ETV Bharat / bharat

સિંઘુ બોર્ડર પર વધુ એક ખેડૂતે મોતને વહાલું કર્યું - કિસાન આંદોલન સિંઘુ બોર્ડર

સિંઘુ બોર્ડર પર ખેડૂતોના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. બુધવારે ફરી એક ખેડૂતના મોતના (Farmer death at Singhu border) સમાચાર સામે આવ્યા છે.

સિંઘુ બોર્ડર પર વધુ એક ખેડૂતે મોતને વહાલું કર્યું, લટકતી લાશ મળી

author img

By

Published : Nov 10, 2021, 3:28 PM IST

  • સિંઘુ બોર્ડર કિસાન આંદોલન
  • આંદોલનમાં ખેડૂતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી
  • ખેડૂત ગુરપ્રીત સિંહ આંદોલનમાં લાંબા સમયથી સાથે હતો

સોનીપતઃ બુધવારે સવારે સિંઘુ બોર્ડર પર એક ખેડૂતનો મૃતદેહ (Farmer death at Singhu border) લટકતો મળી આવ્યો હતો. મૃતક ખેડૂતની ઓળખ ગુરપ્રીત સિંહ તરીકે થઈ છે. જે રૂરકી ગામ, તહસીલ અમરોહા, જિલ્લા ફતેહગઢ સાહિબનો રહેવાસી હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ ખેડૂતે આત્મહત્યા (farmer suicide singhu border)કરી છે. જેના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. આ ખેડૂત BKU સિદ્ધપુર જૂથનો હતો. તેના વડા જગજીત સિંહ ધલેવાલ છે.

સરકાર અમારી વાત નથી સાંભળી રહી આ કારણે ખેડૂતે આત્મહત્યા કરી

પંજાબના ફતેહગઢ સાહિબનો ખેડૂત ગુરપ્રીત સિંહ સોનેપત કુંડલી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં લાંબા સમયથી હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે ગુરપ્રીતે એક મોલ પાસે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી, ગુરપ્રીતના મોતની માહિતી મળતાં જ સોનેપત કુંડલી પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો લીધો. ગુરપ્રીતના સાથી ખેડૂત ગુરજંત સિંહે જણાવ્યું કે ગુરપ્રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે, કારણ કે સરકાર અમારી વાત નથી સાંભળી રહી અને આ કારણે ખેડૂતે પરેશાન થઈને આત્મહત્યા કરી છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો

આ કેસમાં હેડ કોન્સ્ટેબલ પ્રદીપ સિંહે કહ્યું કે અમને માહિતી મળી હતી કે ખેડૂતોના આંદોલનમાં ગુરપ્રીત સિંહ નિવાસી ફતેહગઢ સાહિબએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેના મૃતદેહને કબજામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે સોનીપતની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.

આ પણ વાંચોઃ War Against Drugs : સુરત SOGએ 58.530 ગ્રામ MD ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકને ઝડપી પાડ્યો

આ પણ વાંચોઃ દેવભૂમિ દ્વારકામાંથી 66 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 350 કરોડથી વધુની કિંમત હોવાની માહિતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.