ETV Bharat / bharat

Andhra Pradesh High Court Stay : માર્ગદર્શી ચિટ ફંડ કેસમાં રામોજી રાવ અને મેનેજિંગ ડિરેક્ટર શૈલજા કિરણને રાહત આપતી એપી હાઈકોર્ટ - કાર્યવાહી પર રોક

આંધ્રપ્રદેશ હાઈકોર્ટે જી યુરી રેડ્ડીની ફરિયાદના આધારે માર્ગદર્શી ચિટ ફંડ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન રામોજી રાવ અને મેનેજિંગ ડિરેક્ટર શૈલજા કિરન વિરુદ્ધ એપી સીઆઈડી દ્વારા નોંધાયેલા કેસમાં આઠ અઠવાડિયા માટે કોઇ પણ કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. અરજકર્તાઓએ કોર્ટને જણાવ્યું કે આ ઘટના હૈદરાબાદમાં બની હતી ત્યારે કોર્ટે આંધ્રપ્રદેશ સીઆઈડીને તેના અધિકારક્ષેત્ર વિશે પૂછ્યું હતું અને આ આદેશ કર્યો હતો.

Andhra Pradesh High Court Stay : માર્ગદર્શી ચિટ ફંડ કેસમાં રામોજી રાવ અને મેનેજિંગ ડિરેક્ટર શૈલજા કિરણને રાહત આપતી એપી હાઈકોર્ટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2023, 8:48 PM IST

અમરાવતી : માર્ગદર્શી ચિટ ફંડ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન રામોજી રાવ અને મેનેજિંગ ડિરેક્ટર શૈલજા કિરન વિરુદ્ધ એપી સીઆઈડી દ્વારા નોંધાયેલા આ કેસ મામલે આંધ્રપ્રદેશ સીઆઈડીના અધિકારક્ષેત્ર પર સખત વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ આંધ્રપ્રદેશ હાઈકોર્ટે માર્ગદર્શી ચિટ ફંડ પ્રાઈવેટ લિમિટેડ (MCFPL)ના ચેરમેન રામોજી રાવ અને મેનેજિંગ ડિરેક્ટર શૈલજા કિરણ સામે એપી સીઆઈડી દ્વારા નોંધાયેલા કેસમાં આઠ અઠવાડિયા માટે કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. જેમાં યુરી રેડ્ડીની ફરિયાદના આધારે રામોજી રાવ અને શૈલજા કિરણ સામે બનાવટી શેર ટ્રાન્સફર કરવાનો આરોપ મૂક્યો હતો.

શેર ટ્રાન્સફર મામલે આરોપ : આંધ્રપ્રદેશ હાઇ કોર્ટે બુધવારે સીઆઈડી જે મુકદ્દમામાં પ્રતિવાદી છે અને ફરિયાદી રેડ્ડીને નોટિસ જારી કરી હતી. કાઉન્ટર દાખલ કરવાનો નિર્દેશ આપતા સુનાવણી 6 ડિસેમ્બર પર મુલતવી રાખવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સીઆઈડીના આચરણ વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા અને આ મામલે તેના અધિકારક્ષેત્ર પર સખત વાંધો ઉઠાવ્યો. કોર્ટે એપી સીઆઈડીને કેસ નોંધવા તેના અધિકારક્ષેત્ર વિશે પૂછ્યું ત્યારે જ્યારે ફરિયાદીએ કહ્યું કે આ ઘટના હૈદરાબાદમાં બની હતી. યુરી રેડ્ડીએ સીઆઈડીને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે શેરના ટ્રાન્સફર પર હસ્તાક્ષર કર્યા હતાં.

ઘટના તેલંગાણાની તો આંધ્રપ્રદેશમાં સીઆઈડીમાં કેસ કેમ : "ઉદાહરણ તરીકે જો જ્વેલરી હૈદરાબાદમાં ખરીદવામાં આવે છે અને તે ત્યાં ચોરાઈ જાય છે તો વિજયવાડામાં કમાણી કરાયેલા પૈસાથી દાગીના ખરીદવામાં આવ્યા હોવાના આધારે વિજયવાડામાં કેસ દાખલ કરવો તે કેવી રીતે માન્ય છે? " હાઈકોર્ટે એપી સીઆઈડીનો ઉલ્લેખ કરીને આમ પૂછ્યું. આ પરિબળોને ધ્યાનમાં લઈને હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બીવીએલએન ચક્રવર્તીએ બુધવારે આંધ્રપ્રદેશ સીઆઈડી દ્વારા નોંધાયેલા કેસમાં આગળની તમામ કાર્યવાહીને 8 અઠવાડિયા માટે સ્થગિત કરવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો.

કેસને ફગાવવા માટે હાઈકોર્ટમાં અરજી : 13 ઓક્ટોબરના રોજ મંગલાગીરી સીઆઈડી પોલીસે માર્ગદર્શી ચિટ ફંડના ચેરમેન રામોજી રાવ અને એમડી શૈલજા કિરન સામે યુરી રેડ્ડીએ આપેલી ફરિયાદના આધારે તેમના પિતા જી. જગન્નાથ રેડ્ડી (જીજે રેડ્ડી) પાસેથી કથિત રીતે માર્ગદર્શી એમડીને બનાવટી સહીઓથી 288 શેર ટ્રાન્સફર કરવા બદલ કેસ નોંધ્યો હતો. જેમાં બંનેએ તેમની સામે નોંધાયેલ કેસને ફગાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજદારો તરફથી સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ લુથરા, નાગમુથુ અને પોસાની વેંકટેશ્વરલુ હાજર રહ્યાં હતાં.

અરજકર્તાના વકીલોની રજૂઆત : યુરી રેડ્ડીના શેર ખરીદવા માટે માર્ગદર્શી કંપનીએ ચેક આપીને નાણાં ચૂકવ્યાં હતાં. ફરિયાદીએ તે શેર માર્ગદર્શી કંપનીમાં ટ્રાન્સફર કરવા પર સહી કરી હતી. જે બાદ યુરી રેડ્ડીએ રજિસ્ટ્રાર ઑફ કંપનીઝને ફરિયાદ કરી હતી કે તેણે ચેકને વટાવ્યો ન હતો અને ભૂલથી ખાલી ફોર્મ પર સહી કરી લીધી હતી. તે હજુ બાકી છે. છ વર્ષ પછી તેણે અચાનક આંધ્રપ્રદેશ સીઆઈડીમાં ફરિયાદ નોંધાવી. ધમકી હેઠળ તેણે સહી કરી હોવાનો નવો આરોપ મૂક્યો હતો. ફરિયાદીએ 15 જૂન 2016ના રોજ અરજદાર ( રામોજી રાવ )ને તેમના શેર અગાઉ ખરીદવા બદલ આભાર માનતો ઈમેલ મોકલ્યો હતો. માર્ગદર્શી કંપની હૈદરાબાદમાં નોંધાયેલ છે. શેરનું ટ્રાન્સફર ત્યાં થયું. ફરિયાદીના આરોપ મુજબ આ ઘટના હૈદરાબાદમાં બની હતી. આ સંદર્ભમાં આંધ્રપ્રદેશ સીઆઈડી પાસે કેસ નોંધવા અને તપાસ કરવાનું કોઈ અધિકારક્ષેત્ર નથી તેવી રજૂઆત માર્ગદર્શી ચિટ ફંડનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ કરી હતી.

વિલંબના કારણોનો ઉલ્લેખ નથી : આ વકીલોએ વધુમાં આંઘ્રપ્રદેશ હાઈકોર્ટ સમક્ષ જણાવ્યું કે જો CID કેસ નોંધે છે, તો તેને તેલંગાણામાં ટ્રાન્સફર કરવો જોઈએ, કારણ કે તે તેના કાર્યક્ષેત્રમાં નથી. માર્ગદર્શી એમડી શૈલજા કિરનને શેરના ટ્રાન્સફર સાથે કોઈ લેવાદેવા નથી. જ્યારે પ્રક્રિયા થઈ ત્યારે તેઓ ત્યાં ન હતાં. યુરી રેડ્ડી પાસેથી કંપનીમાં શેર ટ્રાન્સફર થયા બાદ કાયદાની જોગવાઈઓને અનુસરીને શૈલજા કિરનના નામે શેર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં. એફઆઈઆરમાં પણ તેમના વિરુદ્ધ કોઈ આરોપ નથી. ફરિયાદીએ ફરિયાદ દાખલ કરવામાં કરેલા ભારે વિલંબના કારણોનો ઉલ્લેખ કર્યો નથી. તેઓએ કોર્ટને અપીલ કરી હતી કે આ પરિબળોને ધ્યાનમાં રાખીને, આંધ્રપ્રદેશ સીઆઈડી દ્વારા નોંધાયેલા કેસની તપાસ અટકાવવી જોઈએ. જ્યારે સીઆઈડી વતી બોલતાં શિવકલ્પના રેડ્ડીએ કહ્યું કે અરજદારોએ નોંધણીના ત્રણ દિવસમાં એફઆઈઆર રદ કરવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો

કેસ તેલંગાણામાં ટ્રાન્સફર : તેણે કોર્ટને પૂછ્યું કે આ તબક્કે કોઈ વચગાળાનો આદેશ આપવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો છે કે અદાલતો યાંત્રિક રીતે વચગાળાના આદેશો આપી શકે નહીં. તેમને કાઉન્ટર ફાઇલ કરવા માટે સમય આપવા પણ જણાવાયું હતું.જો એપી સીઆઈડીએ તારણ કાઢે છે કે કેસ તેમના કાર્યક્ષેત્રમાં આવતો નથી, તો તેને તેલંગાણામાં ટ્રાન્સફર કરવામાં આવશે"

8 અઠવાડિયા માટે રોક : જસ્ટિસ ચક્રવર્તીએ જવાબ આપ્યો કે કોર્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદાથી માહિતગાર છે. આંઘ્રપ્રદેશ સીઆઈડી દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે સુનાવણી બાદ તપાસ સહિતની આગળની તમામ કાર્યવાહી પર 8 અઠવાડિયા માટે રોક લગાવીને વચગાળાનો આદેશ આપવામાં આવ્યો હતો.

  1. AP HC On Margadarsi: આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે માર્ગદર્શી શાખાઓને આપવામાં આવેલી તમામ પોલીસ નોટિસને સસ્પેન્ડ કરી
  2. Andhra pradesh: હાઈકોર્ટે માર્ગદર્શી ચિટ સમૂહ પર વાંધો ઉઠાવતી સાર્વજનિક નોટિક પર લગાવી દીધી છે રોક
  3. Margadarsi Chit Fund : આંધ્ર CID અમારા ગ્રાહકોને હેરાન કરે છે, દૂષિત ઇરાદાથી તેમની પૂછપરછ કરે છે: માર્ગદર્શી ચિટ ફંડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.