આંધ્રપ્રદેશ: અલ્લુરી (Anthrax scare Alluri district) સીથારામરાજુ જિલ્લાના મુંચાંગીપુટ્ટુ મંડળના એક દૂરના ગામ ડોરાગુડામાં એન્થ્રેક્સ જેવા લક્ષણો ઉભરી આવ્યા હતા, જેનાથી ડોકટરોમાં ચિંતા વધી હતી. અગાઉ, લક્ષ્મીપુરમ પંચાયતના સૌથી દૂરના ગામ ડોરાગુડામાં એન્થ્રેક્સના લક્ષણોને કારણે દસ બાળકો મૃત્યુ પામ્યા હતા. તાજેતરમાં જ એક આશા કાર્યકર્તાએ ગામમાં એક બાળકની ઈજા જોઈ અને તેની તસવીર લઈને ડોક્ટરોને મોકલી. તેના જવાબમાં જિલ્લા કલેક્ટર સુમિત કુમારે ગુરુવારે દોરાગુડામાં વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું.
આ પણ વાંચો: મંકીપોક્સ સામે લડવા વપરાતા જિનિયોસ જબનો 80 ટકા હિસ્સો છે આ દેશ પાસે
તબીબી અધિકારીઓની ટીમે ગામની મુલાકાત લીધી હતી અને તબીબી તપાસ કરી હતી. જ્યારે 15 લોકોમાં લક્ષણો છે, તેમાંથી સાતમાં ગંભીર લક્ષણો જોવા મળ્યા છે. તેમના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. ડોકટરોએ કહ્યું કે, લોહીના નમૂના વિશાખાપટ્ટનમ KGH ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવશે. તેણે કહ્યું કે, તે મેડિકલ તપાસ બાદ તારણ પર આવશે. તકેદારીના પગલાના ભાગરૂપે ગામના પશુઓને રસી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: કેદીઓની પૂજા માટે પોલીસ સ્ટેશનથી લાવવામાં આવી ભગવાન ગણેશની મૂર્તિ
રાજ્યના આરોગ્ય વિભાગના કમિશનર જે. નિવાસે જણાવ્યું હતું કે, અલ્લુરી સીતારામરાજુ જિલ્લાના મુંચાંગીપુટ્ટુમાં, એન્થ્રેક્સના લક્ષણો હોવાની શંકાના આધારે 7 લોકો પાસેથી નમૂના લેવામાં આવ્યા હતા, પરંતુ પરીક્ષણો નકારાત્મક (Anthrax Negative in basic medical tests) આવ્યા હતા. ટિશ્યુ કલ્ચર ટેસ્ટના સંપૂર્ણ પરિણામો મેળવવામાં 48 કલાકનો સમય લાગશે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે મુંચંગીપુટ્ટુ ગામમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ વિસ્તારના તમામ પ્રાણીઓને રસી આપવામાં આવી છે. સ્થાનિક લોકો પર મેડિકલ ચેકઅપ અને સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને એન્ટિબાયોટિક્સ પણ આપવામાં આવી હતી.