ETV Bharat / bharat

Assembly Election 2022 : 15 જાન્યુઆરી સુધી જાહેરસભાઓ અને રોડ શો પર પ્રતિબંધ, ઓનલાઈન પ્રચાર પર ભાર

દેશમાં કોવિડ -19 રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન, ચૂંટણી પંચે 15 જાન્યુઆરી સુધી જાહેર સભાઓ, સાયકલ અને બાઇક રેલીઓ અને પદયાત્રાઓ (Ban on public meetings and roadshows) પર પ્રતિબંધ મૂક્યો છે.

Assembly Election 2022 : 15 જાન્યુઆરી સુધી જાહેરસભાઓ અને રોડ શો પર પ્રતિબંધ, ઓનલાઈન પ્રચાર પર ભાર
Assembly Election 2022 : 15 જાન્યુઆરી સુધી જાહેરસભાઓ અને રોડ શો પર પ્રતિબંધ, ઓનલાઈન પ્રચાર પર ભાર
author img

By

Published : Jan 8, 2022, 7:59 PM IST

નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Assembly elections to be held in five states) માટે ચૂંટણી પંચે 15 જાન્યુઆરી સુધી જાહેર સભાઓ અને રોડ શો પર પ્રતિબંધ (Ban on public meetings and roadshows) મૂક્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ (Chief Election Commissioner Sushil Chandra) એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે 15 જાન્યુઆરી બાદની સ્થિતિની સમીક્ષા કર્યા પછી પંચ વધુ નિર્ણય લેશે. તેમણે કહ્યું કે કમિશને નિર્ણય લીધો છે કે 15 જાન્યુઆરી સુધી જાહેર જનતાની ભૌતિક હાજરી સાથે કોઈ જાહેર સભા, પદયાત્રા, સાયકલ રેલી, બાઇક રેલી કે રોડ શોને મંજૂરી (Ban on public meetings and roadshows) આપવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ C VIGIL APP: ચૂંટણીમાં ધાંધલ ધમાલ રોકવા માટે 'સી-વિજિલ એપ' બનશે રામબાણ

15મી બાદ ચૂંટણી પંચ કોવિડ રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરશે અને તે મુજબ સૂચનાઓ જારી કરશે. ચંદ્રાએ કહ્યું કે રાત્રે આઠ વાગ્યાથી સવાર સુધીમાં વચ્ચે કોઈ બેઠક નહીં થાય. જાહેર માર્ગો પર કોઈ શેરી મેળાવડા થશે નહીં. (Assembly Election 2022) ચૂંટણીના પરિણામો બાદ કોઈ વિજય સરઘસ કાઢવામાં આવશે નહીં. સુશીલ ચંદ્રાએ કહ્યું કે પરિસ્થિતિની વધુ સમીક્ષા કર્યા પછી જ કોવિડ સંબંધિત માર્ગદર્શિકા અનુસાર રાજ્યોમાં પ્રચાર માટે કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવશે. તમામ રાજ્યોએ એફિડેવિટ આપવું પડશે કે તેઓ તમામ માર્ગદર્શિકાનું (Assembly Election 2022) પાલન કરશે. જેઓ કોવિડ માર્ગદર્શિકાનું પાલન નહીં કરે તેઓ કાનૂની કાર્યવાહી માટે જવાબદાર રહેશે.

આ પણ વાંચોઃ Assembly Election 2022: પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત, આદર્શ આચારસંહિતા લાગુ

મુખ્ય ચૂંટણી કમિશનરે (Chief Election Commissioner Sushil Chandra) કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરી રહ્યાં છીએ કે મહત્તમ ડિજિટલ ચૂંટણી પ્રચાર થાય. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે તમામ મતદાન મથકોમાં કોવિડ સામે રક્ષણ માટે સેનિટાઈઝર અને માસ્ક જેવી સુવિધાઓ હશે અને કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને (Assembly Election 2022) મતદાન મથકોની સંખ્યા વધારવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.