ETV Bharat / bharat

Asia Cup 2022: એશિયા કપ 2022ની તારીખ જાહેર, ભારત-પાક ફરી આમને-સામને - એશિયન ક્રિકેટ કાઉન્સિલ

T20 વર્લ્ડ કપ 2022 પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર (asia cup 2022 announced date) થવાની છે. 27 ઓગસ્ટથી શરૂ થઈ (Asia Cup 2022) રહેલા એશિયા કપમાં બંને ટીમો આમને-સામને ટકરાશે.

Asia Cup 2022: એશિયા કપ 2022ની તારીખ જાહેર, ભારત-પાક ફરી આમને-સામને

author img

By

Published : Mar 19, 2022, 4:59 PM IST

ન્યુઝ ડેસ્ક: એશિયા કપ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી શ્રીલંકામાં (asia cup 2022 announced date ) યોજાશે. આવી સ્થિતિમાં (Asia Cup 2022) ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. આ વખતે ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે અને તેના માટે ક્વોલિફાયર 20 ઓગસ્ટ 2022થી રમાશે.

આ પણ વાંચો: Womens World Cup 2022: ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું, સેમિફાઇનલમાં જવાનો રસ્તો મુશ્કેલ

ટીમ ઈન્ડિયા એશિયા કપ ઈતિહાસની સૌથી સફળ ટીમ: આ ટૂર્નામેન્ટ 1984માં પ્રથમ વખત આયોજિત કરવામાં આવી હતી ત્યારથી અત્યાર સુધી ભારત સાત વખત આ ખિતાબ જીતી ચૂક્યું છે.ભારતીય ટીમ 1984, 1988, 1990-91, 1995, 2010, 2016 અને 2018માં ચેમ્પિયન રહી છે.

શ્રીલંકા 5 ટાઇટલ જીત સાથે બીજા નંબર પર: શ્રીલંકાએ 1986, 1997, 2004, 2008 અને 2014માં આ ખિતાબ જીત્યો હતો. પાકિસ્તાને 2000 અને 2012માં ટૂર્નામેન્ટ જીતી હતી. એશિયા કપના ઈતિહાસમાં શ્રીલંકાએ 14 વખત ભાગ લીધો છે. તે પછી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો નંબર આવે છે, જેમણે આ ટૂર્નામેન્ટ 13 વખત રમી છે.

6 ટીમો ભાગ લેશે: એશિયા કપ 2022માં 6 ટીમો ભાગ લેશે જેમાં ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને એક ક્વોલિફાયરનો સમાવેશ થાય છે. ક્વોલિફાયર મેચ UAE, કુવૈત, સિંગાપોર અને હોંગકોંગ વચ્ચે રમાશે.

આ પણ વાંચો: લક્ષ્ય સેને ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં કર્યો પ્રવેશ

એશિયા કપ ક્રિકેટ દર બે વર્ષે થાય છે: પરંતુ કોરોના મહામારીના કારણે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા 2020ની આવૃત્તિ રદ કરવામાં આવી હતી. ACC જૂન 2021માં શ્રીલંકામાં રમાનારી ટુર્નામેન્ટનું આયોજન કરવા માંગતી હતી, પરંતુ રોગચાળાએ આયોજકોની યોજનાઓને બરબાદ કરી દીધી હતી.

જય શાહનો કાર્યકાળ લંબાયો: એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે BCCI સેક્રેટરી જય શાહનો કાર્યકાળ સર્વસંમતિથી એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. ઓમાન ક્રિકેટ બોર્ડના પંકજ ખીમજીને ACCના ઉપાધ્યક્ષ તરીકે અને મલેશિયા ક્રિકેટ એસોસિએશનના મહિન્દા વલ્લીપુરમને વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોલંબોમાં શનિવારે ACCની એજીએમમાં ​​આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.