ETV Bharat / bharat

Chief of Defense Staff: સરકાર આગામી CDSની નિમણૂક પ્રક્રિયા શરૂ કરશે; જનરલ નરવણે રેસમાં આગળ

સરકાર આગામી CDSની ભરતી પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે, ત્યારે આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે (Army chief General Manoj Mukund Naravane) રેસમાં આગળ છે. જાણો શું છે આખી પ્રક્રિયા.

Chief of Defense Staff: સરકાર આગામી CDSની નિમણૂક પ્રક્રિયા શરૂ કરશે; જનરલ નરવણે રેસમાં આગળ
Chief of Defense Staff: સરકાર આગામી CDSની નિમણૂક પ્રક્રિયા શરૂ કરશે; જનરલ નરવણે રેસમાં આગળ
author img

By

Published : Dec 10, 2021, 10:15 AM IST

  • સરકાર આગામી CDSની નિમણૂક પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે
  • સરકાર આર્મી, નેવી અને એરફોર્સના વરિષ્ઠ કમાન્ડરોની એક કમિટી બનાવશે
  • કેબિનેટની નિમણૂક સમિતિને વિચારણા માટે નામ મોકલવામાં આવશે

નવી દિલ્હી: બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Helicopter crash) જનરલ બિપિન રાવતના (General Bipin Rawat) નિધન બાદ CDSનું પદ ખાલી થયું છે. સરકાર ટૂંક સમયમાં આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની (CDS) નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરશે અને ટોચના પદ માટે સૌથી આગળ આર્મી ચીફ જનરલ એમ.એમ નરવણે (Army chief General Manoj Mukund Naravane) છે.

જનરલ નરવણેને આ પદ પર નિમણૂક કરવી તે સમજદારીભર્યું પગલું હશે

કેટલાક નિવૃત્ત સૈન્ય કમાન્ડરોએ કહ્યું કે, જનરલ નરવણેને આ પદ પર નિમણૂક કરવી તે સમજદારીભર્યું પગલું હશે કારણ કે, તે પાંચ મહિનામાં આર્મી ચીફના પદ પરથી નિવૃત્ત થવાના છે. તે પછી સરકાર આ પગલું લઈ રહી છે. આ બાબતથી વાકેફ લોકોએ ગુરુવારે કહ્યું કે, સરકાર આર્મી, નેવી અને એરફોર્સના વરિષ્ઠ કમાન્ડરોની એક કમિટી બનાવશે. આગામી બે-ત્રણ દિવસમાં ત્રણેય સેનાઓ તરફથી મળેલી ભલામણોના આધારે સમિતિને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને ત્યારબાદ તેને રક્ષામંત્રી રાજનાથ સિંહને મંજૂરી માટે મોકલવામાં આવશે.

આ પણ વાંચો: General Naravane next CDS : શું આર્મી ચીફ જનરલ નરવણે આગામી CDS હશે?

કેબિનેટની નિમણૂક સમિતિને નામ મોકલવામાં આવશે

સંરક્ષણ પ્રધાન પાસેથી મંજૂરી મળ્યા પછી નામો કેબિનેટની નિમણૂક સમિતિને વિચારણા માટે મોકલવામાં આવશે. જે ભારતના આગામી CDSના નામ પર અંતિમ નિર્ણય લેશે. આ મામલાથી પરિચિત લોકોએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ચીફ ઑફ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફથી (Chief of Integrated Defense Staff) લઈને ચીફ ઑફ સ્ટાફ કમિટીના (Chief of Staff Committee) અધ્યક્ષ સુધી, સમિતિ CDSના પદ માટે સંભવિત ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયાનું સંકલન કરશે.

CDSમાં જનરલ નરવણેની નિમણૂકની શક્યતાઓ

સરકાર CDSની નિમણૂક માટે તે જ પ્રોટોકોલનું પાલન કરશે અને ત્રણેય સેનાઓના વડાઓની નિમણૂક માટે નક્કી કરવામાં આવે છે. CDSએ ચીફ્સ ઑફ સ્ટાફ કમિટી (COSC)ના અધ્યક્ષ છે. જેમાં ત્રણેય સેનાઓના વડાઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે, જનરલ નરવણેની કામગીરી અને જે રીતે તેમણે પૂર્વી લદ્દાખના સ્ટેન્ડઓફને હેન્ડલ કર્યું છે, તે જોતાં ટોચના પદ પર તેમની નિમણૂકની શક્યતાઓ વધુ છે.

આ પણ વાંચો: CDS Bipin Rawat: દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ કઈ આમ જ બનાવાયા ન હતા

જનરલ નરવણે ત્રણ સેનાના પ્રમુખમાં સૌથી વરિષ્ઠ

જનરલ નરવણે ત્રણ સેનાના પ્રમુખમાં સૌથી વરિષ્ઠ છે અને એપ્રિલમાં નિવૃત્ત થવાના છે. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ, વી.આર. ચૌધરી અને નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે અનુક્રમે 30 સપ્ટેમ્બર અને 30 નવેમ્બરે પદ સંભાળ્યું હતું. સેના, નૌકાદળ અને ભારતીય વાયુસેનાના કાર્યને સંકલન કરવા અને દેશની સૈન્ય ક્ષમતાને વધારવા માટે જનરલ રાવતે ગયા વર્ષે 1 જાન્યુઆરીએ ભારતના પ્રથમ CDS તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

જનરલ રાવતનો કાર્યકાળ માર્ચ 2023 સુધીનો જ હતો

1999માં કારગિલ યુદ્ધ દરમિયાન દેશની સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓની તપાસ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએં CDSની નિમણૂકની ભલામણ કરી હતી. છેલ્લા બે વર્ષમાં જનરલ રાવતે ત્રણેય સેવાઓના સુધારા માટે વ્યાપક કામ કર્યું હતું. જનરલ રાવતનો કાર્યકાળ માર્ચ 2023 સુધીનો જ હતો. CDSની નિવૃત્તિ વય 65 વર્ષ છે, જ્યારે આર્મી ચીફનો કાર્યકાળ 62 વર્ષ અથવા ત્રણ વર્ષનો છે. CDS સંરક્ષણ મંત્રાલયમાં લશ્કરી બાબતોના વિભાગના સચિવ અને સંરક્ષણ પ્રધાનના મુખ્ય સલાહકાર છે.

સેનાના એક ભૂતપૂર્વ કમાન્ડરે કહ્યું

સેનાના એક ભૂતપૂર્વ કમાન્ડરે કહ્યું કે, "જનરલ નરવણેને સંરક્ષણના આગામી વડા બનાવવામાં આવે તેવી ઉચ્ચ સંભાવના છે અને તે એક સમજદાર નિર્ણય હશે." જો જનરલ નરવણેને CDS નિયુક્ત કરવામાં આવે છે, તો આર્મી ચીફની નિમણૂક પર પણ ધ્યાન આપવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.