- બીજાપુરમાં નક્સલવાદી હુમલામાં 22 જવાનો શહીદ થયા
- આખો દેશ શોકમાં ગરકાવ
- અમિત શાહ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે અને ઈજાગ્રસ્ત સૈનિકોને પણ મળશે
નવી દિલ્હી: છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદી હુમલામાં 22 જવાનો શહીદ થયા હતા. જેના કારણે આખો દેશ શોકમાં ગરકાવ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ થોડી વારમાં જગદલપુર જવા રવાના થવા જઈ રહ્યા છે. જગદલપુરમાં અમિત શાહ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. આ સાથે તેઓ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત સૈનિકોને પણ મળશે.
એન્કાઉન્ટરમાં જવાનોની શહાદત પર દુ:ખ વ્યક્ત કર્યું
ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે છત્તીસગઢના સુકમા-બીજાપુર બોર્ડર પર નક્સલવાદીઓ સામેના એન્કાઉન્ટરમાં જવાનોની શહાદત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે શનિવારે સાંજે છત્તીસગઢના મુખ્યપ્રધાન સાથે વાત પણ કરી હતી. પરિસ્થિતિને જાણવા માટે અમિત શાહે CRPFના ડાયરેક્ટર જનરલને છત્તીસગઢ પહોંચવા સૂચના આપી હતી. પરિસ્થિતિને જાણવા CRPFના DG કુલદીપ સિંહ ગઈકાલે રવિવારે સવારે છત્તીસગઢ પહોંચ્યા હતા.
નક્સલ એન્કાઉન્ટરમાં 22 જવાન શહીદ અને 31 જવાન ઈજાગ્રસ્ત થયા હતા
તાર્રેમમાં શનિવારે STF,DRG,CRPF અને કોબરાના જવાનો નક્સલ એન્કાઉન્ટર માટે નીકળ્યા હતા. આ દરમિયાન નક્સલ એન્કાઉન્ટરમાં 22 જવાન શહીદ થયા અને 31 જવાન ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના સ્થળે કેટલાય જવાનો ગાયબ હતા. દેશભરમાં નક્સલ એન્કાઉન્ટરને લઇને ઉગ્રતા ફેલાયેલી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અધિકારીઓ સાથે છત્તીસગઢની પરિસ્થિતિનો હિસ્સો બનવા દિલ્હી પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેશ બધેલે શહીદના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
અહિ થયું હતું નક્સલ એન્કાઉન્ટર
શનિવારે (3 એપ્રિલે) બીજાપુર જિલ્લાના જોનાગુડામાં પોલીસ-નક્સલવાદી બીજ એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટર લગભગ 4 કલાક ચાલ્યું હતું. શનિવારે પોલીસને PAGL(પીપલ્સ લિબરેશન ગેરીલા આર્મી) ના પ્લટૂન નંબર 1 નક્સલવાદીઓના વિસ્તારમાં હોવાના સમાચાર મળ્યા હતા. નક્સલી કમાન્ડર હિડમા પણ તેમાં શામેલ હોવાના અહેવાલ છે. માહિતી મળતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. બીજાપુરના 5 કેમ્પ તાર્રેમની 760ની ટીમ, ઉસુરથી 200, પામહેદથી 195, સુકમાના મીનાપાથી 483, નરસાપુરમથી 420 રવાના થઈ હતી. આ એન્કાઉન્ટરમાં 22થી વધુ નક્સલવાદીઓના મોત થયાના સમાચાર પણ છે. ઘટના સ્થળેથી એક મહિલા નક્સલવાદીની લાશ પણ મળી આવી છે.
આ પણ વાંચો: ગૃહપ્રધાન અમિત શાહે સૈનિકોની શહાદત પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું, - રાષ્ટ્ર બલિદાનને ભૂલશે નહીં
દુશ્મનો સામે આપણી લડત ચાલુ રહેશે
આ તકે ગૃહપ્રધાને ટ્વિટ કર્યું હતું કે, તેઓ છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામે લડતા-લડતા શહીદ થયેલા બહાદુર સુરક્ષા જવાનોના બલિદાનને સલામ છે. રાષ્ટ્ર તેની બહાદુરીને ક્યારેય ભૂલશે નહીં. આ સાથે તેમણે, શહીદ જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે, શાંતિ અને પ્રગતિના આ દુશ્મનો સામે આપણી લડત ચાલુ રહેશે.
નક્સલવાદીઓએ મોર્ટાર લોન્ચરથી સૈનિકો પર હુમલો કર્યો હતો
બીજાપુર એન્કાઉન્ટર પર પ્રતિક્રિયા આપતા છત્તીસગઢના ગૃહપ્રધાન તામ્રધ્વજ સાહુએ કહ્યું કે, નક્સલવાદીઓએ મોર્ટાર લોન્ચરથી સૈનિકો પર હુમલો કર્યો હતો. સાહુ કહે છે કે, નક્સલવાદીઓએ મોર્ટાર લોન્ચર તેમજ આધુનિક શસ્ત્રોથી હુમલો કર્યો હતો. તે જ સમયે, બસ્તરના IG પી.સુંદરરાજે દાવો કર્યો કે, આ એન્કાઉન્ટરમાં એક મહિલા નક્સલવાદી સહિત 9 માઓવાદીઓ માર્યા ગયા હતા. સુંદરરાજ કહે છે કે, આ કાર્યવાહીમાં 15 જેટલા નક્સલીઓ ઇજાગ્રસ્ત થયા છે. એક મહિલા નક્સલીનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને CM ભૂપેશ બઘેલે નક્સલ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી
હુમલામાં નક્સલવાદીઓને ઘણું નુકસાન થયું
નક્સલ વિરોધી ઝુંબેશમાં બીજપુરના તારાર્મથી 760, ઉસુરથી 200, પેમેડથી 195, સુકમાના મીનાપાથી 483, નરસાપુરમથી 420 જવાનોનો દળ નીકળી ગયા હતા. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આ હુમલામાં નક્સલવાદીઓને ઘણું નુકસાન થયું હતું. અત્યાર સુધીની માહિતી મુજબ સ્થળ પરથી એક નક્સલવાદીનો મૃતદેહ મળી આવ્યો હતો. અનેક નકસલવાદીઓના મૃતદેહના ઢગલા થયા હોવાના પણ સમાચાર છે.