નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવના નાના પૂત્રવધુ અપર્ણા યાદવ આજે ભાજપમાં (Aparna Yadav joins BJP) જોડાયાં છે. ઉલ્લેખનીય છે કે, અપર્ણા યાદવ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly Election 2022) લખનઉ કેન્ટથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યાં છે.
-
भाजपा की जन कल्याणकारी नीतियों से प्रभावित होकर श्रीमती अपर्णा यादव ने पार्टी की सदस्यता ग्रहण की#सबका_साथ_सबका_विकास pic.twitter.com/4jh9wO9aqv
— BJP Uttar Pradesh (@BJP4UP) January 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">भाजपा की जन कल्याणकारी नीतियों से प्रभावित होकर श्रीमती अपर्णा यादव ने पार्टी की सदस्यता ग्रहण की#सबका_साथ_सबका_विकास pic.twitter.com/4jh9wO9aqv
— BJP Uttar Pradesh (@BJP4UP) January 19, 2022भाजपा की जन कल्याणकारी नीतियों से प्रभावित होकर श्रीमती अपर्णा यादव ने पार्टी की सदस्यता ग्रहण की#सबका_साथ_सबका_विकास pic.twitter.com/4jh9wO9aqv
— BJP Uttar Pradesh (@BJP4UP) January 19, 2022
અપર્ણા યાદવ ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી હતી
જોકે, ભાજપનાં નેતા રિટા બહુગુણા જોષી સામે તેમનો પરાજય થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી અપર્ણા યાદવ ભાજપમાં જોડાય (Aparna Yadav joins BJP) તેવી અટકળો ચાલી રહી હતી. મળતી માહિતી અનુસાર, આ વખતે પણ તેમને લખનઉ કેન્ટથી ટિકિટ (Aparna Yadav Lucknow Kent seat) આપવાની અટકળો ચાલી રહી છે.
આ પણ વાંચો- Rakesh Tikait on UP Election: SP-RLDને નથી આપ્યું સમર્થન, લોકોને સમજવામાં ભૂલ થઈ: રાકેશ ટિકૈત
અપર્ણા યાદવ વારંવાર PM Modi અને યોગી આદિત્યનાથના વખાણ કરી ચૂક્યાં છે
અપર્ણા અનેક કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથના વખાણ કરી ચૂક્યાં છે. અપર્ણા યાદવ મુલાયમસિંહ યાદવના નાના પૂત્ર પ્રતીક યાદવનાં પત્ની (Aparna Yadav joins BJP) છે. આપને જણાવી દઈએ કે, અપર્ણા યાદવ મોદી અને યોગીના વારંવાર વખાણ કરતાં (Aparna Yadav joins BJP) હતાં. યોગી સરકારે તેમને વાઈ શ્રેણીની સુરક્ષા પણ આપી છે. તેમણે રામ મંદિર નિર્માણ માટે 11 લાખ રૂપિયાનું દાન પણ આપ્યું હતું.
આ પણ વાંચો- UP Assembly Elections 2022: યોગી સામે અખિલેશ કેવી રીતે મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા?
અપર્ણા યાદવ પોતાના નિવેદનોથી ચર્ચામાં રહે છે
જ્યારે તેમને આ અંગે પૂછવામાં આવ્યું હતું. તો તેમણે જણાવ્યું હતું કે, તેઓ મંદિર માટે સ્વેચ્છાએ દાન આપી રહ્યાં છે. તેમનો કોઈ રાજકીય ઉદ્દેશ નથી. તેમણે કહ્યું હતું કે, ભૂતકાળ ક્યારેય પણ ભવિષ્યની સરખામણીએ નથી હોતો. રામ ભારતના ચરિત્ર, સંસ્કાર અને તમામની આસ્થાનું કેન્દ્ર છે. ઉલ્લેખનીય છે કે, મુલાયમ યાદવનાં નાના પૂત્રવધુ અપર્ણાસિંહ યાદવ હંમેશા પોતાના નિવેદનો અંગે ચર્ચામાં રહે છે અને ભાજપ અંગે હંમેશા તેમનું સોફ્ટ કોર્નર રહ્યું છે.
દિલ્હી ભાજપ મુખ્ય મથકમાં અપર્ણા વિધિવત રીતે ભાજપમાં જોડાયાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના કામના વખાણ પણ અપર્ણા યાદવ કરતા રહ્યાં છે. સૂત્રોનું માનીએ તો, રાજધાની લખનઉ કેન્ટ વિધાનસભા બેઠકથી (Aparna Yadav Lucknow Kent seat) ભાજપ તેમને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં અપર્ણા યાદવ લખનઉમાં ભાજપ મુખ્ય મથકમાં જોડાવાના હતા, પરંતુ ત્યારે વાત નહતી બની. જાણવા મળી રહ્યું છે કે, અપર્ણા યાદવે દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં (Aparna Yadav at Delhi BJP headquarters) જ ભાજપમાં જોડાવવાની વાત કહી હતી. ત્યારબાદ હવે આજે (બુધવારે) સવારે અપર્ણા યાદવ ભાજપમાં જોડાયાં (Aparna Yadav joins BJP) છે.