ETV Bharat / bharat

દેશનો અન્નદાતા મૂકાયો છે મુશ્કેલીમાં - Professor Narasimha Reddy

હૈદરાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના ડીન તરીકે કામ કરી ચૂકેલા અર્થશાસ્ત્રના નિવૃત્ત પ્રોફેસર રેડ્ડી હાલમાં દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન ડેવલપમેન્ટમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કામ કરે છે. 2005માં આંધ્ર પ્રદેશ સરકારે કૃષિ પંચની રચના કરી હતી ત્યારે તેના સભ્ય તરીકે તેઓ હતા. તેમણે ઘણા સંશોધનો પણ પ્રગટ કર્યા છે. પ્રોફેસર નરસિંહ રેડ્ડીએ કૃષિ કાયદાઓ વિશે ઈનાડૂ/ETV ભારત સાથે વિસ્તૃત વાતચીત કરી હતી.

દેશનો અન્નદાતા મૂકાયો છે મુશ્કેલીમાં
દેશનો અન્નદાતા મૂકાયો છે મુશ્કેલીમાં
author img

By

Published : Dec 23, 2020, 9:00 AM IST

  • નવા કૃષિ કાયદાઓને કારણે માત્ર કૉર્પોરેટ કંપનીઓ અને મોટા વેપારીઓને જ ફાયદો થવાનો છે
  • નવા કાયદાની આડઅસરો સમગ્ર દેશને અનુભવવી પડશે
  • ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવોથી વંચિત કરી દેવાનો પ્રયાસ
  • સરકારે કૃષિ માટે વધારે ભંડોળ ફાળવવાની જરૂર
  • કૃષિ માટે જરૂરી પાયાની જરૂરિયાતો ખાનગી ક્ષેત્ર ઊભી કરશે તેમ માનવું વધારે પડતું છે

ન્યૂઝ ડેસ્કઃ “કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રમાં નવા કાયદા કરીને ખેડૂતોને વધુ ઘેરા સંકટ મૂકી દેવાની કોશિશ કરી હોય તેમ લાગે છે. અપેક્ષા એવી હતી કે ખેડૂતોને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર કૃષિ માટે વધારે ભંડોળ ફાળવશે, પરંતુ તેના બદલે સરકારે એવા કાયદા કર્યા છે જે હાની કરશે. આ કાયદાને કારણે ખેડૂતો કૉર્પોરેટ કંપનીઓ અને મોટા વેપારીઓની દયા પર નિર્ભર થઈ જશે,” એમ કૃષિ અર્થશાસ્ત્રી પ્રોફેસર (નિવૃત) ડૉ. નરસિંહ રેડ્ડી જણાવે છે.

હૈદરાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના ડીન તરીકે કામ કરી ચૂકેલા અર્થશાસ્ત્રના નિવૃત્ત પ્રોફેસર રેડ્ડી હાલમાં દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન ડેવલપમેન્ટમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કામ કરે છે. 2005માં આંધ્ર પ્રદેશ સરકારે કૃષિ પંચની રચના કરી હતી ત્યારે તેના સભ્ય તરીકે તેઓ હતા. તેમણે ઘણા સંશોધનો પણ પ્રગટ કર્યા છે. પ્રોફેસર નરસિંહ રેડ્ડીએ કૃષિ કાયદાઓ વિશે ઈનાડૂ/ETV ભારત સાથે વિસ્તૃત વાતચીત કરી હતી. તેમની સાથેની વાતચીતના અંશોઃ

-નવા કાયદાઓને કારણે ખેડૂતોને કેવી રીતે નુકસાન થશે?

નવા કાયદાઓને કારણે ખેડૂતોના હિતોને મોટું નુકસાન થશે. એવી અપેક્ષા હતી કે સરકાર કૃષિ બજારને ઉત્તેજન આપવા માટે કેટલાક સુધારા કરશે. પરંતુ તેના બદલે સરકારે કૃષિ બજારને અનિયંત્રિત રીતે ખુલ્લી મૂકી દીધી છે. આ બહુ ચિંતાજનક બાબત છે. મોટા ભાગના ખેડૂતોને આ કાયદાઓથી કોઈ ફાયદો થવાનો નથી.

અત્યાર સુધી આપણે ત્યાં લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) સાથે નિયંત્રિત બજાર હતી. નવા કાયદાને કારણે હવે માગ અને પુરવઠા પ્રમાણે ખેત ઉત્પાદનોના ભાવો નક્કી થશે. બીજી ચિંતા એ છે કે આવશ્યક ચીજવસ્તુ ધારાને નકામો કરી દેવાયો છે. સંગ્રહખોરી ડામવા માટે આવશ્યક ચીજવસ્તુ ધારો જરૂરી હતો. તેના કારણે ખેડૂતો અને ગ્રાહકોને વેપારીઓની ગેરરીત સામે રક્ષણ મળતું હતું. વેપારીઓ સસ્તામાં મળતી હોય ત્યારે મોટા પાયે ખરીદી કરીને તેનો સંગ્રહ ના કરી લે માટે કાયદો જરૂરી છે. મુક્ત બજાર ખાતર આ કાયદાને કચરા ટોપલીમાં નાખી દીધો છે. નવા કાયદાઓને કારણે સરકારનું નિયંત્રણ હટશે. ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાની ભૂમિકા મર્યાદિત થઈ જશે. ખેડૂતોના પાક ખાનગી વેપારીઓના હાથમાં જતા રહેશે. કયા પાક વાવવા ત્યાંથી માંડીને તેના પ્રોસેસિંગ સહિતની સમગ્ર બાબતો વેપારીઓના હાથમાં જતી રહેશે. તે લોકો ખેત ઉત્પાદનો પર પોતાની બ્રાન્ડ મારીને ઊંચી કિંમતે વેચશે.

ખેતી માટે પાયાની સુવિધા ઊભી કરવા માટે જરૂરી મૂડીરોકાણ આવશે નહિ. એ સૌ જાણે છે કે પાકના ભાવ પર મોટા વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ અને પ્રોસેસિંગ યુનિટ ધરાવતા લોકો કે જૂથોનો કાબૂ હોય છે.

નવા કાયદા દ્વારા ખાનગી ગોદામો ઊભા કરી શકાશે, જે પાકના સંગ્રહ માટે તગડું ભાડું રાખશે. ખેડૂતો અહીં પોતાના માલ રાખે અને સારા ભાવની રાહમાં બેસશે, તો હાથમાં કઈ નહિ આવે. નફો થશે તે ભાડમાં જતો રહેશે. સરકારી ગોદામો હોય તો ખેડૂતો વાજબી ભાડું આપીને પોતાનો પાસ સંગ્રહી શકે. આવા ગોદામમાં માલ સલામત રખાયો હોય તો તેના પર ધિરાણ પણ મળી શકે. આ બધી બાબતો ખેડૂતો પાસેથી છિનવાઇ ગઈ છે.

-નવા કાયદામાં ખેડૂતોને પોતાનો પાક કોઈ પણ બજારમાં વેચવાની છૂટ અપાઈ છે. તો પછી ખેડૂતોને નુકસાન થશે તેમ કેવી રીતે કહી શકાય?

દેશના 85 ટકા ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે. લોકો થોડે દૂર પડતી હોય તો ખેત ઉત્પાદન બજારમાં પણ માલ વેચવા જતા નથી. પોતાના ગામમાં આવેલા વેપારીને જ માલ વેચી દે છે. નાનો ખેડૂત સારા ભાવ લેવા માટે દૂર જઈને કેવી રીતે માલ વેચવાનો? નાના ખેડૂતે 10 ગુણી ડાંગર પકવી હોય કે અમુક 100 મણ કપાસ થયો હોય તે ક્યાં પોતાનો પાક વેચવા જવાના હતા? આ ગરીબ ખેડૂતો કંઈ માલ સંગ્રહીને સારા ભાવની રાહમાં બેસી રહી શકે ખરા? કોઈ ખેડૂત દૂર વેચવા જાય તે શક્ય નથી અને ખેત ઉત્પાદન બજારો બંધ થઈ જશે તો ખેડૂતો જ પાયમાલ થશે.

-કેન્દ્ર સરકાર કહે છે કે પંજાબ અને હરિયાણાના આડતીયા સિવાય ખેડૂતોને કોઈ નુકસાન થવાનું નથી. સાચી વાત છે?

આ વાત સાચી નથી. આ કાયદાની નુકસાની સમગ્ર દેશને ભોગવવી પડશે. પંજાબમાં સમસ્યા જુદા પ્રકારની છે. પંજાબમાં 84 પાક ઘઉં અને ડાંગરનો થાય છે. પંજાબના 95 ટકા ખેડૂતો લઘુતમ ટેકાના ભાવે પોતાના પાક વેચે છે. પંજાબમાં આ બે પાક જ વધારે થાય છે, કેમ કે તેના માટે એમએસપી મળતા રહે છે. વક્રતા એ છે કે પંજાબ ચોખા ખાતો નથી, પણ પકવે છે. પંજાબમાં પેદા થતા ચોખા બધા જ વેચી દેવામાં આવે છે. બીજા રાજ્યોમાં આવી સ્થિતિ નથી. બીજા રાજ્યોમાં ચોખા ખેડૂતો પોતાના ખાવા માટે પણ રાખે છે અને વધારાના હોય તે જ વેચે છે. આંધ્ર પ્રદેશમાં 40 ખેતી ડાંગરની હોય છે. તેલંગાણામાં સૌથી વધુ કપાસની ખેતી થાય છે, અને હવે ચોખાની ખેતી પણ વધવા લાગી છે.

માત્ર ઘઉં કે ડાંગરની ખેતી કરતા ખેડૂતોની જ સમસ્યા નથી. હું તમને આંધ્રના અનંતપુર જિલ્લાનો દાખલો આપું. અહીં સૌથી વધુ મગફળી પાકે છે. અહીં બીજા પાકની ખેતી પણ થાય તે માટે દાયકાથી વાતો થતી આવી છે. ખેડૂતોએ પપૈયા અને બીજા ફળોની ખેતી કરવાની કોશિશ પણ કરી છે. પરંતુ આવા જુદા પાક કરે ત્યારે ખેડૂતોને ધાર્યા ભાવ મળતા નથી. ફળોને સાચવવા માટે પુરતા ગોદામ પણ નથી. તેલંગાણામાં કપાસ માટે ટેકાનો ભાવ જાહેર થાય છે, પણ તોય દર વર્ષે કપાસના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાય છે. આ સમસ્યાઓના નિવારણના બદલે સરકારે કૃષિ બજારને જ સાવ અનિયંત્રિત કરી નાખી અને ખાનગી વેપારીઓના હવાલે કરી દીધી. બધા જ રાજ્યોને તેના દુષ્પરિણામો ભોગવવા પડશે.

-એવું કહેવામાં આવે છે કે નવા કાયદાના કારણે બે પ્રકારની બજાર ઊભી થશે. તેના માટે અલગ અલગ નિયમો પણ હશે. આવું કેવી રીતે શક્ય બને?

હા, એ ખરું કે એપીએમસી હશે ખરી. પરંતુ વેપારીઓ હવે માર્કેટિંગ યાર્ડની બહારથી પોતાની રીતે ખરીદી કરી શકશે. તેનો અર્થ એ થયો કે બે પ્રકારની બજાર હશે. પરંતુ ખાનગી વેપારીઓ એમએસપી આપે તે કેવી રીતે નક્કી કરી શકાય? ખાનગી વેપારીઓને પણ એમએસપી આપવાની ફરજ પડે તેવી કોઈ જોગવાઈ કેન્દ્ર સરકારે કરી નથી. તેના બદલે નવા કાયદાથી બજારને ખુલ્લી છોડી દેવાઈ છે. એપીએમસીમાં નિયંત્રિત બજાર અને બહાર ખુલ્લી બજાર. બંનેમાં જુદા નિયમો અને જુદી ફી. તેના કારણે વેપારીઓ સરકારી મંડીઓ છોડીને ખાનગી બજારમાં જતા રહેશે. માર્કેટ યાર્ડમાં પણ વેપારીઓ ટોળકી બનાવીને અમુક જ ભાવો ખેડૂતોને આપે છે તેવા આક્ષેપો ઊભા જ છે. ખુલ્લી બજારમાં પણ વેપારીઓ ભેગા મળીને જ ભાવો કાબૂમાં રાખશે. માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ રિંગ કરી દે તો તેની સામે ફરિયાદ પણ થઈ શકે, પરંતુ બહાર બજારમાં વેપારીઓ સામે ફરિયાદ સાંભળવા કોઈ નહિ હોય.

ખુલ્લી બજારોમાં ખેડૂતોએ ભાવો, વજન, ભેજનું પ્રમાણે, ગ્રેડ આ બધી બાબતોમાં વેપારીઓના ભરોસે રહેવું પડશે. આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં ખેડૂતોનું આવી રીતે શોષણ થાય જ છે. નવા કાયદા પછી બધા ખેડૂતોએ ભોગવવું પડશે. નવા કાયદાઓ પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર માર્કેટિંગ યાર્ડને નાબુદ કરવાના બદલે એમએસપીમાંથી નીકળી જવા માગે છે. પંજાબ, હરિયાણા અને પૂર્વીય ઉત્તર પ્રદેશ સિવાય બીજા રાજ્યોમાં એપીએસસીમાં માત્ર 20 ટકા જેટલા ખેત ઉત્પાદનની જ ખરીદી થતી હોય છે. આમ છતાં કમસે કમ આટલા પ્રમાણમાં ખેડૂતોને એમએસપી મળી શકે છે. નવા કાયદા પછી એમએસપી ચાલુ રહેશે એમ સરકાર કહે છે, પરંતુ મુક્તિ બજારમાં એમએસપી લાગુ પાડી શકાશે નહિ.

-કેન્દ્ર સરકાર કહે છે કે સ્વામીનાથન પંચની ભલામણો તેણે સ્વીકારી છે?

આ તદ્દન ખોટો પ્રચાર છે. આજે જે કંઈ થઈ રહ્યું છે તે સ્વામીનાથનની ભલામણોની વિરુદ્ધ થઈ રહ્યું છે. પંચે સ્પષ્ટ જણાવ્યું હતું કે કેવી રીતે ખેતીનો ખર્ચ ગણવો અને તેના પર 50 ટકા ઉમેરીને ટેકાના ભાવો નક્કી કરવા. ભાવો કેવી રીતે ગણવા તે બાબતમાં પંચની ભલામણોને સરકાર તોડીમરોડી રહી છે. પંચે ભાવ નક્કી કરવા માટે જુદા જુદા પરિબળોને ધ્યાનમાં લેવાનું કહ્યું છે. ભાડા પટ્ટે લીધેલી જમીનનું ભાડું, વ્યાજ વગેરે પણ ગણવાની ભલામણ થઈ છે. સ્વામીનાથન પંચની ભલામણો માત્ર એમએસપી માટેની નથી. ગોદામો સહિતની સુવિધાઓ ઊભી કરવા માટેની પણ ભલામણો કરી છે. પંચે કરેલી ભલામણોથી વિરુદ્ધ જ સરકાર કામ કરી રહી છે.

-જો કાયદા ખેડૂતોના લાભમાં ના હોય તો રાજ્ય સરકારો તેને ના સ્વીકારે એવું ના થઈ શકે?

આ કાયદાઓમાં રાજ્ય સરકારોની કોઈ ભૂમિકા નથી. કૃષિ એ રાજ્યનો વિષય છે. બિયારણ આપવાથી માંડીને પાકની ખરીદી સુધી બધી જ બાબતો રાજ્ય સરકારને હસ્તક છે. પરંતુ કેન્દ્ર સરકારે પોતાને ફાવતું હોય તે રીતે કાયદાઓ ઘડ્યા છે. અગાઉ કેન્દ્ર સરકાર આદર્શ કાયદાનો મુસદ્દો તૈયાર કરતી હતી અને રાજ્ય સરકારોને તે પ્રમાણે કાયદા કરવાનું કહેતી હતી. આ પરંપરા અનુસરવાના બદલે કેન્દ્ર સરકારે જ કાયદા પસાર કરી નાખ્યા. રાજ્ય સરકારોએ આ કાયદા પાળવા પડે. ખેડૂતો પોતાની જરૂરિયાતો માટે રાજ્ય સરકારો પર આધાર રાખતી હોય છે. આ બાબતોમાં કેન્દ્ર સરકાર દખલ કરી રહી છે. બજાર જો મુક્ત હોય તો રાજ્ય સરકારો તેમાં કશું કરી શકે નહિ. આ બાબતમાં રાજ્યોની ભૂમિકા જ નથી તે રીતે કેન્દ્ર વર્તે તે યોગ્ય નથી. કેન્દ્રએ એવી બજાર તૈયાર કરી છે તે માર્કેટિંગ યાર્ડના પરિઘની બહાર હોય છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને પણ પૂછ્યું નથી. રાજ્ય સરકારો સાથે ચર્ચા કરી નથી. ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે ત્યારે રાજ્યોએ ભોગવવું પડશે. ઉદારીકરણની નીતિને આગળ વધારવાના બહાને કેન્દ્ર સરકારે મોટા ઉદ્યોગોને કૃષિમાં મોકળાશ કરી આપી છે અને રાજ્યોની અવગણના કરી છે.

-ખેડૂતોને સાંત્વના આપવા માટે કેન્દ્ર સરકારે શું કરવું જોઈએ?

કૃષિ ક્ષેત્રમાં સરકારી રોકાણ વધવું જોઈએ. આગામી 10 વર્ષ દરમિયાન માળખું ઊભું કરવા માટે કૉર્પોરેટ કંપનીઓને એક લાખ કરોડ રૂપિયા આપવાના બદલે સરકારે પોતાની રીતે માળખું ઊભું કરવું જોઈએ. કૃષિ સાથે સંકળાયેલા બજારોને ઉત્તેજન આપવું જોઈએ. આ ક્ષેત્રો પર નભતા લોકોની સંખ્યા 25 ટકા વધારવી જોઈએ. અત્યારે ખેતરો સરેરાશ 2.5 એકર રહી ગયા છે. નાના ખેતરમાંથી મોટી આવક થઈ શકે નહિ. ખેડૂત પરિવારોની સરેરાશ આવક 1.25 લાખ છે, જ્યારે પંજાબમાં તે 3.4 લાખ જેટલી છે.

2004-05થી 2017-18 સુધીમાં પાંચ કરોડ લોકો ખેતી છોડી દીધી છે. લૉકડાઉન થયું ત્યારે આપણે જોયું કે લાખો લોકો પોતાના વતન જવા માટે મજબૂર બન્યા હતા. આ લોકો ખેડૂતો હતા, પણ મજૂરી કરવા શહેરોમાં હતા. બીજા ક્ષેત્રમાં આવકમાં સરેરાશ 15 ટકાનો વધારો થયો છે, પણ ખેતીમાં માત્ર 1 ટકા આવક વધી છે.

અમેરિકામાં માત્ર 2 ટકા લોકો ખેતી કરે છે. આમ છતાં પોતાની જરૂરિયાત કરતાં બે ગણું ઉત્પાદન ત્યાં થાય છે. જાપાનમાં નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા છે, અને ત્યાં લગભગ 15 ટકા લોકો ખેતી પર નભે છે.

આપણા દેશે પણ કૃષિ સાથે સંકળાયેલા બીજા ક્ષેત્રો પર ધ્યાન આપવું પડશે. માત્ર 3 એકર જમીન હોય ત્યારે બાળકોને ભણાવવા, આરોગ્ય અને પરિવારની બીજી જરૂરિયાત કેવી રીતે પૂરી થાય? ખેડૂતો માટે શિક્ષણ અને આરોગ્ય સુલભ બનાવવા પડે. નવા કાયદામાં ખેડૂતોની આ બધી સમસ્યાઓને દૂર કરવાના બદલે વધારે મુશ્કેલીમાં મૂકી દેવાનો પ્રયાસ થયો છે.

કૃષિ અર્થશાસ્ત્રી પ્રોફેસર (નિવૃત) ડૉ. નરસિંહ રેડ્ડીના વિચારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.