ETV Bharat / bharat

Amit Shah Meeting: 10 રાજયોના મુખ્યપ્રધાનો સાથે ગૃહપ્રધાન અમિત શાહની આજે બેઠક, નક્સલવાદ પર થશે ચર્ચા

author img

By

Published : Sep 26, 2021, 8:57 AM IST

Updated : Sep 26, 2021, 9:09 AM IST

ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં માઓવાદી હિંસામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હવે લગભગ 45 જિલ્લાઓમાં આ સમસ્યા પ્રવર્તે છે. જો કે, દેશના કુલ 90 જિલ્લાઓ માઓવાદી પ્રભાવિત માનવામાં આવે છે અને મંત્રાલયની સુરક્ષા સંબંધિત ખર્ચ યોજના હેઠળ આવે છે.

અમિત શાહ આજે 10 નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે

  • આજે અમિત શાહની 10 રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે બેઠક
  • નક્સલવાદને લઈને કરવામાં આવશે ચર્ચા
  • ભાજપની સરકાર આવ્યા હતા નક્સલવાદમાં 47 ટકા ઘટાડો

દિલ્હી: 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ અથવા તેમના પ્રતિનિધિઓ આજે(રવિવાર) દિલ્હીના વિજ્ઞાન ભવનમાં વામપંથી ઉગ્રવાદ પરની બેઠકમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાનાર છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે 2014 બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની સરકાર સત્તામાં આવ્યા બાદથી માઓવાદીઓ સંબંધિત ઘટનાઓમાં 47 ટકાનો ઘટાડો થયો છે.

દેશમાં નક્સલવાદમાં મહત્તમ ઘટાડો

ગૃહ મંત્રાલય દ્વારા ત્રણ વર્ષ પહેલા નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 100 થી ઘટાડીને 70 ને ધ્યાનમાં રાખીને આ બેઠક યોજાઈ રહી છે. બિહાર, ઓડિશા અને ઝારખંડમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોની સંખ્યામાં મહત્તમ ઘટાડો જોવા મળ્યો છે. અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે ગૃહપ્રધાન અમિત શાહ રવિવારે 10 રાજ્યોના મુખ્યપ્રધાન ઓ સાથે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે.

આ પણ વાંચો : ધ્રુવ કુંડુઃ ભારતના સ્વતંત્રતા સંગ્રામનો સૌથી નાનો ક્રાંતિવીર

10 રાજ્યોના મુખ્ય પ્રધાનન હાજર રહેશે બેઠકમાં

અધિકારીઓએ માહિતી આપી કે તમામ મુખ્યપ્રધાનઓ આ બેઠકમાં વ્યક્તિગત રીતે ભાગ લેશે. આ બેઠકમાં ભાગ લેવા માટે છત્તીસગઢ મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને કેરળના મુખ્યપ્રધાનઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે બેઠકમાં ગૃહમંત્રી 10 નક્સલ પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષાની સ્થિતિ અને મુખ્યપ્રધાનઓ સાથે માઓવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરશે.

અનેક વિકાસ કાર્યો ચાલુ

શાહ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં રસ્તા, પુલ, શાળાઓ, આરોગ્ય કેન્દ્રોના નિર્માણ જેવા ચાલુ વિકાસ કાર્યોની સમીક્ષા કરે તેવી શક્યતા છે. ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં માઓવાદી હિંસામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હવે લગભગ 45 જિલ્લાઓમાં આ સમસ્યા પ્રવર્તે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ રવિવારે બેઠકમાં હાજરી આપશે.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનની જમીનનો આતંકવાદ માટે ઉપયોગ ન થાય: મોદી

શિવસેના અને ભાજપની બેઠક

લોકોની નજર એ હકીકત પર સ્થિર છે કે જેમ છેલ્લી વખત ઉદ્ધવ ઠાકરે તેમના પ્રતિનિધિમંડળ સાથે દિલ્હી ગયા હતા, ત્યારે તેમણે પીએમ નરેન્દ્ર મોદી સાથે પણ વન ટુ વન બેઠક કરી હતી, શું આ વખતે પણ અમિત શાહ સાથે ઉદ્ધવ ઠાકરેની એકલામાં બેઠક થશે અને જો કોઈ બેઠક હોય તો શું ભાજપ અને શિવસેના વચ્ચેનું અંતર કાપવાનો કોઈ રસ્તો હશે? આ જ કારણ છે કે ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાત પર લોકોની નજર સ્થિર છે.

90 જિલ્લા નક્સલ પ્રભાવિત

જો કે, દેશના કુલ 90 જિલ્લાઓ માઓવાદી પ્રભાવિત માનવામાં આવે છે અને મંત્રાલયની સુરક્ષા સંબંધિત ખર્ચ યોજના હેઠળ આવે છે. નક્સલવાદી હિંસાને લેફ્ટ વિંગ ઉગ્રવાદ પણ કહેવાય છે. 2019 માં 61 જિલ્લાઓમાંથી નક્સલવાદી હિંસાના અહેવાલો આવ્યા હતા, જ્યારે 2020 માં આ સંખ્યા ઘટીને 45 થઈ ગઈ હતી. માહિતી અનુસાર, 2015 થી 2020 દરમિયાન ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં 380 સુરક્ષા કર્મચારીઓ, 1,000 નાગરિકો અને 900 નક્સલવાદીઓ વિવિધ ઘટનાઓમાં માર્યા ગયા હતા. આ સમયગાળા દરમિયાન લગભગ 4,200 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું.

Last Updated : Sep 26, 2021, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.