ETV Bharat / bharat

હવે ચંદ્રના પ્રકાશમાં તાજમહાલનો નજારો માણી શકાશે, જાણો કેમ...

પ્રેમની નિશાની તાજમહાલ (Taj Mahal)ના દર્શન કરનારા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. તાજમહાલના દર્શન પ્રવાસીઓ મુનલાઈટમાં પણ કરી શકશે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) વિભાગ તરફથી 17 મહિના પછી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) વિભાગ તરફથી મુનલાઈટ વ્યૂ માટે ખોલી દેવાયો છે.

author img

By

Published : Aug 21, 2021, 11:20 AM IST

  • પ્રેમની નિશાની તાજમહાલ (Taj Mahal)ના મુલાકાતીઓ માટે સારા સમાચાર આવ્યા
  • હવે પ્રવાસીઓ મુનલાઈટમાં પણ તાજમહાલ (Taj Mahal)ના દર્શન કરી શકશે
  • 17 મહિના પછી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) વિભાગ તરફથી મુનલાઈટ વ્યૂ માટે ખોલી દેવાયો

આગરાઃ પ્રેમની નિશાની તાજમહાલ (Taj Mahal)ને પ્રવાસીઓ હવે અક અલગ જ અંદાજમાં જોઈ શકશે. હવે શનિવારથી પ્રવાસીઓ મુનલાઈટમાં પણ તાજનો દિદાર કરી શકશે. 17 મહિના પછી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) વિભાગ તરફથી તાજમહાલ મુનલાઈટ વ્યૂ માટે શરૂ કરી દેવાયો છે. શુક્રવારે તાજમહાલ (Taj Mahal)ના મુનલાઈટ વ્યૂ (Moonlight view)ની ટિકિટ જાહેર કરવામાં આવી છે. રાત્રિ કરફ્યૂના કારણે 50-50 પ્રવાસીઓના ત્રણ ગૃપની તાજમહાલ (Taj Mahal)માં એન્ટ્રી કરશે. પહેલા દિવસે તાજમહાલના (Taj Mahal) મુનલાઈટ (Moonlight view) દિદારની 150 ટિકિટમાં 133ની બુકિંગ થઈ છે. ઉત્તરપ્રદેશ સરકારે ભલે જ રવિવારે લૉકડાઉન (Lockdown) હટાવી લીધું છે, પરંતુ હજી પણ તાજમહાલના (Taj Mahal) પ્રવાસીઓ માટે રવિવારે ખૂલવા અંગે અસમંજસ યથાવત્ છે.

આ પણ વાંચો- સી-પ્લેન સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં ફરી શરૂ થાય તેવી સંભાવના

પહેલા દિવસે 133 પ્રવાસીઓ મુનલાઈટ (Moonlight)માં તાજમહાલ જોશે

આપને જણાવી દઈએ કે, કોરોના સંક્રમણના કારણે 17 માર્ચ 2020એ ASIના દેશભરના તમામ સંરક્ષિત સ્મારક બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તાજમહાલ અને આગરા કિલ્લા 21 સપ્ટેમ્બર 2020ને પ્રવાસીઓ માટે અનલૉક કરવામાં આવ્યા હતા, પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે 15 એપ્રિલે તાજમહાલ સહિત આગરાના તમામ સ્મારક પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયા હતા. ભલે 60 દિવસ પછી પ્રવાસીઓ માટે તાજ 'અનલૉક' કરી દીધો. તો પણ ચાંદની રાતમાં તાજમહાલના દિદાર પર લગભગ 17 મહિનામાં તાળા લાગ્યા હતા, જે હવે 21 ઓગસ્ટે ખૂલી જશે.

આ પણ વાંચો- નવસારીની ઘણી શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી અને એકમ કસોટી શરૂ

પૂર્ણિમા પર પાંચ દિવસ રાતે ખૂલશે તાજમહાલ

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) વિભાગે તાજમહાલના નાઈટ વ્યૂને લઈને જોગવાઈ શાસનને મોકલી હતી, જેની પર સરકારથી તાજમહાલના નાઈટ વ્યૂની મંજૂરી આપી છે. હવે દર મહિનામાં પૂર્ણિમા પર 5 દિવસ તાજમહાલ નાઈટ વ્યૂ માટે ખૂલશે. પૂર્ણિમાથી 2 દિવસ પહેલા, પૂર્ણિમા અને પૂર્ણિમાના 2 દિવસ પછી તાજમહાલ રાત્રે ખૂલશે. આ મહિને 21 ઓગસ્ટથી તાજમહાલ નાઈટ વ્યૂની શરૂઆત થઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં અત્યારે રાત્રે 10 વાગ્યાથી નાઈટ કરફ્યૂ છે. આ માટે તાજમહાલ નાઈટ વ્યૂ માટે રાત્રે 8.30 વાગ્યાથી 10 વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ખૂલશે.

મુનલાઈટમાં તાજમહાલ જોવા મળી રહ્યો છે ક્રેઝ

કોરોના સંક્રમણની પાબંધીઓથી આગરાના પ્રવાસન ઉદ્યોગને ભારે નુકસાન થયું છે. હવે તાજમહાલના મુનલાઈટમાં તાજમહાલ અનલૉક થવાથી પ્રવાસીઓ ઉદ્યમીઓને આશા જાગી છે. આપને જણાવી દઈએ કે, મુનલાઈટમાં તાજમહાલ સાઈનિંગ કરે છે. તાજમહાલમાં જડેલા સેમી પ્રિસિયસ અને પ્રિસિયસ સ્ટોન સ્પાર્કલ કરે છે. આ માટે શરૂથી જ તાજમહાલની ચમકનું ઘણું મહત્ત્વ છે. પ્રવાસીઓમાં મુનલાઈટમાં તાજમહાલ જોવાનો ઘણો ક્રેઝ છે.

શુક્રવારે સાંજ સુધીમાં 133 ટિકિટ બુક થઈ

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગના અધિક્ષક વસંતકુમાર સ્વર્ણકારે જણાવ્યું હતું કે, તાજમહાલને શનિવારે રાત્રિ દર્શનની શુક્રવારે સાંજ સુધી 133 ટિકિટ બુક થઈ છે. શનિવારે આ પ્રવાસીઓ ત્રણ ગૃપમાં મુનલાઈટમાં તાજમહાલનો દિદાર કરશે. તાજમહાલની મુનલાઈટ વિઝિટ અંગે તમામ તૈયારી પૂર્ણ કરી લેવાઈ છે. રવિવારે તાજમહાલ ખોલવા અંગે મુખ્ય મથકના આદેશની રાહ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.