અમદાવાદ : રાજ્યમાં વરસાદ ખેંચાવવાના કારણે, હાલમાં ગરમીનો પારો(heatwave in Ahmedabad) દિન-પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. આ આકરી ગરમીના કારણે ડિહાઇડ્રેશનના કેસમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો(Several birds And animals face dehydration) છે. અમદાવાદમાં પણ આ બિમારીનો શિકાર પશુંઓ અને પક્ષીઓ બની રહ્યા છે, આજે 8 જેટલા નિર્જલીકૃત પક્ષીઓ શિકાર બનતા સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - અમદાવાદની આ જગ્યાએ ગરમી નામની વસ્તુ જ નથી, જાણો...
ગરમીના કારણે વધિ બિમારી - આ બિમારી થવાનું મુખ્ય કારણ એ છે કે, સતત ગરમીમા વધારો નોંધાઇ રહ્યો છે અને અબોલ પશું - પક્ષીઓને પીવા માટે પાણી પણ નથી મળી રહ્યું છે, જેના કારણે પાણીની અછત સર્જાતા આ બિમારીએ ભરડો લીધો છે. આ બિમારીને અટકાવવાના ઉપાય વિશે પશુ ચિકિત્સક ડો. નિધિ જોષી એ જણાવ્યું હતું કે, આપણે પક્ષીઓ અને પ્રાણીઓ માટે વૃક્ષો, અગાસી વગેરે જગ્યાઓ પર પાણીના બાઉલ રાખવા જોઈએ, જેથી તેમની તરસની તૃપ્તિ થવાથી આ બિમારીથી તેઓ બચી શકે છે.
આ પણ વાંચો - Gujarat Weather forecast: આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતા, ત્યારબાદ પડી શકે છે આકરી ગરમી