શ્રીનગરઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ શુક્રવારે જમ્મુ પહોંચી ગયા (Amit Shah in Jammu and Kashmir) છે. અહીં પહોંચ્યા પછી તરત જ અમિત શાહે રાજભવનમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે (Amit Shah on visit to JK ) મુલાકાત કરી. આ દરમિયાન ગુપ્તચર એજન્સીઓ, સેના, પોલીસ, CRPF સહિત તમામ સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓ સાથે બેઠક ચાલી રહી છે.
આ પણ વાંચો: Holi Celebration 2022: રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના મહાનુભાવોએ પાઠવી શુભેચ્છાઓ
અમિત શાહ જમ્મુ અને કાશ્મીરની બે દિવસીય મુલાકાતે: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જમ્મુ અને કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન ગૃહપ્રધાન CRPFના સ્થાપના દિવસની ઉજવણીમાં પણ ભાગ લેશે. આ ક્રમમાં, ગૃહપ્રધાન શનિવારે (19 માર્ચ) જમ્મુના MA સ્ટેડિયમમાં CRPFના સ્થાપના દિવસની ઉજવણીને (CRPF Foundation Day Celebration) પણ સંબોધિત કરશે. ગૃહપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર જમ્મુમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે.
આ પણ વાંચો: લોકોના જીવનમાં પરિવર્તન લાવવામાં મીડિયાની સકારાત્મક ભૂમિકા: પીએમ મોદી
અમિત શાહની જમ્મુની આ બીજી મુલાકાત: આ પછી તેઓ ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને દિલ્હી પરત ફરશે. છેલ્લા 5 મહિનામાં અમિત શાહની જમ્મુની આ બીજી મુલાકાત છે. અગાઉ તેઓ જમ્મુ-કાશ્મીરની પાંચ દિવસની મુલાકાતે આવ્યા હતા. કેન્દ્રીય પ્રધાનનો પહેલો કાર્યક્રમ 19 માર્ચે આવવાનો હતો. પરંતુ પછી તેણે 18 માર્ચે પ્રવાસ પર આવવાનું નક્કી કર્યું.