ETV Bharat / bharat

વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થતાં જ કોંગ્રેસ 'INDIA' ગઠબંધન પર ધ્યાન કેન્દ્રિત કરશે - undefined

પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને કારણે કોંગ્રેસ INDIA ગઠબંધન પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી. પરંતુ પાર્ટીના નેતાઓએ જણાવ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેલંગાણા વિધાનસભા ચૂંટણી પછી તરત જ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરશે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2023, 8:00 PM IST

નવી દિલ્હી: પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી 30 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી છે.પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા બે મહિનામાં INDIA ગઠબંધન પર કામ થઈ શક્યું ન હતું. કારણ કે કોંગ્રેસનું ધ્યાન રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની પાંચ વિધાનસભા ચૂંટણીઓ પર કેન્દ્રિત થયું હતું. તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન સાથે ચૂંટણી સમાપ્ત થશે. પાંચેય રાજ્યોના પરિણામ 3 ડિસેમ્બરે આવશે.

કોંગ્રેસના રાજ્યસભાના ઉપનેતા પ્રમોદ તિવારીએ ETV ભારતને જણાવ્યું હતું કે પાંચ રાજ્યોની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવું સ્વાભાવિક છે. આનાથી થોડા સમય માટે INDIA ગઠબંધનથી અમારું ધ્યાન હટ્યું, પરંતુ હવે ગઠબંધનને આગળ લઈ જવાનો સમય આવી ગયો છે.

પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગે 4 ડિસેમ્બરની સવારે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે વ્યૂહરચના બેઠક યોજે તેવી અપેક્ષા છે. INDIA ગઠબંધનને આગળ લઈ જવા, સંયુક્ત વિરોધ પ્રદર્શન કરવા અને એજન્ડા અને સીટ-શેરિંગ પર કામ કરવા માટે સહયોગીઓ સાથે પરામર્શ કર્યા પછી ટૂંક સમયમાં INDIA બેઠક યોજવામાં આવશે.

AICCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ખડગેએ રાજ્યની ચૂંટણીમાં પાર્ટીની ભાગીદારી વિશે સમજાવવા માટે નીતીશ કુમાર સાથે ફોન પર વાત કરી હતી અને બિહારના મુખ્યપ્રધાને આ મુદ્દો સમજ્યા હતા. હવે સાથી પક્ષોને ફરીથી સાથે લાવવામાં આવશે. 2024ની ચૂંટણી એકસાથે લડવા સૌ ઉત્સુક છે. જયંત ચૌધરી અને અખિલેશ યાદવ બંને યુપીમાં બીજેપી વિરુદ્ધ સાથે મળીને કામ કરે છે અને 2024ની લડાઈ માટે કોંગ્રેસ સાથે રહેશે.

  1. અમિત શાહે પશ્ચિમ બંગાળમાં કહ્યું- 2026માં રાજ્યમાં બે તૃતીયાંશ બહુમતી સાથે સરકાર બનશે
  2. મોદી કેબિનેટની મોટી જાહેરાત, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પાંચ વર્ષ માટે લંબાવી

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.