ETV Bharat / bharat

કોટાઃ પૌત્રનો જીવ બચાવવા કોરોના સંક્રમિત દાદા-દાદીએ કરી આત્મહત્યા - કોટા ન્યૂઝ

કોરોનાનો ભયએ પ્રકારે છે કે, રાજસ્થાના કોટામાં એક સંક્રમિત દંપતીએ ટ્રેન સામે પોતાનો જીવ હોમી દીધો છે. પોતાના પૌત્રને સંક્રમિત થવાથી બચાવવા વૃદ્ધ દંપતીએ આ પગલું ભર્યું છે.

કોટાઃ પૌત્રનો જીવ બચાવવા કોરોના સંક્રમિત દાદા-દાદીએ કરી આત્મહત્યા

author img

By

Published : May 2, 2021, 3:22 PM IST

  • રાજસ્થાનમાં વૃદ્ધ દંપતીએ કરી આત્મહત્યા
  • બન્ને હતાં કરોોના સંક્રમિત
  • પરિવારને બચાવવા ભર્યું પગલું

કોટા(રાજસ્થાન): જિલ્લામાં કોરોના સંક્રમિત દંપતીએ આત્મહત્યા કરી છે. બન્નેએ પોતાના પરિવારના અ્ય સભ્યોને કોરોના સંક્રમિત થતાં બચાવવા આ પગલું ભચ્યું છે.

પહેલાં જ પુત્રનું મોત થયું છે

વૃદ્ધ દંપતીની ઉમર 70થી 75 વર્ષ વચ્ચે છે. મળતી માહિતી અનુસાર પુરાહિત જી ટાપરીમાં રહેનારા 75 વર્ષીય હીરાલાલ અને તેમની પત્ની 70 વર્ષીય શાંતિ ભાઈ કોરોના સંક્રમિત આવ્યા હતા. તેમને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને વારંવાર પોતાના પૌત્ર રોહિત સંક્રમિત થવાની ચિંતા સતાવતી હતી. બન્ને દંપતીએ પોતાના યુવાન છોકરાને 8 વર્ષ પહેલાં જ ગુમાવ્યો છે અને હવે તે પુત્ર ગુમાવવા માગતા નહોતા. જેથી બન્ને દંપતીએ કોઈને જાણ કર્યા વિના કોટા તરફથી દિલ્હી જનારી ટ્રેન વચ્ચે કુદીને આત્મહત્યા કરી છે.

આ પણ વાંચોઃ થરાદમાં લૂડો ગેમમાં 10 લાખનું દેવું થઈ જતાં યુવકે કરી આત્મહત્યા

ઘટનાની જાણ રાત્રે 9:30 કલાકે થઇ

જીઆરપીને ઘટનાની જાણ પણ રાત્રે 9:30 કલાકે અન્ય ટ્રેનના ડ્રાઈવ મારફતે થઇ હતી. જે બાદ રેલવે કોલોની થાના પાલીસને આ મુદ્દે સૂચના આપવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોતાના કબ્જામાં લીધો હતો. જે બાદ તપાસમાં જાણવા મળ્યું કે, બન્ને દંપતી કોરોના સંક્રમિત હતાં.

પોસ્ટ મોર્ટમ કરાયું નથી

નાયબ પોલીસ અધિક્ષક ભગવંતસિંહ હિંગડે કહ્યું કે, આ દંપતીને ચિંતા હતી કે તેમના પરિવારના અન્ય લોકો કોરોના સંક્રમિત થશે. બનાવની જાણ થતાં રેલવે કોલોની પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રમેશકુમાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલમાં બન્નેના મૃતદેહને એમબીએસ હોસ્પિટલના મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે, પરંતુ કોવિડ -19 દર્દીઓનું પોસ્ટ મોર્ટમ કરાયું નથી. આ પ્રકારે ડેડબોડીનો નિકાલ કેવી રીતે કરવો તે અંગે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.