લુધિયાણા: ગુજરાતના જાણીતા કવિ બરકત વિરાણી 'બેફામ'ની ગઝલના શેર છે. મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા, ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી. ‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ? નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. પણ કબ્રસ્તાન સુધી પહોંચ્યા બાદ પછી? સ્મશાન યાત્રા સ્મશાન (Cremation in Ludhiana ) સુધી આવીને પૂરી થઈ જાય છે. પછી જ કસોટીનું કામ શરૂ થાય છે. જીવતા માણસની સામે થનારા એને અડતા (unclaimed DeadBody) પણ ડરે છે. ખાસ કરીને કોરોના કાળમાં સંબંધોની અગ્નિ પરીક્ષા સ્મશાન અને કબ્રસ્તાનમાં (Crematorium in Ludhiana) જોવા મળી હતી. પણ પંજાબમાં એક મહિલા છેલ્લા ઘણા સમયથી બિનવારસું મૃતદેહની અંતિમવિધિ કરે છે.
આ પણ વાંચો: ભારત - પાકના ભાગલા સમયે અલગ થયેલી મુમતાઝ 75 વર્ષ પછી પોતાના ભાઈઓને મળી
કોણ છે આ: માનવતાની મિસાલ સમાન લુધિયાણાની રહેવાસી સુનિતા રાની પંજાબ પોલીસમાં ASI (Punjab police ASI) છે. પણ તે પોતાના ખર્ચે બિનવારસુ મૃતદેહની અંતિમવિધિ (Unclaimed Deadbody Last Session) કરે છે. વર્ષ 2019માં તેમણે આ અદ્ભૂત સેવાકીય પ્રવૃતિની શરૂઆત કરી હતી. જે આજે અભિયાન બની રહ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં તેમણે 2200 બિનવારસુ મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા છે. તે પોતે અનુષ્ઠાન કરીને દેહને અગ્નિદેવને સોંપે છે. મૃતકોની અસ્થિ પણ બ્યાસમાં વિસર્જિત કરે છે. લુધિયાણા બહુ ઓછા પોલીસ અધિકારીઓ જાણે છે કે, સુનિતારાની આ પ્રકારની સેવા છે. લુધિયાણાની કોઈ પણ હોસ્પિટલમાં જ્યારે બિનવારસુ મૃતદેહ પહોંચે છએ તો સૌથી પહેલા અંતિમસંસ્કાર કરવા સુનિતાને યાદ કરાય છે.
ખર્ચો કેમ પોસાય? સુનિતા કહે છે કે, બિનવારસુ મૃતદેહનો તમામ ખર્ચ તે પોતાની સેલેરીમાંથી કાઢે છે. જ્યારેથી આ સેવાયજ્ઞ શરૂ કર્યો તો કેટલાક લોકો પણ આ કામમાં જોડાયા હતા. પણ પછી બધાયે પીછેહટ કરી દીધી. હવે એકલા હાથે આ સેવા કરે છે. વર્ષ 2025માં તે પોતાની ડ્યૂટીમાંથી નિવૃત થઈ રહી છે. પણ આ સેવા તે સતત જાળવી રાખશે. લુધિયાણા ઘણું મોટું સિટી છે. જ્યાં ક્રાઈમ કેસ પણ વધારે થાય છે. આ સિવાય ક્યારેક કોઈ નહેરમાં છલાંગ મારે છે તો કોઈનો મૃતદેહ જીઆરપી કે આરપીએફમાંથી આવે છે. આવી બિનવારસુ લાશ જેનો કોઈ વારસ નથી હોતો, હોસ્પિટલમાં મૃતદેહ પર કોઈ દાવા નથી કરતુ, એ માટે સુનિતા રાનીને બોલાવાય છે.
આ પણ વાંચો: પંજાબી વિરાસતની જૂની ઉપમા: ખેડૂતે વારસાની વસ્તુઓ એકત્ર કરી ઘરે જ મ્યુઝિયમ બનાવ્યું
પોતાના ખર્ચે અંતિમવિધિ: જ્યારે મૃતદેહને સોંપી દેવામાં આવે છે ત્યારે સ્મશાનમાં જઈને સુનિતા રાની એની અંતિમ વિધિ કરે છે. જાતે જ અનુષ્ઠાન કરે છે. કોરોના કાળ દરમિયાન મોટી સંખ્યામાં અંતિમ સંસ્કાર કર્યા હતા. એ સમયે કિંમત પણ ઓછી રાખી હતી. સુનિતાએ કહ્યું કે, સલેમ તાબારી સ્થિત સ્મશાન ઘાટમાં બિનવારસુ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરાય છે. એક મૃતદેહ દીઠ રૂ.1600નો ખર્ચો થાય છે. સ્મશાન કમિટી તરફથી નિયમિત ધોરણે આની પહોંચ બને છે. જેના પૈસા હું ભરૂ છું. તમામ વિધિ પૂર્ણ કરીને મૃતદેહનો અંતિમ સંસ્કાર કરૂ છું. આમ કરવાથી મને માનસિક શાંતિ મળે છે. કોઈ બિનવારસુ શરીરની દીકરી, બહેન તથા માના રૂપમાં આ વિધિ કરૂ છુ. જ્યારે મોટી સંખ્યમાં અસ્થિ એકઠા થાય છે ત્યારે એને બ્યાસ નદીમાં વિસર્જન પણ કરૂ છું. ખરા અર્થમાં આ વ્યક્તિ વીર છે પણ વિખ્યાત નથી. અસ્તિત્વને અસ્થિર કરે દે એવી જગ્યાએ જઈને સેવાકીય પ્રવૃતિ કરે છે.