- પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ
- મમતા બેનર્જી અને ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીઓ વચ્ચે કડક લડત
- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ શુભેન્દુ અધિકારીના સમર્થનમાં એક રોડ શો કર્યો
કોલકાતા : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે મંગળવારે છેલ્લો દિવસ છે. આ તબક્કામાં નંદીગ્રામ હોટ સીટ બનીને ઉભરાઇ આવ્યું છે. અહીં સીએમ અને તૃણમૂલ અધ્યક્ષ મમતા બેનર્જી અને ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીઓ વચ્ચે કડક લડત છે.
આ પણ વાંચો : આજે પ્રચારનો છેલ્લો દિવસ, નંદીગ્રામમાં શાહ અને મમતા લગાવશે એડી ચોટીનું જોર
મમતા બેનર્જીએ પણ ચૂંટણી પ્રચાર અર્થે આજે નંદિગ્રામમાં પદયાત્રા કરી
મમતા બેનર્જીએ ચૂંટણી પ્રચાર અર્થે આજે નંદિગ્રામમાં પદયાત્રા કરી રહી હતી. તે જ સમયે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ શુભેન્દુ અધિકારીના સમર્થનમાં એક રોડ શો કરી રહ્યા છે.
આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને NCP સુપ્રીમો શરદ પવારની અમદાવાદમાં મુલાકાત
શુભેન્દુ અધિકારીઓની તરફેણમાં નંદીગ્રામ પહોંચી અમિત શાહે રાડ શો કર્યો
ગૃહપ્રધાન અમિત શાહ પણ ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીઓની તરફેણમાં નંદીગ્રામ પહોંચી ગયા છે. અમિત શાહ શુભેન્દુ અધિકારીઓની તરફેણમાં એક રોડ શો કરી રહ્યા છે. મળતી જાણકારી મુજબ, અમિત શાહે શુભેન્દુ સાથેના લોકોના શુભેચ્છાઓ સ્વીકારી હતી.