- પઠાણકોટ જિલ્લામાંથી હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર
- અકસ્માત મંગળવારે સવારે થયો
- હેલિકોપ્ટર સીધું રણજીત સાગર ડેમમાં અથડાયું
પઠાણકોટ: પંજાબની પાકિસ્તાન સરહદને અડીને આવેલા પઠાણકોટ જિલ્લામાંથી હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માત મંગળવારે સવારે થયો જ્યારે હેલિકોપ્ટર સીધું રણજીત સાગર ડેમમાં અથડાયું.
ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ
હેલિકોપ્ટરમાં કેટલા લોકો હતા અને પાયલોટ ક્યાં છે, તે જાણી શકાયું નથી. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સેનાના જવાનોએ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે.
આ પણ વાંચો: અલાસ્કામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત
આ પણ વાંચો: E-TV Fact Check: તાપી-ડાંગના જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ થયાના મેસેજ માત્ર અફવા