સિલ્હટ(બાંગ્લાદેશ): એશિયા કપ 2022ની પ્રથમ સેમીફાઈનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને થાઈલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચેની મેચમાં ભારતે 74 રનથી મેચ જીતી હતી. થાઈલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.(Indian Women vs Thailand Women ) ભારતે થાઈલેન્ડની ટીમને 149 રનનો ટાર્ગેટ આપ્યો છે, જેના જવાબમાં થાઈલેન્ડની ટીમ 9 વિકેટના નુકસાને 74 રન જ બનાવી શકી હતી. દીપ્તિ શર્માએ શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ લીધી હતી.
![થાઈલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16634055_123.jpg)
28 બોલમાં 5 ચોગ્ગા: આ સેમીફાઈનલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા અને થાઈલેન્ડની ટીમને 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શેફાલી વર્માએ 28 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા અને મંધાના 13 રન બનાવીને આઉટ થઈ ગઈ. ભારતીય બેટ્સમેન જેમિમાહ રોડ્રિગ્સે 26 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. આ સિવાય હરમનપ્રીત કૌર 30 બોલમાં 36 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. છેલ્લી ઓવરમાં પૂજા વસ્ત્રાકરે 13 બોલમાં 17 રન ફટકાર્યા હતા.
એક-એક વિકેટ મળી: થાઈલેન્ડ તરફથી સોર્નનારીન ટીપોચે સારી બોલિંગ કરી અને 4 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ લીધી. આ સાથે નટ્ટાયા બૂચાથમ, થિપાચા પુથાવોંગ અને ફેનીતા માયાને એક-એક વિકેટ મળી હતી.
સારું પ્રદર્શન કરવાનું દબાણ: ભારતીય મહિલા ખેલાડીઓને આ મેચ જીતવાનો ફાયદો થશે.(Womens Asia Cup 2022) ભારતીય મહિલા ક્રિકેટ ટીમે છેલ્લી મેચમાં થાઈલેન્ડની મહિલાઓને માત્ર 37 રનમાં આઉટ કરી દીધી હતી. થાઈલેન્ડની મહિલા લક્ષ્યાંક પર આ વખતે સારું પ્રદર્શન કરવાનું દબાણ હતું, જેથી તેઓ પ્રથમ સેમિફાઈનલ બાદ ફાઇનલમાં પહોંચી શકે. પરંતુ આ ઐતિહાસિક મેચમાં એશિયા કપની સેમીફાઈનલમાં ભારતીય બોલિંગ સામે થાઈલેન્ડની મહિલા ટીમ ચકનાચૂર થઈ ગઈ હતી. થાઈલેન્ડે બાંગ્લાદેશ અને યુએઈને હરાવીને અંતિમ ચારમાં જગ્યા બનાવી હતી.