ETV Bharat / bharat

પૂર્વ મુખ્યપ્રધાનના દિકરાના સાથીઓ પર આવકવેરા વિભાગના દરોડા, 750 કરોડ રૂ.ની બેનામી સંપત્તિ મળી - યેદિયુરપ્પા

આવકવેરા વિભાગે (Income Tax Department) કર્ણાટકના પૂર્વ CM યેદિયુરપ્પા (Yediyurappa Former CM of Karnataka)ના પુત્ર બી.વાય. વિજયેન્દ્ર (B. Y. Vijayendra)ના સહયોગી ઠેકેદારો પર દરોડા પાડ્યા છે. આ દરમિયાન આવકવેરા વિભાગને 750 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિની મળી (Anonymous assets) આવી છે.

પૂર્વ મુખ્યપ્રધાનના દિકરાના સાથીઓ પર આવકવેરા વિભાગના દરોડા

author img

By

Published : Oct 12, 2021, 9:25 PM IST

  • યેદિયુરપ્પાના દિકરાના સાથીઓ પર ITના દરોડા
  • 750 કરોડ રૂપિયાની બેનાવી સંપત્તિ મળી આવી
  • 40 વ્યક્તિઓના નામે બનાવટી સબ-કોન્ટ્રાક્ટ ખર્ચ બૂક કરાવ્યો હતો

નવી દિલ્હી: આવકવેરા વિભાગે (Income Tax Department) કર્ણાટકના પૂર્વ CM યેદિયુરપ્પાના (Yediyurappa Former CM of Karnataka) પુત્ર બીવાય વિજયેન્દ્ર (B. Y. Vijayendra)ના સહયોગી કોન્ટ્રાક્ટર્સ પર દરોડા પાડ્યા છે. આ દરમિયાન આવકવેરા વિભાગને 750 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ (Anonymous assets)મળી આવી છે. આ ત્રણેય કોન્ટ્રાક્ટર્સ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બી.એસ. યેદિયુરપ્પાના પુત્ર બીવાય વિજયેન્દ્રના સહયોગી હોવાનું માનવામાં આવે છે.

મજૂરો પર વધારે પડતો ખર્ચ દર્શાવતા હતા

આવકવેરા વિભાગની પોલિસી બનાવતી એજન્સી CBDT દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, "આ ત્રણેય જૂથો બોગસ ખરીદીઓ, મજૂરો પર જરૂરિયાતથી વધુ પડતો ખર્ચ, બોગસ પેટા-કરાર ખર્ચનું બૂકિંગ વગેરે કરીને તેમની આવક ઓછી દર્શાવી રહ્યા હતા."

40 વ્યક્તિઓના નામે બનાવટી સબ-કોન્ટ્રાક્ટ ખર્ચ બૂક

નિવેદન પ્રમાણે, "તપાસમાં સામે આવ્યું છે કે એક જૂથે આવા 40 વ્યક્તિઓના નામે બનાવટી સબ-કોન્ટ્રાક્ટ ખર્ચ બૂક કરાવ્યો છે જેનો બાંધકામ ક્ષેત્ર સાથે કોઈ સંબંધ નથી." તેમાં જણાવવામાં આવ્યું છે કે આ લોકો (40 વ્યક્તિઓ)એ ગરબડની વાત સ્વીકારી છે.

750 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ મળી

CBDTએ જણાવ્યું હતું કે, "આ 3 જૂથોની શોધ અને જપ્ત કરવાની કામગીરી દરમિયાન 750 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ મળી આવી છે." નિવેદન અનુસાર, "આમાંથી 487 કરોડની રકમ સંદર્ભે સંબંધિત જૂથોએ સ્વીકાર્યું છે કે આ તેમની અઘોષિત સંપત્તિ છે."

દરોડામાં 4.69 કરોડની બેનામી રોકડ મળી આવી

એક જૂથે સ્વીકાર્યું કે તેઓએ "કામદારો પરના ખર્ચને 382 કરોડ વધારે દર્શાવ્યો છે". CBDTએ કહ્યું કે, "અન્ય જૂથે પણ રૂ. 105 કરોડની છેતરપિંડીનો સ્વીકાર કર્યો છે. નિવેદન પ્રમાણે તપાસમાં રૂ. 4.69 કરોડની અઘોષિત રોકડ, રૂ. 8.67 કરોડની જ્વેલરી અને બુલિયન અને રૂ. 29.83 લાખની ચાંદી મળી આવી છે."

આ પણ વાંચો: પાકિસ્તાનથી આવ્યો હતો આતંકવાદી પીર મૌલાના, દિલ્હીમાં બ્લાસ્ટ કરવાનું હતું ષડયંત્ર

આ પણ વાંચો: 18 ઑક્ટોબરથી સંપૂર્ણ ક્ષમતા સાથે ઊડશે ડૉમેસ્ટિક ફ્લાઇટ, કેન્દ્રએ આપી મંજૂરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.