નવી દિલ્હી: શનિવારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે, ચીન સાથેની સરહદ પર 30 મહિનાથી વધુ સમયથી મડાગાંઠ વચ્ચે પૂર્વી લદ્દાખમાં 'સ્થિતિ સ્થિર છે, પરંતુ અણધારી' છે. એક થિંક ટેન્કને સંબોધતા જનરલ (Army Chief Gen manoj pande) પાંડેએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચેની સૈન્ય વાટાઘાટોના આગામી (Ladakh Border LAC) રાઉન્ડમાં વિવાદના બાકી રહેલા બે મુદ્દાઓ સાથે સંબંધિત મુદ્દાઓને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એવું માનવામાં (India China Border issue) આવે છે કે તેણે ડેમચોક અને ડેપસાંગની સ્થિતિને ધ્યાને લઈને આ વાત કરવામાં આવી રહી છે.
-
#WATCH | "Situation is stable but unpredictable," says Indian Army Chief General Manoj Pande on situation in eastern Ladakh pic.twitter.com/MChDCyEZbZ
— ANI (@ANI) November 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | "Situation is stable but unpredictable," says Indian Army Chief General Manoj Pande on situation in eastern Ladakh pic.twitter.com/MChDCyEZbZ
— ANI (@ANI) November 12, 2022#WATCH | "Situation is stable but unpredictable," says Indian Army Chief General Manoj Pande on situation in eastern Ladakh pic.twitter.com/MChDCyEZbZ
— ANI (@ANI) November 12, 2022
વિવાદના સાત મુદ્દાઓમાંથી પાંચ મુદ્દાઓ પર વાતચીત દ્વારા ઉકેલ લાવવામાં આવ્યો છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પર તેની કાર્યવાહીનું વ્યાપક સંદર્ભમાં ખૂબ જ કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવાની જરૂર છે. જેથી કરીને ભારત તેના હિત અને સંવેદનશીલતાનું રક્ષણ કરી શકે.---જનરલ પાંડે
17મો રાઉન્ડઃ જનરલ પાંડેએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, "જો મારે તેને (પરિસ્થિતિ) એક વાક્યમાં વ્યાખ્યાયિત કરવી હોય તો હું કહીશ કે પરિસ્થિતિ સ્થિર છે, પરંતુ અણધારી છે." બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા માટે ચીન સાથે ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટોના આગામી રાઉન્ડને લઈને ભારત આશાવાદી છે. તેમણે કહ્યું કે, અમે 17મા રાઉન્ડની વાતચીતની તારીખ પર વિચાર કરી રહ્યા છીએ. સરહદી વિસ્તારોમાં ચીનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસાવવાના વિષય પર આર્મી ચીફે કહ્યું કે આ સતત થઈ રહ્યું છે.આ વિસ્તારમાં ભારતીય સેનાની તૈયારીઓ છે. શિયાળાની મોસમ માટે તૈયારીઓ ચાલી રહી છે. અમારા હિતોનું રક્ષણ કરવા માટે વાસ્તવિક નિયંત્રણ રેખા પર અમારી ક્રિયાઓને "ખૂબ જ સાવધાનીપૂર્વક સમાયોજિત" કરવાની જરૂર છે.