રોહતકઃ ચીન ખાતે એશિયન ગેમ્સમાં 10 મીટર એર પિસ્ટલ ટીમ ઈવેન્ટમાં શિવા નરવાલે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. શિવા નરવાલ રોહતક આવી પહોંચ્યા છે. રોહતક ખાતે એક પ્રાઈવેટ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા શિવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. શૂટર બનવાની પ્રેરણા પોતાના ભાઈમાંથી મળી હોવાનું શિવાએ જણાવ્યું છે.
2017થી કરે છે શૂટિંગઃ શિવા નરવાલે શૂટિંગની શરૂઆત તેમણે 2017માં વલ્લભગઢથી કરી હતી. તેઓ અગાઉ કબડ્ડી રમતા હતા. પિતાના કહેવા પર તેમણે શૂટિંગ પર હાથ અજમાવ્યો. તેમજ શૂટિંગમાં આગળ વધવાની પ્રેરણા પોતાના મોટાભાઈ મનીષ નરવાલમાંથી મળી છે. તેમણે પોતાને મળેલી સિદ્ધિનું શ્રેય પોતાના મોટાભાઈ અને સમગ્ર પરિવારને આપ્યું છે. શિવા નરવાલ મૂળ ફરિદાબાદના રહેવાસી છે. તેમણે અનેક વર્લ્ડ ચેમ્પિયન શિપમાં ભાગ લીધો છે. એશિયન ગેમ્સમાં તેમણે ગોલ્ડ મેડલ મળ્યો છે. તેમણે નેશનલ ચેમ્પિયન શિપમાં અનેક એવોર્ડ જીત્યા છે.
મેં અહીં સુધી પહોંચવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મારા મોટાભાઈએ મને ખૂબ જ સહયોગ આપ્યો છે. તેમનામાંથી પ્રેરણા લઈને જ હું કબડ્ડી છોડીને શૂટિંગમાં આવ્યો હતો. મેં એશિયન ગેમ્સ અને વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. મારી સફળતાનો શ્રેય મારા પરિવાર અને મારા કોચને જાય છે. મેં મેડલ વિશે ક્યારેય વિચાર્યુ નહતું. મેદાનમાં જઈને માત્ર મહેનત જ કરી છે...શિવા નરવાલ(ગોલ્ડ મેડલ વિનર, એશિયન ગેમ્સ 2023)
શિવાના મોટાભાઈ વિશેઃ શિવા નરવાલના મોટાભાઈ મનીષ નરવાલે પેરૂમાં વર્લ્ડ શૂટિંગ પૈરા સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મનીષે આવતા વર્ષે પેરિસમાં યોજાનાર પેરાઓલ્મપિકમાં ક્વોલિફાઈ કરી લીધું છે. મનીષે ટોક્યો પેરા ઓલ્મપિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ખાસ બાબત એ છે કે બંને ભાઈઓએ ભારત તરફથી બે અલગ અલગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મનીષ જ્યારે પોતાની પ્રેક્ટિસમાંથી ફ્રી થાય ત્યારે તે શિવા પર ધ્યાન આપતા હતા. ગોલ્ડ મેડલ જીત્યા બાદ કોચ પણ બહુ ખુશ છે. કોચે શિવાના મેડલ જીતવા પર ધન્યવાદ આપ્યા અને હવે ઓલ્મપિકની તૈયારીઓ શરૂ કરવાની માહિતી આપી.