- યુનિવર્સિટી તંત્રએ 2005થી મિલકત વેરો ભર્યો ન હતો
- AMUના બેંક ખાતાને બ્લોક કરવામાં આવ્યા હતા
- અમને દરેક સંપત્તિ પર ટેક્સ વસૂલવાનો અધિકાર છે: AMC
અલીગઢ(ઉત્તરપ્રદેશ): AMUએ મહાનગરપાલિકાને મિલકત વેરા તરીકે 14 કરોડથી વધુ ચૂકવી દીધા છે. અહેવાલો અનુસાર, યુનિવર્સિટી તંત્રએ 2005થી મિલકત વેરો ભર્યો ન હતો. યુનિવર્સિટીના પુસ્તકાલય, વર્ગખંડ અને પ્રયોગશાળા પર વેલ્થ ટેક્સ લાદવામાં આવ્યો હતો. જો કે, AMUના અધિકારીઓએ જણાવ્યું હતું કે, લાઇબ્રેરી, વર્ગખંડો અને પ્રયોગશાળાઓ મિલકત વેરાના દાયરામાં આવતા નથી, તેથી તેમણે હજી સુધી કર ચૂકવ્યો ન હતો.
આ પણ વાંચો: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં વડા પ્રધાન મોદી સંબોધન કરશે
યુનિવર્સિટીએ હાઈકોર્ટની મદદ લીધી હતી
નોંધપાત્ર વાત એ છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં, અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને 14 કરોડ રૂપિયાથી વધુના પ્રોપર્ટી ટેક્સ ન ચૂકવવા બદલ AMUના બેંક ખાતાને જપ્ત કર્યા છે. જો કે, યુનિવર્સિટીએ આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જેનાથી ખાતા બ્લોક થવાનું બંધ થઈ ગયું હતું.
આ પણ વાંચો:AMU ના વિદ્યાર્થીઓ દુનિયામાં ભારતનું નામ રોશન કરી રહ્યાં છે- વડાપ્રધાન મોદી
2005થી 14 કરોડથી વધુની ચૂકવણી બાકી રખાઈ હતી
તે જ સમયે, કોર્ટે અધિકારીઓને AMU દ્વારા દાખલ કરેલી સ્ટે અરજી પર યોગ્ય આદેશો પસાર કરવા નિર્દેશ આપ્યો હતો. અલીગઢના મુખ્ય કરવેરા અધિકારી વિનયકુમાર રાયે ETV ભારતને જણાવ્યું હતું કે, યુનિવર્સિટીએ 2005થી 14 કરોડથી વધુની ચૂકવણી બાકી રાખી છે. તેમણે કહ્યું કે, અમને દરેક સંપત્તિ પર ટેક્સ વસૂલવાનો અધિકાર છે અને અમે અમારું કામ કરી રહ્યા છીએ.