ETV Bharat / bharat

Delhi Firing: દિલ્હીની સાકેત કોર્ટમાં ફાયરિંગ, સસ્પેન્ડેડ વકીલે મહિલા વકીલને 3 ગોળી મારી

દિલ્હીની સાકેત કોર્ટમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિ વકીલના ડ્રેસમાં આવ્યો અને મહિલા પર ફાયરિંગ કર્યું. આ કેસના આરોપીની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.

હથિયાર સાથે પ્રવેશને લઈને સવાલ
હથિયાર સાથે પ્રવેશને લઈને સવાલ
author img

By

Published : Apr 21, 2023, 4:01 PM IST

નવી દિલ્હી: રાજધાની સાકેત કોર્ટ શુક્રવારે સવારે ગોળીબારના અવાજથી ગુંજી ઉઠી હતી. વકીલના વેશમાં આવેલા એક વ્યક્તિએ સવારે લગભગ 10.30 વાગ્યે મહિલા પર ગોળીબાર કર્યો હતો. મહિલાને પેટમાં બે અને હાથમાં એક ગોળી વાગી હતી. ગોળી માર્યા બાદ કેટલાક લોકો તેના પેટને કપડાથી બાંધીને હોસ્પિટલ લઈ ગયા હતા. મહિલા વકીલની હાલત નાજુક છે.

મહિલા પર ફાયરિંગ: સામે આવેલી માહિતી પ્રમાણે આરોપી સસ્પેન્ડેડ વકીલ છે. બંને વચ્ચે પહેલાથી જ પૈસાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જેના કારણે તેણે મહિલા પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ આરોપી કેન્ટીનના પાછળના ગેટમાંથી ભાગી ગયો હતો. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી અને પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

પૈસા આપવા અને લેવા બાબતે ઝઘડો: સાકેત બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ કરનૈલ સિંહે જણાવ્યું કે જે મહિલાને ગોળી વાગી હતી તે સાકેત કોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ પણ કરે છે. અને તેને ગોળી મારનાર પણ સસ્પેન્ડેડ વકીલ છે. ત્રણ મહિના પહેલા દિલ્હીની બાર કાઉન્સિલે કોઈ બાબતને લઈને તેનું લાઇસન્સ રદ કર્યું હતું. મહિલાની ઓળખ એમ રાધા (40) તરીકે થઈ છે. મહિલા અને આરોપી વચ્ચે પૈસા આપવા અને લેવા બાબતે ઝઘડો થયો હતો. સાકેત કોર્ટના પ્રમુખ વિનોદ શર્માનું કહેવું છે કે ગોળીબાર કરનારનું નામ કામેશ્વર પ્રસાદ સિંહ છે. મહિલા સાથે પૈસાની લેવડ-દેવડ બાબતે તેનો વિવાદ ચાલી રહ્યો હતો અને મહિલા તેના પૈસા પરત કરતી ન હતી.

આ પણ વાંચો: North Delhi News: દિલ્હીમાં પ્રાર્થના સભામાં ફાયરિંગ થતા સગર્ભા મહિલાનું થયું મોત

અન્ય એક વકીલ ઈજાગ્રસ્ત: દક્ષિણ દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ચંદન ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રત્યક્ષદર્શી રણજીત સિંહ દલાલના જણાવ્યા અનુસાર પાંચ ગોળી ચલાવવામાં આવી હતી. જેમાંથી એક ત્યાં હાજર વકીલની ગરદનને સ્પર્શી હતી. જેના કારણે તેમને સામાન્ય ઈજા થઈ હતી. જાણવા મળ્યું છે કે આરોપીએ પીડિતા એમ રાધા (40) અને એડવોકેટ રાજેન્દ્ર ઝા સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પીડિત મહિલા ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં એક કેસમાં જુબાની આપવા આવી હતી.

આ પણ વાંચો: Bhojpur Crime: બે પક્ષો વચ્ચેની લડાઈમાં ફાયરિંગ થતાં 8 વર્ષની બાળકીની હત્યા

હથિયાર સાથે પ્રવેશને લઈને સવાલ: વકીલોના બ્લોક પાસે બનેલી આ ઘટનાએ સમગ્ર કોર્ટમાં ખળભળાટ મચાવી દીધો હતો. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપી હથિયાર સાથે કોર્ટની અંદર કેવી રીતે પહોંચવામાં સફળ થયો જ્યારે એન્ટ્રી ગેટ પર દરેક વ્યક્તિ સ્કેનરથી સ્કેન કરવામાં આવી રહી છે. તે જ સમયે, પોલીસ દળ સ્થળ પર તૈનાત છે, ક્રાઈમ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.