- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કાશ્મીરની મુલાકાતે
- શાહ પ્રવાસના બીજા દિવસે તેઓ જમ્મુ પહોંચ્યા
- અમિત શાહે IIT-જમ્મુના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું
જમ્મુ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) જમ્મુ-કાશ્મીરની (Amit Shah Visit Jammu Kashmir ) ત્રણ દિવસની મુલાકાતે છે. પ્રવાસના બીજા દિવસે તેઓ જમ્મુ પહોંચ્યા હતા. અહીં તેમણે IIT-જમ્મુના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું.
જમ્મુ -કાશ્મીરમાં વિકાસનો યુગ
આ બાદ, જમ્મુના ભગવતી નગર મેદાનમાં આયોજિત રેલીને સંબોધતા શાહે કહ્યું કે, જમ્મુ -કાશ્મીરમાં વિકાસનો યુગ શરૂ થયો છે. હવે જમ્મુ-કાશ્મીરનો વિકાસ એક સાથે થશે. તેમણે કહ્યું કે, હવે ડરવાની જરૂર નથી. વિકાસ થશે તો આતંકવાદીઓ કશું બગાડી શકશે નહીં.
અન્યાય કરવાનો સમય પૂરો
ગૃહપ્રધાને કહ્યું કે, હું આજે જમ્મુ એ કહેવા આવ્યો છું કે જમ્મુના લોકો સાથે અન્યાય કરવાનો સમય પૂરો થઈ ગયો છે, હવે કોઈ તમારી સાથે અન્યાય કરી શકશે નહીં. અહીંથી શરૂ થઈ રહેલા વિકાસના યુગને જે લોકો ખલેલ પહોંચાડી રહ્યા છે અને તેઓ તે કરશે જ, પરંતુ વિકાસના યુગને કોઈ ખલેલ પહોંચાડી શકશે નહીં.
શરણાર્થીઓને બંધારણના તમામ અધિકારો
તેમણે કહ્યું કે, અગાઉ જમ્મુમાં શીખો, ખત્રીઓ, મહાજનોને જમીન ખરીદવાનો અધિકાર નહોતો. અહીં આવેલા શરણાર્થીઓને કોઈ અધિકાર નહોતો. હવે આ ભાઈઓને બંધારણના તમામ અધિકારો મળવાના છે.
જમ્મુ -કાશ્મીરમાં MBBSની 1150 બેઠકો
જમ્મુ -કાશ્મીરમાં 12 હજાર કરોડનું રોકાણ આપવામાં આવ્યું છે. આ કારણોસર જમ્મુ-કાશ્મીરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો ફેરફાર થયો છે. આજે, તબીબી અભ્યાસ માટે, યુવાને ડોક્ટર બનવા માટે કાશ્મીરની બહાર જવાની જરૂર નથી. અત્યારે અહીં MBBSની 1150 બેઠકો છે. IIT, NEET, કેન્સર હોસ્પિટલ અહીં આવી છે. વિકાસ થઈ રહ્યો છે. આ બધું 70 વર્ષમાં કેમ ન થયું ? કારણ કે વિપક્ષ માત્ર રાજનીતિ કરવા માંગે છે.
આ પણ વાંચો: