- આરોપીએ તલવાર ચલાવી લોકોને વધુ ઉગ્ર બન્યા
- આરોપી 26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હાજર લોકો હતા હાજર
- લાલ કિલ્લા પર હાજર હોવાના ફોટા તેના જ ફોનમાંથી મળ્યા
નવી દિલ્હીઃ લાલ કિલ્લા પર થયેલી હિંસા દરમિયાન હાથમાં તલવાર લઈને આવી ધમાલ મચાવનારા એક આરોપીને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પકડી પાડ્યો છે. આરોપીનું નામ મનિન્દર સિંહ ઉર્ફ મોની છે. તે સ્વરૂપનગરનો સિંધી કોલોનીનો રહેવાસી છે અને તે મેકેનિક છે. પોલીસે તેના ઘરેથી બે તલવાર પણ કબ્જે કરી છે, જેનો ઉપયોગ લાલ કિલ્લા હિંસા દરમિયાન કરવામાં આવ્યો હતો.
પોલીસે તપાસ કરી તો આરોપીના ઘરમાંથી બે તલવાર મળી
આ અંગે મળતી માહિતી અનુસાર, લાલ કિલ્લા પર થયેલી હિંસા મામલાની તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કરી રહી છે. હાલમાં સ્પેશિયલ સેલને સૂચના મળી હતી કે સ્વરૂપનગરમાં રહેતો મનિન્દર સિંહ આ હિંસામાં સામેલ હતો. ઘટનાના સમયે તલવાર ચલાવી રહેલા મનિન્દરની તસવીર સામે આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે, મનિન્દર મંગળવારે રાતે પીતમપુરા સ્થિત સિડી બ્લોક બસ સ્ટોપ પાસે જશે. પોલીસે બાતમીના આધારે બસ સ્ટોપ પર પહોંચી મનિન્દરની ધરપકડ કરી હતી. પોલીસ ટીમ આરોપીને લઈને તેના ઘરે પહોંચી તો તેના ઘરેથી બે તલવાર મળી આવી હતી, જેનો ઉપયોગ લાલ કિલ્લામાં થયેલી હિંસા દરમિયાન થયો હતો.
આરોપી અન્ય પાંચ લોકોને પણ સાથે લઈ ગયો હતો
આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તેણે ફેસબુક પર કેટલાક વીડિયો જોયા હતા, જેનાથી તે પ્રભાવિત થયો અને આ રેલીમાં જોડાયો. તે દિલ્હીના સિંધુ બોર્ડર પર ઘણા વખત પ્રદર્શનમાં પણ સામેલ થયો હતો અને ત્યાં આપવામાં આવેલા ભાષણોથી પ્રભાવિત થયો હતો. આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે, તેની પડોશમાં રહેતા 5 લોકોને પણ તે આ પ્રદર્શનમાં જોડાવવા પ્રેરિત કર્યા હતા. તે 5 લોકોની સાથે તે બાઈક પર ટ્રેક્ટર રેલીમાં સામેલ થવા ગયો હતો. ત્યાં મુકરબા ચોક તરફ ગયા હતા અને ત્યાંથી લાલ કિલ્લા પહોંચ્યા. આ રેલીમાં જતા સમયે તેણે પોતાની સાથે બે તલવાર પણ રાખી હતી. તે પોતાના 5 સાથીઓની સાથે લાલ કિલ્લામાં દાખલ થયો અને ત્યાં તલવાર લહેરાવી ડાન્સ કરવા લાગ્યો હતો. આનાથી ત્યાંના લોકો વધુ ઉગ્ર બન્યા અને હિંસા કરી.
આરોપી તલવાર ચલાવતા શીખવાડે છે
પોલીસે પકડેલો આરોપી સ્વરૂપનગરમાં પોતાના પ્લોટમાં નાના બાળકોને તલવારબાજીની તાલીમ પણ આપે છે. તેના મોબાઈલમાં એક વીડિયો ફૂટેજ પણ સામે આવી છે, જેમાં 26મી જાન્યુઆરીએ તે તલવાર લહેરાવીને લાલ કિલ્લા પર જોવા મળે છે. આ ઉપરાંત સિંધુ બોર્ડર પર તેની હાજરી અંગેના ફોટો પણ તેના જ મોબાઈલથી મળી આવ્યા હતા.