નવી દિલ્હીઃ જામિયા મીલીયા યુનિવર્સિટી દ્વારા 12થી 18 ઓગસ્ટ 2023 સુધી એન્ટિ રેગિંગ વીકની ઉજવણી કરાઈ. ઈન્ડિયા અરબ સેન્ટર દ્વારા એમએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક સ્પર્ધાનું આયોજન કરાયું. જેમાં વિદ્યાર્થીઓને એન્ટી રેગિંગ પોસ્ટર બનાવવાનું ટાસ્ક અપાયું. આ પોસ્ટર ટાસ્કને પરિણામે વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થી જૂથમાં રેગિંગની હાનિકારકતા વિશે અવેરનેસ આવશે.
પ્રોફેસરના સૂચક સંબોધનઃ કાર્યક્રમના પ્રારંભમાં પ્રોફેસર નાસિર રઝા ખાન દ્વારા એક સંબોધન કરાયું. જેમાં દરેક વિદ્યાર્થી માટે એક સુરક્ષિત અને સહાયક વાતાવરણ તૈયાર કરવા પર ભાર મૂકાયો. તેમજ રેગિંગના પ્રતિબંધની આવશ્યક્તા જણાવાઈ. પ્રોફેસરે ખાને વિદ્યાર્થીઓને પોતાના સીનિયર્સ સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર અને માહિતીના આદાન પ્રદાનનો ભાવ રાખવા જણાવ્યું. જેથી સીનિયર્સ અને ન્યૂ સ્ટુડન્ટ્સ વચ્ચે મતભેદ દૂર થઈ શકે. યુનિવર્સિટી પણ ન્યૂ સ્ટુડન્ટ્સ પર થતા રેગિંગને રોકવા માટે પ્રયત્નશીલ છ. યુનિવર્સિટી પાસે મજબૂત રેગિંગ વિરોધી નીતિ છે જે દરેક પ્રકારના રેગિંગને રોકી શકે છે. તેમજ રેગિંગ કરનારને કડક સજાનું પણ પ્રાવધાન કરે છે. કાર્યક્રમનું સમાપન વિદ્યાર્થીઓ દ્વારા એન્ટિ રેગિંગ પોલિસીનું પાલન કરવાની પ્રતિજ્ઞા સાથે કરવામાં આવ્યું. અન્ય એક પ્રોફેસર સારા હુસૈને પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને ન્યૂ સ્ટુડન્ટ્સ પ્રત્યે આવકારની ભાવનાથી વર્તવાની સલાહ અપાઈ.
એન્ટિ રેગિંગ ડેની એક્ટિવિટીઝઃ જામિયામાં એન્ટિ રેગિંગ ડે પર રેગિંગ રોકવા માટે સુપ્રીમ કોર્ટ અને યુજીસી દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશો, સજા વિશે વિદ્યાર્થીઓને પરિચિત કરવામાં આવ્યા. આ સપ્તાહની ઉજવણીમાં રેગિંગ વિરૂદ્ધ શપથ ગ્રહણ, પોસ્ટર મેકિંગ, સૂત્ર લેખન અને નુક્કડ નાટક જેવી અનેક એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સમગ્ર આયોજનનો હેતુઃ જામિયા યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગ દ્વારા ઉજવાયેલા એન્ટિ રેગિંગ ડે દરમિયાન પોસ્ટર મેકિંગ અને સૂત્ર લેખન કાર્યક્રમની ઘણી પ્રશંસા થઈ હતી. વિદ્યાર્થીઓએ બહુ સચોટ સૂત્રો અને સાર્થક પોસ્ટર પણ બનાવ્યા. સૂત્ર લેખન અને પોસ્ટર મેકિંગ માટે વિદ્યાર્થીઓને બે કલાક જેટલો સમય આપવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓએ ન્યૂ સ્ટુડન્ટ્સ પ્રત્યે આવકારની ભાવના રાખવા ઉપરાંત જ્ઞાનને સ્વતંત્રતા અને ગરિમા સાથે અપનાવવા પર જાગૃતિ કેળવી. જેમાં કોસ્ટુડન્ટ્સને કોમ્પિટિટર નહીં પરંતુ સમર્થનનો સ્ત્રોત ગણવો તેવી ભાવના ચરિતાર્થ થઈ હતી. વિદ્યાર્થીઓએ એક બીજા પાસેથી પ્રતિભા, વિચારો અને રચનાત્મકતાનું આદાન પ્રદાન કરવાનો આગ્રહ પણ કરાયો.