હૈદરાબાદઃ એશિયન ગેમ્સ 2023માં ભારતીય પુરુષ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ છે. ભારતે જાપાનને 5-1થી હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ભારતના કેપ્ટન હરમનપ્રીત સિંહે 2 ગોલ ફટકાર્યા હતા. આજના દિવસે ભારતને મળેલો આ પ્રથમ ગોલ્ડ છે. એશિયન ગેમ્સના 13મા દિવસે ભારત હોકી ટીમે ગોલ્ડ જીતી લીધો છે. આ વિજયે ભારતીય હોકી ટીમને પેરિસ ઓલ્મપિક માટે ડાયરેક્ટ ક્વોલિફાય કરી દીધી છે.
-
GOLD MEDAL ✅
— India_AllSports (@India_AllSports) October 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
OLYMPIC QUOTA ✅
Our BOYS have done it 🔥🔥🔥
India win GOLD medal in Men's Hockey after BEATING defending Champion Japan 5-1 in Final. #AGwithIAS #IndiaAtAsianGames #AsianGames2022 pic.twitter.com/sNGtl8Jdd3
">GOLD MEDAL ✅
— India_AllSports (@India_AllSports) October 6, 2023
OLYMPIC QUOTA ✅
Our BOYS have done it 🔥🔥🔥
India win GOLD medal in Men's Hockey after BEATING defending Champion Japan 5-1 in Final. #AGwithIAS #IndiaAtAsianGames #AsianGames2022 pic.twitter.com/sNGtl8Jdd3GOLD MEDAL ✅
— India_AllSports (@India_AllSports) October 6, 2023
OLYMPIC QUOTA ✅
Our BOYS have done it 🔥🔥🔥
India win GOLD medal in Men's Hockey after BEATING defending Champion Japan 5-1 in Final. #AGwithIAS #IndiaAtAsianGames #AsianGames2022 pic.twitter.com/sNGtl8Jdd3
ભારતીય હોકી ટીમનું પ્રદર્શનઃ આ મેચમાં ભારતે સરળતાથી જાપાનને હરાવી દીધું છે. ભારત માટે મનપ્રીત સિંહે મેચની 25મી મિનિટે ગોલ કર્યો. જ્યારે અમિત રોહિદાસે 36મી મિનિટે ગોલ કર્યો હતો. કેપ્ટન હરમનપ્રીત સિંહે 32મી મિનિટે, અભિષેકે 48મી મિનિટે અને ફરીથી કેપ્ટન હરમનપ્રીત સિંહે 59મી મિનિટે ગોલ ફટકારીને જાપાનને હરાવી દીધું હતું. આ દરેક ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. વિજય બાદ દરેક ખેલાડીઓ મેદાન પર તિરંગા સાથે જુમી ઉઠ્યા હતા.
-
Golden Victory Alert: #HockeyHigh portrayed right by our #MenInBlue 🏒
— SAI Media (@Media_SAI) October 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Team 🇮🇳 outshines 🇯🇵 5⃣-1⃣ and brings home🥇& also a #ParisOlympics Quota 🥳
What a match!!
Great work guys💯 Keep shining 💪🏻#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 🇮🇳 pic.twitter.com/UKCKom45tP
">Golden Victory Alert: #HockeyHigh portrayed right by our #MenInBlue 🏒
— SAI Media (@Media_SAI) October 6, 2023
Team 🇮🇳 outshines 🇯🇵 5⃣-1⃣ and brings home🥇& also a #ParisOlympics Quota 🥳
What a match!!
Great work guys💯 Keep shining 💪🏻#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 🇮🇳 pic.twitter.com/UKCKom45tPGolden Victory Alert: #HockeyHigh portrayed right by our #MenInBlue 🏒
— SAI Media (@Media_SAI) October 6, 2023
Team 🇮🇳 outshines 🇯🇵 5⃣-1⃣ and brings home🥇& also a #ParisOlympics Quota 🥳
What a match!!
Great work guys💯 Keep shining 💪🏻#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 🇮🇳 pic.twitter.com/UKCKom45tP
ભારતે એક પછી એક કર્યા ગોલઃ આ મેચ દરમિયાન ભારતીય પુરુષ હોકી ટીમ જાપાનની ટીમ પર સંપૂર્ણ રીતે હાવી રહી હતી. ભારતે શાનદાર રીતે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો. આ મેચમાં ભારતે એક પછી એક ગોલ ફટકાર્યા હતા. ફાઈનલ સમય સુધી ભારતની ટીમ 5 ગોલ કરી ચૂકી હતી. જ્યારે જાપાનની ટીમ માત્ર 1 ગોલ કરી શકી હતી. આ જીતની સાથે જ ભારતે એશિયન ગેમ્સ 2023માં કુલ 22 ગોલ્ડ મેડલ અંકે કરી લીધા છે.
ભારતને મળેલા મેડલઃ એશિયન ગેમ્સ 2023માં ભારતે 22 ગોલ્ડ મેડલ, 34 સિલ્વર મેડલ, 39 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. ભારતે એશિયન ગેમ્સના કુલ 13 દિવસમાં કુલ 95 મેડલ અંકે કરી લીધા છે.