ETV Bharat / bharat

The Kashmir Files : આસામ સરકાર કાશ્મીર ફાઈલ્સ જોનારા કર્મચારીઓને વિશેષ રજા આપશે - આસામના CM હિમંત બિસ્વ શર્મા

આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વ શર્માએ (CM Assam Announcement) કાશ્મીરી પંડિતોના હિજરતના મુદ્દા પર ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' (The Kashmir Files) જોઈ રહેલા રાજ્ય કર્મચારીઓ માટે અડધા દિવસની વિશેષ રજાની જાહેરાત કરી છે.

The Kashmir Files : આસામ સરકાર કાશ્મીર ફાઈલ્સ જોનારા કર્મચારીઓને વિશેષ રજા આપશે

author img

By

Published : Mar 16, 2022, 4:31 PM IST

નવી દિલ્હી: ભાજપ શાસિત 8 રાજ્યોમાં વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' (The Kashmir Files) ટેક્સ ફ્રી થઈ ગઈ છે, પરંતુ આસામમાં રાજ્ય સરકારે ફિલ્મના સમર્થનમાં અનોખો આદેશ જારી કર્યો છે.

આસામના મુખ્યપ્રધાન વિશેષ જાહેરાત : આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વ શર્માએ (CM Assam Announcement) જાહેરાત કરી છે કે, જો રાજ્ય સરકારના કર્મચારીઓ 'ધ કાશ્મીર ફાઈલ્સ' (The Kashmir Files) જોશે તો તેમને અડધા દિવસની વિશેષ રજા મળશે. આ કર્મચારીઓએ માત્ર તેમના ઉપરી અધિકારીઓને આ અંગે જાણ કરવાની રહેશે અને બીજા દિવસે ટિકિટ જમા કરાવવાની રહેશે.

આ પ વાંચો: The Kashmir Files: 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટરે આ સિરીઝની બોલિવૂડમાં ચૂપી વિશે તો્ડયુ મૌન

PM મોદીએ The Kashmir Files ફિલ્મના કર્યા વખાણ : ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને (The Kashmir Files) હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, ગોવા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ત્રિપુરામાં પહેલાથી જ ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. બીજેપી સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મના વખાણ કર્યા છે.

આસામના CMનું નિવેદન હેડલાઈન્સમાં : આસામ સરકારના આ નિર્ણય સિવાય મુખ્યપ્રધાન હિમંત બિસ્વ શર્મા દ્વારા વિધાનસભામાં આપવામાં આવેલ નિવેદન પણ હેડલાઈન્સમાં છે. તેમણે મંગળવારે વિધાનસભામાં કહ્યું કે, મુસ્લિમો રાજ્યમાં સૌથી મોટો સમુદાય બની ગયો છે અને તેઓએ બહુમતી સમૂહની જેમ વર્તન કરવાનું શરૂ કરવું જોઈએ. તેમણે તેમના દાવાના સમર્થનમાં પુરાવા હોવાનો દાવો કર્યો હતો, જોકે તેમણે તે ગૃહમાં રજૂ કર્યા ન હતા.

આ પણ વાંચો: The Kashmir Files Release Ban: અનુપમ ખેરની આ ફિલ્મ પર લાદવામાં આવ્યો પ્રતિબંધ

રાજ્યપાલના અભિભાષણ ચર્ચાનો જવાબ આસામના CMએ આપ્યો : રાજ્યપાલના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતાં મુખ્યપ્રધાન હિમંત બિસ્વ શર્માએ કહ્યું કે, રાજ્યની વસ્તીના 30-35 ટકા મુસ્લિમો છે. લગભગ એક કરોડની વસ્તી સાથે, તેઓ સૌથી મોટો સમુદાય છે અને સાંપ્રદાયિક સૌહાર્દ સુનિશ્ચિત કરવાની તેમની જવાબદારી છે. તેમણે બંગાળી ભાષી મુસ્લિમો પર સાંપ્રદાયિક સૌહાર્દ સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ મૂકી છે. આસામી મુસ્લિમો ઓળખ સંકટનો સામનો કરી રહ્યા છે અને તેઓ ડરી ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.