ETV Bharat / bharat

Asian Games 2023 : ભારત માટે ડબલ સેલિબ્રેશન, જેવલિન થ્રોમાં નીરજે ગોલ્ડ અને કિશોર જેન્નાએ સિલ્વર મેડલ જીત્યો - Kishore Jenna won silver medal in javelin throw

નીરજ ચોપરાએ એશિયન ગેમ્સમાં પુરૂષોના જેવલિન થ્રો સ્પર્ધામાં 88.88 મીટરના અસાધારણ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે કિશોર જેન્નાએ 87.54 મીટરનું પ્રભાવશાળી થ્રો નોંધાવીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. જેવલિન થ્રોમાં બે મેડલ ભારતના ખાતામાં આવતા ડબલ સેલિબ્રેશન શરુ થઈ ગયું છે.

Asian Games 2023
Asian Games 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2023, 8:28 PM IST

ચીન : ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ 88.88 મીટરના અસાધારણ થ્રો સાથે પુરુષોના જેવલિન થ્રો સ્પર્ધામાં ભારત માટે સુવર્ણ પદક જીત્યો છે. બીજી તરફ તેના દેશબંધુ કિશોર જેન્નાએ 87.54 મીટરનો થ્રો કરીને બીજું સ્થાન મેળવી સિલ્વર મેડલ જીત્યો હતો. આમ ભાલાફેંક સ્પર્ધામાં ભારતના ખાતે એકસાથે બે મેડલ આવતા સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે.

નીરજ ચોપરા GOAT : ભારતના ખેલાડીઓએ આ બેવડા આનંદની ક્ષણો રચી હતી. કારણ કે ફાઈનલના અંત સુધીમાં નીરજ ચોપરા ટોચ પર પહોંચી ગયો હતો. જ્યારે એક તબક્કે નીરજ ચોપરાને પછાડીને દેશબંધુ કિશોર જેનાએ અદભૂત પ્રદર્શન કર્યું હતું. આ ઇવેન્ટમાં શરૂઆતથી જ ભારતીય વર્ચસ્વ જોવા મળ્યું હતું. કારણ કે, નીરજ ચોપરાએ પ્રથમ પ્રયાસમાં 80 મીટરનો આંકડો પાર કર્યો હતો. જ્યારે જેન્નાએ સિલ્વર મેડલ સ્થાન મેળવવાના પ્રથમ પ્રયાસમાં 81.26નો થ્રો કર્યો હતો.

ભારતના ખાતે બે મેડલ : નીરજ ચોપરાએ બીજા પ્રયાસમાં 84.49 મીટરના અંતર સુધી ભાલો ફેંકી પોતાની લીડ વધુ લંબાવી હતી. જ્યારે જેન્ના છેલ્લા થ્રોમાં તેનું પ્રદર્શન સુધારવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે, અચાનક સ્પર્ધામાં એક વળાંક આવ્યો કારણ કે જેનાએ શાનદાર થ્રો વડે બધાને દંગ કરી દીધા હતા. ત્રીજા પ્રયાસમાં નીરજ ચોપરાને પછાડા તેણે 86.77 મીટરનું અંતર નોંધાવ્યું હતું. જો કે, નીરજે 88.88 મીટરના થ્રો સાથે ફરીથી ટોપ પર સ્થાન મેળવ્યું હતું.

કિશોર જેન્નાએ આગ લગાવી : ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન વડે ઈવેન્ટમાં આગ લગાવી રહ્યા હતા. જેનાએ ટૂંક સમયમાં જ 87.54 મીટરના થ્રો સાથે પોતાના વ્યક્તિગત સ્કોરમાં સુધારો કરીને ગેપને ઓછા કરી નાખ્યો હતો. 85 મીટરના માર્કથી ઉપરના જેન્નાના થ્રો ટોપ 2 માં સ્થાન મેળવવા માટે પૂરતા હતા. તેથી ટૂંક સમયમાં જ ભારતના ખાતામાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ ઉમેરવામાં આવ્યો હતો.

  1. Asian Games 2023: જ્યોતિ વેનમ અને ઓજસ દેવતલેની જોડીએ તીરંદાજીમાં ગોલ્ડ જીત્યો
  2. World Cup 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેપ્ટન ડેની ઉજવણી, તમામ ટીમના કેપ્ટનની ફોટો સેશન સેરેમની યોજાશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.