દિલ્હી: રાજધાની દિલ્હીમાં રોડ રેજનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો (sensational case of road rage in delhi ) છે. દિલ્હીના અલીપોર વિસ્તારમાં નજીવી તકરારમાં (Minor dispute in Alipore area )એક કાર ચાલકે પોતાની કાર વડે 3 લોકોને કચડી (car driver crushes three people in Delhi)નાખ્યા. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી. ત્રણેયને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ (Incident Record in CCTV Camera)હતી.
સમગ્ર ઘટના: આ ઘટના 26 ઓક્ટોબરની છે, દિલ્હીના અલીપોરના રહેણાંક વિસ્તારમાં બાઇક સવાર સાથે કાર સવારની બોલાચાલી થઈ હતી. આ પછી, બંને વચ્ચે ઝઘડો થયો અને ઘણા લોકો બાઇક સવારની તરફેણમાં સ્થળ પર પહોંચ્યા. આનાથી ગુસ્સે ભરાયેલો કાર ચાલક ત્યાં હાજર લોકોને કચડી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘાયલોની ઓળખ રોશન, મીના અને યુવરાજ તરીકે થઈ છે. પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી કાર ચાલકની ધરપકડ કરી (delhi police arrested car driver ) છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. આરોપીનું નામ નીતિન માન છે. તે દિલ્હીનો રહેવાસી છે.
ફરિયાદ: આ ઘટના અંગે પીસીઆરને ફોન આવ્યો હતો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ફરિયાદી કે કારનો ડ્રાઈવર ઘટનાસ્થળે હાજર નહોતો. ઘટનાસ્થળે જાણવા મળ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં જ પોલીસે ઘટનાસ્થળના સાક્ષી રાજકુમારના નિવેદનના આધારે કેસ નોંધ્યો હતો અને સમગ્ર કેસની તપાસ શરૂ કરી હતી.