ચાંગવાન : યુવા શૂટર્સ અનીશ ભાનવાલા (Young Shooters Anish Bhanwala) અને રિધમ સાંગવાને મંગળવારે ISSF શૂટિંગ વર્લ્ડ કપની (Shooting World Cup)25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય જોડીએ બ્રોન્ઝ મેડલના પ્લે-ઓફ મુકાબલામાં ચેક રાષ્ટ્રની અન્ના ડેડોવા અને માર્ટિન પોદ્રાસ્કીની જોડીને 16-12થી હરાવી હતી.
આ પણ વાંચો: ISSF World Cup 2022 : મૈરાજ ખાને ઈતિહાસ રચ્યો, સ્કીટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો
ISSF શૂટિંગ વર્લ્ડ કપ : ISSF શૂટિંગ વર્લ્ડ કપમાં (Shooting World Cup) જોડી તરીકે અનીશ અને રિધમનો આ બીજો મેડલ છે. આ જોડીએ આ વર્ષે માર્ચમાં કૈરો વર્લ્ડ કપમાં 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત હાલમાં ચાંગવોન વર્લ્ડ કપમાં પાંચ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સહિત કુલ 14 મેડલ સાથે મેડલ ટેલીમાં આગળ છે.
આ પણ વાંચો: ભારતની આ દીકરીએ શૂટિંગ વર્લ્ડ કપ પર લગાવ્યો નીશાનો, જીત્યો મેડલ