કરવાના હેતુથી સારો રહેશે. આવકમાં પણ વધારો થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ રહેશે. મેડિટેશન કરવાથી ફાયદો થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.