દુબઈઃ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા એશિયા કપ 2022ની ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રનથી હરાવીને છઠ્ઠી વખત ટાઈટલ જીત્યું હતું(Sri Lanka beat Pakistan in Asia cup). શ્રીલંકા તરફથી ભાનુકાએ અણનમ 71 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ આ પહેલા 1986, 1997, 2004, 2008 અને 2014માં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો(SL won title for sixth time in Asia Cup).
-
Afghans celebrate Sri Lanka's Asia Cup 2022 win, take to streets and social media to express joy
— ANI Digital (@ani_digital) September 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/umATCC0ujG#SLvsPAK #AsiaCup2022 #Cricket #afghanistancricket #Afghanistan pic.twitter.com/eJDeCFJ5J7
">Afghans celebrate Sri Lanka's Asia Cup 2022 win, take to streets and social media to express joy
— ANI Digital (@ani_digital) September 11, 2022
Read @ANI Story | https://t.co/umATCC0ujG#SLvsPAK #AsiaCup2022 #Cricket #afghanistancricket #Afghanistan pic.twitter.com/eJDeCFJ5J7Afghans celebrate Sri Lanka's Asia Cup 2022 win, take to streets and social media to express joy
— ANI Digital (@ani_digital) September 11, 2022
Read @ANI Story | https://t.co/umATCC0ujG#SLvsPAK #AsiaCup2022 #Cricket #afghanistancricket #Afghanistan pic.twitter.com/eJDeCFJ5J7
પાકને મળી ધોબી પછાડ શ્રીલંકાએ રવિવારે એશિયા કપ 2022ની ફાઇનલમાં પાકિસ્તાનને 23 રને હરાવ્યું અને એશિયાની ચેમ્પિયન ટીમ બની છે(Asia Cup 2022 Final Match Sri Lanka vs Pakistan). આ મેચમાં પાકિસ્તાની ટીમ છેલ્લી ઓવરના છેલ્લા બોલમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને શ્રીલંકાએ 6 વિકેટે 170 રન બનાવ્યા હતા. શ્રીલંકાની બોલિંગના કારણે મોહમ્મદ રિઝવાનની 49 બોલમાં 55 રનની ઈનિંગ્સ ધોવાઈ ગઈ હતી. પ્રમોદ મદુષણ (4 વિકેટ) અને વનિન્દુ હસરંગા (3 વિકેટ)એ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
શ્રીલંકાએ છઠ્ઠી વખત ટાઇટલ નામે કર્યું ચમિકા કરુણારત્નેએ બે વિકેટ લીધી હતી. શ્રીલંકાએ વર્ષ 1986, 1997, 2004, 2008, 2014 અને હવે 2022માં એશિયા ટેક્સ ટ્રોફી જીતી છે. ભાનુકા રાજપક્ષેને તેના અણનમ 71 રન માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગાને એશિયા કપ 2022માં તેના શાનદાર પ્રદર્શન માટે 'પ્લેયર ઓફ ધ સિરીઝ'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
પાકે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરી પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટે 170 રન બનાવ્યા હતા. ભાનુકા રાજપક્ષે 45 બોલમાં અણનમ 71 રન બનાવ્યા હતા જ્યારે વનિન્દુ હસરંગાએ 36 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હરિસ રઉફે ત્રણ વિકેટ ઝડપી હતી. શ્રીલંકાએ સુપર 4 સ્ટેજની મેચ (PAK vs SL)માં પણ પાકિસ્તાન પર જીત મેળવી હતી અને ફાઇનલમાં પણ તેમને હરાવ્યા હતા. આ સમગ્ર ટૂર્નામેન્ટમાં શ્રીલંકા માત્ર એક મેચ હારી ગયું હતું.