- મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ ફરી એકવાર ચર્ચામાં
- દંડાત્મક કાર્યવાહીથી બચવા માટે સુપ્રિમ કોર્ટનો સંપર્ક કર્યો
- ED દ્વારા 3 વાર આપવામાં આવી છે નોટીસ
દિલ્હી : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ (former home minister of Maharashtra Anil Deshmukh) કોઈ પણ દંડાત્મક કાર્યવાહીથી બચવા માટે ઉચ્ચતમ ન્યાયલય પહોચ્યા છે. પ્રવર્તન નિર્દેશાલય (Enforcement Directorate-ED)એ પહેલા તેમને 3 નોટીસ આપી હતી અને તેમને સોમવારે રજૂ થવા કહ્યું હતું.
ઉચ્ચતમ ન્યાયલયનો સંપર્ક
વકીલ ઈંદરપાસ બી સિંહે મીડિયા માટે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે 72 વર્ષીય અનિલ દેશમુખે દંડાત્મક કાર્યવાહીથી બચવા માટે ઉચ્ચતમ ન્યાયલયનો સંપર્ક કર્યો છે.
આ પણ વાંચો :
આ પણ વાંચો : Anil Deshmukh: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ઇડી સમક્ષ હાજર ન થયા, જાણો કેમ
પહેલા પણ પાઠવવામાં આવ્યું સમન્સ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ (Anil Deshmukh)ને 26 જૂને પણ હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તે હાજર થયા ન હતા. તેમના વકીલ કહે છે કે, જે દસ્તાવેજો માંગવામાં આવી રહ્યા છે તે અમને આપવામાં આવ્યા નથી, જેના કારણે અનિલ દેશમુખ ઇડી ઓફિસમાં હાજર થયા ન હતા.
આ પણ વાંચો : 100 કરોડની ઉઘરાણી મામલે CBIએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે FIR દાખલ કરી